Bharti Dave

Inspirational Thriller

3  

Bharti Dave

Inspirational Thriller

જાદુઈ પથ્થર

જાદુઈ પથ્થર

2 mins
204


અવી, ભોલુ અને સ્વીટીનાં ઘર એકજ શેરીમાં પાસપાસે હોવાથી ત્રણેયના પરિવારોમાં સારો ઘરોબો હતો. ત્રણેય આખો દિવસ એકબીજાના ઘરે જ હોય ! જમવાનો પણ નેઠો નહીં. જ્યાં ભાવતું જમવાનું બન્યું હોય એનાં ઘરે જમી લેવાનું. ત્રણેય સાહસિક અને બુદ્ધિશાળી પણ ખરાં. તેમનાં ગામને છેવાડે એક મોટાં મહેલ જેવી હવેલી હતી. પણ... કેટલાં વર્ષોથી વેરાન પડી હતી. લોકો તેને માસીનો મહેલ કહેતાં હતાં. છોકરાઓએ એવું પણ સાંભળેલું કે આ મહેલમાં છૂપો ખજાનો દટાયેલો છે. તે ખજાનાનો નકશો પણ મહેલની ભીંતો પર જ ક્યાંક કંડારવામાં આવ્યો હતો. તે સમયની ભાષા ઉકેલી શકે તેઓને ખબર પડે કે ખજાનો ક્યાં છે ?

 એક દિવસ આ ત્રણેય મિત્રોએ નક્કી કર્યુંકે ગમે તે થાય આપણે માસીબા નાં મહેલમાં જઈને છૂપો ખજાનો શોધવો જ છે.

 વહેલી સવારે લંચ બોક્સમાં નાસ્તો, પાણીની બોટલ અને નાનકડી ટોર્ચ સાથે લઈને ઘૂસ્યા માસીબાના મહેલમાં ! આગળ ચાલતાં ચાલતાં ઘણે અંદર પહોંચી ગયા હતાં. ત્યાં સ્વીટીની નજર આગિયાની માફક ચમકી રહેલાં નાનાં નાનાં રંગબેરંગી પથ્થરો પર પડી. સ્વીટીએ આ પથ્થર અવીને બતાવ્યાં. એ સમયે ભોલુ એક દિવાલ પર કંઈક ઘસાઈ ગયેલું લખાણ હતું તેને ટોર્ચની મદદથી ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

આકર્ષક પથ્થરોને પકડીને હાથમાં લઈ લેવા માટે અવી અને સ્વીટી તે દિશામાં દોડવા લાગ્યાં. પણ... આ શું ? તેઓ જેમ પથ્થરની નજીક જઈ રહ્યાં હતાં તેમ તેમ પથ્થર તેમનાથી દૂર જઈ રહ્યાં હતાં. આતો પથ્થર છે કે જાદૂ ? જ્યાં એવું લાગે કે બસ હવે હાથ લંબાવીએ એટલી જ વારમાં પથ્થર હાથમાં આવી જશે ! આ બંનેને દોડતાં જોઈને ભોલુ પણ તેઓની પાછળ દોડવા લાગ્યો. પથ્થર આગળ અને બાળકો તેમની પાછળ ! બાળકો તો દોડી દોડીને થાક્યાં ! પણ આતો ક્યાં સામાન્ય પથ્થર હતાં ! આતો જાદૂઈ પથ્થર હતાં. તેઓ સતત બાળકોને પોતાની તરફ આકર્ષી રહ્યાં હતાં ! ભોલુતો હવે દોડીને ખરેખરો થાક્યો હતો. તેણે અવી અને સ્વીટીને પણ પથ્થર પાછળ ન દોડવા સમજાવ્યાં ! પણ.... પથ્થરે એવો તો જાદૂ કર્યો હતો કે તેઓને તેનાં સિવાય કશું પણ દેખાતું ન હતું. એક મોટી ગુફા પાસે પથ્થરો આવીને અટક્યાં. ગુફાનો દરવાજો અચાનક તેની જાતે જ ખૂલ્યો અને પથ્થરો તેમાં અદ્રશ્ય થઈ ગયા. સ્વીટીએ ડોકાઈને જોયું તો તેમાં હીરા, મોતી અને ઝવેરાત ભરેલાં ચરૂઓ હતાં જેમાંથી દિવ્ય પ્રકાશ ઝળહળી રહ્યો હતો ! તેઓને સમજતાં વાર ન લાગી કે તેઓ હવે જાદૂઈ ખજાનાની બિલકુલ સામે જ આવીને ઊભા હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational