"સંઘર્ષ ની કહાની મારી માં"
"સંઘર્ષ ની કહાની મારી માં"
નમસ્કાર મિત્રો, આજની જે કહાની છે એ સત્ય કહાની મારી ખુદની માની છે. આજથી ૪૦ વર્ષ પેહલાની આ કહાની છે, જયારે મારી ઉમર માત્ર ૯ મહિનાની હતી, મારી માનો ૫ વર્ષનો લગ્ન સંસાર ને એમાં અમારા ત્રણ બહેનોનો જન્મ. મારા જન્મના ૯ મહિના બાદ મારા પપ્પા વેપાર અર્થે વિદેશમાં કમાવવા ગયા. પણ શું ખબર હતી કે એ જાય છે પછી પાછા પરત નથી ફરવાના. અને મિત્રો, અહીંયાથી જ ચાલુ થાય છે, મારી માની સંઘર્ષની કહાની.
વિદેશ ગયા પછી આમ જ દિવસો, મહિનાઓ, વરસો વિત્તતા ગયા. પણ કમનસીબએ મારા પપ્પાના કોઈ ખબર અંતરના કોઈ ફોન, ટપાલ કે કઈ સંપર્ક જ નહિ. અમારા ત્રણ બહેનોની ચિંતા, બીજી બાજુથી ઘરમાં કોઈ કમાવવાનું સાધન નહિ. મારા મમી ઘણા મુંઝાણા. ખુબ રડે. કેમ આમ હશે ? દોરા ધાગા બધું જ કરાવ્યું. પણ પરિસ્થિતિ એમની એમ જ. બધા જ સમજી શકે કે આ દુનિયામાં પૈસા વિના કઈ જ નથી થઇ શકતું.અંતે હારી થાકીને મારા મમી એ મારા પપ્પાની આશા છોડી ને જીવનમાં અમારી સામે જોઈને કમાવવા માટે આગળ વધ્યા.
ત્યાંથી જ થાય છે મારી માનો સંઘર્ષ,.શરૂઆતમાં સોમનાથ જિલ્લાના મીઠાપુર ગામમાં બાલ મંદિરમાં ભણાવવા જતા. ત્યારબાદ ગુરુકુળમાં ૩૦ વર્ષ નોકરી કરી. આ સિવાય પણ અધ્યાપન મંદિર પ્રભાસ પાટણમાં રસોઈ કરવા જતા. આ સિવાય ગુરુકુળથી પણ છુટ્ટીને રસોઈમાં બંધાયેલા હતા. કારતક મહિનામાં સોમનાથમાં ભીડ હોઈ વેકેશન હોઈ એટલે તો ઘરે પણ રાતના ત્રણ ત્રણ વાગ્યા સુધી બધા ને જમાડતા. રસોઈ કામમાં સારી આવડત હતી ને રસોઈ પણ સારી બને. એટલે બધા લગ્નપ્રસંગમાં ઓર્ડર પ્રમાણે જતા. ને અમારું ભારણ પોષણ કરતા. દિવસ રાત એક કરીનાખ્યા છે અમારા માટે ન થાકે કે ન હારે બસ સતત મેહનત કરીને અમને મોટા કર્યા છે.
દિવસે દિવસે અમે મોટા થતા ગયા. ખુબ લાડ કોડથી અમને મોટા કર્યા, ભણાવ્યા આગળ વધાર્યા. દુનિયાની સાથે રાખ્યા. કોઈ પાસે પણ હાથ લાંબા કર્યા વિના અમારો ઉચ્છેર કર્યો છેઅને ભણાવીને સરસ પાત્ર જે અમને ગમતા હોઈ એવા પાત્ર સાથે અમારા સમાજમાં ત્રણેય બહેનોના લગ્ન કરાવ્યા. પોતાની જાત મેહનતથી જ ત્રણેય બહેનોના સગાઇ, લગન, અને લગ્ન પછીના જે કોઈ પણ પ્રસંગ આવ્યા છે એ પાર પડ્યા છે. છતાં એ માણસની આજ સુધી કોઈ ઘરસંસાર ચલાવાની જવાબદારી એને નિભાવી નથી.
આજે અમે ત્રણેય બહેનો અમારા સંસારમાં સુખી છે, એનું કારણ મારી મા છે, જો માં\ પણ અમને તરછોડી દેત તો અમે ક્યાં હોત શું કરતા હોત ? વિચારીને પણ આંખમાં પાણી ભરાઈ જાય છે, મારી મા એ જીવનમાં ઘણું શીખવ્યું છે. જાત સાથે ઝઝૂમવાનું પણ કોઈની પણ પાસે એક રૂપિયાની ઈચ્છા નહી કરવાની, ને કોઈ પણ સંજોગમાં આપણા સ્વાભિમાન ને ઠેસ ન લાગવી જોઈએ. મિત્રો નાનપણથી અત્યાર સુધીમાં એને સંઘર્ષ જ કરતા જોઈ છે અમારા માટે. એટલે જયારે પણ મા માટે કઈ પણ લખું તો અત્યારે પણ આંખ ભીની થઈ જતી હોય છે, ને માનો સંઘર્ષ મારી નજર સમક્ષ જ તરતો હોય છ. હું મારી જાતને ખુબ જ ધન્ય ગણું માનું કે આવી માની કુખેથી મેં જન્મ લીધો. જેણે અમારા માટે પોતાની જાત ઘસીનાખી.
એનાબધા જ સપનાની આહુતિ આપી દીધી, ફક્ત અમારું જીવન સારું બનાવવા માટે. વિના સ્વાર્થે અમને મોટી કરતી ગઈ. એના જીવનનું પણ મૂલ્ય ભૂલી ગઈ, બસ એની એક જ મંજિલ અમારી સારા જીવન માટે પોતાના જીવનની બલિદાની. ના હોઈ આવી કોઈની મા, જેવી ભગવાનએ અમને આપી છે, કદાચ પોતાના શરીરની ચામડીના પગરખાં બનાવીને પેરાવીએ ને મિત્રો તો પણ ઓછા પડે, એવી મારી મા છે, એટલે જ મેં લખ્યું છે મારુ સ્વરચિત છે.
આ મા શબ્દ એ પ્રેમનો છે, એમાં વાસ ઈશ્વરનો છે. દુઃખ ને સંતાડતી ને સુખ ને આપતી ,એ કેવા વાત્સલ્યથી જિંદગી જીવાડતી, ના કોઈ પોતાની જિંદગીની સુખ જોયું એને તો બસ અમારા જીવનનું જ મૂલ્ય જોયું.,ઈચ્છા તો એની પણ હશે ને સુખી લગ્ન જીવનની ? કોડ તો એના પણ હશે ને સુખના ? પણ ઈશ્વર એતો કૈક અલગ જ એના માટે ધાર્યું. જિંદગી આખી અમારામાં સમર્પિર્ત કરી.
ઓ ઓ ઈશ્વર તને જરા પણ મારી માની ન પડી ? આખો ભરી મારી આંસુઓથી ઈશ્વરને બસ મારી એટલી જ વિનંતી કે હર જનમમાં મને તું જ મળે ફરી ફરી. આ છે મારી માની સંઘર્ષની કહાની જે ના ભુલાઈ મને મારી જિંદગીમાં કદી. આ જ મારા જનનીની ગાથા, મારી માના ચરણોમાં જ મારી ચાર ધામની જાત્રા. માતૃદિનની ઉજવણી મારા માટે આજના દિવસ પૂરતી જ નથી પણ જ્યારથી માની કુખેથી જન્મ લીધો છે ને છેલ્લા મારા શ્વાસ ચાલશે ત્યાં સુધીની હશે. મારા બધા જ સુખની આપનારી છે મારી મા. મા તે મારો વિચાર ન કર્યો હોત તો અત્યારે અહીંયા હું ન હોટ હોત.
બસ એટલું જ કહીને વિરમું છું.
