ફરજ
ફરજ
ન ખોવાય બાળપણ, આજે જોઈએ તો લગભગ બઘીજ જગ્યા એ બાળમજૂરી કરતા આપણે બાળકો જોતા હોઈશું, તો આ કેટલી દુઃખની વાત કહેવાય આપણા માટે,આપણા સમાજ માટે,આપણા દેશ માટે, શું ગરીબી ને કારણ એ ભણી ન શકે તો બાળપણથી જ એને મજૂરી કરવા મોકલી દેવાનું ? શુ આ યોગ્ય છે ? દેશ-દુનિયામાં તો એવા લાખો-કરોડો લોકો પોતાના શોખ માટે બેફામ પૈસા વાપરે છે,તો એ શોખના પૈસા આવા બાળકો પર વાપરો એને અભ્યાસ કરાવો ભણીને આગળ આવશે ને બાળમજૂરી નાબુદ થાશે, એ લોકોને પણ જીવવું હોય છે બીજા બાળક જેવુ જીવન ! વિચાર્યુ છે ક્યારે પણ કોઈએ એના માટે ? મંદિર નજીક કે અન્ય કોઈ હરવાફરવાની જગ્યા પર કોઈ ભીખ માંગતા હોય છે, કોઈ ચા ની લારી પર વાસણ સાફ કરતા હોય છે, કેટલા માસુમિયત ભરેલા ચહેરા ને મજબૂરી કેટલી ? દિલમાં ખૂબ વેદના થાય ખરેખર બાળમજૂરી દેશમાંથી નાબુદ થવી જ જોઈએ અને એક આનંદમય બાળપણ આપવુ જોઈએ એ આપણી ફરજ છે.
