પપ્પા તો હોવા જ જોઈએ
પપ્પા તો હોવા જ જોઈએ
આજની મારી વાર્તા છે પપ્પા તો હોવા જ જોઈએ, હા આ વાત મારા થી વિશેષ કદાચ કોઈ નહી જાણતું હોય, કારણ કે મારી જિંદગીની સફર પપ્પા હોવા છતા પપ્પા વિનાની શરુ થઈ છે,બધાજ ના મોઢામાં પપ્પા શબ્દ આવે છે પણ નાનપણથી અત્યાર સુધી મારા મોઢામાં પપ્પા શબ્દ નથી નીકળ્યો એટલે જ પપ્પા ના પ્રેમ માટે તડપુ છું.
હજારો લાખોની ભીડમાં હોય તો પણ માથે હાથ રાખવા પપ્પા તો જોઈએ,પ્રેમ,હૂંફનો તો સ્પર્શ જોઈએ,એક તરફ આખી દુનિયા ને એક તરફ એકલા પપ્પાનો પ્રેમ, પપ્પાના પ્રેમ વિના જિંદગી નકામી છે,ખુશનસીબ તમે બધા જો પ્રેમ પપ્પાનો પામ્યા છો. કોઈ એવો પ્રસંગ ન હોય જ્યારે પપ્પાની યાદ ન આવી હોય, હર સમય બઘે ખામી પપ્પા ની હોય,હર મુસીબત ની ઘડી માં હંમેશા યાદ આવે કે આજે પપ્પા હોત મારી જિંદગી માં તો મને મુસીબતમાં આવવા જ ન દેત, માં છાંયો છે તો પિતા પડછાયો છે, પપ્પા એ ઘરનું મૂળ છે.
