બાળપણ
બાળપણ
ન ખોવાય બાળપણ, આજે જોઈએ તો લગભગ બઘીજ જગ્યા એ બાળમજુરી કરતા આપણે બાળકો જોતા હશુ. તો આ કેટલી દુઃખની વાત કહેવાય આપણા માટે. આપણા સમાજ માટે,આપણા દેશ માટે, શુ ગરીબીને કારણ એ ભણી ન શકે તો બાળપણથી જ એને મજુરી કરવા મોકલી દેવાનું ? શુ આ યોગ્ય છે ? દેશ-દુનિયામાં તો એવા લાખો-કરોડો લોકો પોતાના શોખ માટે બેફામ પૈસા વાપરે છે, તો એ શોખના પૈસા આવા બાળકો પર વાપરો એને અભ્યાસ કરાવો ભણીને આગળ આવશે ને બાળમજુરી નાબુદ થાશે.
એ લોકોને પણ જીવવુ હોય છે બીજા બાળક જેવુ જીવન ! વિચાર્યુ છે ક્યારે પણ કોઇએ એના માટે ?મંદિર નજીક કે અન્ય કોઈ હરવાફરવાની જગ્યા પર કા કોઇ ભીખ માંગતા હોય છે કા કોઇ ચાની લારી પર વાસણ સાફ કરતા હોય છે, કેટલા માસુમિયત ભરેલા ચહેરાને મજબૂરી કેટલી ?દિલમાં ખૂબ વેદના થાય ખરેખર બાળમજુરી દેશમાંથી નાબુદ થવી જ જોઇએ અને એક આનંદમય બાળપણ આપવુ જોઈએ એ આપણી ફરજ છે.
