Bharti Dave

Romance

3  

Bharti Dave

Romance

રખોપાં રામનાં

રખોપાં રામનાં

1 min
152


જીવલી અને રમણ દિવસ રાત તુટમ તૂટ મહેનત કરતાં ત્યારે એ બે અને એમનાં ચારનું માંડ ગુજરાન ચાલતું. વહેલી સવારે રોટલા ઘડીને જીવલી અને એનો ધણી ભંગારની લારી લઈને નીકળી પડતાં. ત્રણ મહિનાની રમલીને લારી નીચે જોળી કરીને ભેગી લઈ જતી. 

જીવલી ભીનેવાને પણ..કદ કાઠી આકર્ષક ! એમાંય સુવાવડમાંથી બેઠી જ થઈ હોવાથી ફાટ ફાટ થતી છાતીને લોલુપ નજરથી બચાવવા ફાટેલો છેડો ઢાંક્યા કરતી. ભલે પૈસો નહોતો પણ બેય વચ્ચે પ્રેમ ઘણો હતો. સાંજે ઘરે જઈને જીવલી અને રમણ બે હાથો પ્રસારે ત્યાં તો....બાળકો દોડતાં મા બાપની પાંખોમાં સમાઈ જાય. વડલા જેવાં બાપની શીળી છાંયામાં બધાં નિરાંતની નીંદર માણે.

એમનાં આ સુખી જીવનની જાણે કે કોઈની નજર લાગી ! રમણ પર એક ટ્રક ફરી વળ્યુ અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ નીપજયું. જીવલીને માથે જાણે કે આભ ફાટ્યું ! ચાલીની સ્ત્રીઓ જીવલીને સમજાવતાં.

"સ્ત્રીની જાત ! માથે છત્તર તો જોઈએ. લાંબી જીંદગી અને આટલો વસતાર !"

"અરે ભાઈ ! માથે છત્તર મારાં શામળિયાનું અને રખોપા મારાં રામનાં ! હવે જીવલી એક ભવમાં બે ભવ ક્યારેય નહીં કરે ! 

અ...ને વટથી જીવલી લારી લઈને નીકળી પડી.


Rate this content
Log in

Similar gujarati story from Romance