મેહુલિયો ગાજે
મેહુલિયો ગાજે
1 min
286
એ મેહુલિયો ગાજે ને,
મોરલિયો તાથૈયા તાથૈયા નાચે રે.
હે ઓલી વાદલડી વરસે ને,
મન પિયુ સંગ ભીંજાવા તરસે રે.
હે પેલી રાઘલડી કાન ઘેલી થઇ ને,
મસ્ત મગન બંસીના સૂરે નાચે રે.
ભીંજાણી ચુંદલડી મારી ને,
મન પણ ભીંજવયુ આભે વરસાવતા વરસાદે રે.
આજ આનંદ ઉરે નવ સમાય ને,
મારુ હૈયુ પણ જોને ઘબક -ઘબક થાય રે.
ટપક ટપક બુંદો ધરા ભીંજાવી જાય ને,
જાણે આજ આભ નું ધરતી હારે મીલન થાય રે.
