Bharti Dave

Inspirational Thriller

4  

Bharti Dave

Inspirational Thriller

બની ગયો મારો સગો ભાઈ

બની ગયો મારો સગો ભાઈ

2 mins
364


" હેલ્લો ! હું શ્રીમતી દવે જ બોલું છું. આપ કોણ ? "

" હું મેડીકો હોસ્પિટલમાંથી બોલું છું. તમારાં પતિને અકસ્માત થયો છે. તમે તાત્કાલિક.... ! "

રશ્મિએ ફોન કટ કર્યો. સમાચાર જ એવાં હતાં કે હિંમત રાખ્યાં વગર પણ છૂટકો નહોતો. અહીં અજાણ્યાં શહેરમાં તેઓને આવ્યે હજુ માંડ એક મહિનો થયો હતો. એવું કોઈ નહોતું જે મદદમાં આવી શકે ! તેણે ઝડપથી ગાડી બહાર કાઢી અને જી.પી.એસ. શરું કર્યું. ખૂબ ઓછાં સમયમાં તે શહેરની મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ મેડીકોમાં પહોંચી ગઈ. ઇમરજન્સી વોર્ડમાં પહોંચી જ્યાં તેનો પતિ રીતેશ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. ડોકટરની પૂરી ટીમ ત્યાં હાજર હતી. ખોપરીમાં મલ્ટી ફ્રેકચર હતાં. હાલત થોડી ક્રિટીકલ હતી. 

રશ્મિએ મુખ્ય ડૉક્ટર સાથે બધી વાત કરી. ડૉક્ટરે એક માણસ સામે ઈશારો કર્યો જે તેનાં પતિને સમયસર હોસ્પિટલમાં લઈને આવ્યો હતો અને બે બોટલ બ્લડ આપ્યું હતું. રશ્મિ એ માણસનો આભાર માન્યો. પોતાનાં અને પતિનાં ઘરે ફોન કરીને રીતેશને થયેલ અકસ્માતની વાત કરી. રીતેશ કંઈક બોલવા મથી રહ્યો હતો. પણ... તેનાંથી કંઈ સ્પષ્ટ બોલાતું નહોતું. ડૉકટરોએ પણ તેનાં મગજ પર કોઈ સ્ટ્રેસ ન આવે તે જોવાની ભલામણ કરી હતી. રીતેશની તબિયતમાં રાઈ જેટલો સુધારો ડોક્ટરોને દેખાઈ રહ્યો હતો. રશ્મિની વાતચીત પરથી પેલો ભાઈ જે રીતેશને હોસ્પિટલમાં લઈને આવ્યો હતો તેને થોડી ખાતરી મળી કે આમનું આ શહેરમાં પોતાનું કહી શકાય એવું કોઈ નથી. એણે રશ્મિને પોતાની બહેન સમજીને તેનાં આ કપરાં અને દુઃખમાં એક ભાઈ બનીને મદદ કરી. 

હવે રીતેશની તબિયત ઘણી સુધરી રહી હતી. પરંતું...ડૉકટરો તેની આંખ બચાવી શક્યા નહોતાં.

રીતેશની બાજુનાં બેડમાં એક પચ્ચીસેક વર્ષનો યુવાન જેને ગલોફામાં છેલ્લાં સ્ટેજનું કેન્સર હતું જે આંતરડા અને ફેફસાં સુધી પહોંચી ગયું હતું. તે પથારીમાં મરવા વાંકે જીવી રહ્યો હતો. રશ્મિ રીતેશને હિંમત આપી રહી હતી પરંતુ તેનાં છાનાં આંસુઓને તેણે જોયાં હતાં. તેણે રાત્રે મનોમન એક નિર્ણય લીધો. હવે મારાં જીવનનો કોઈ ભરોસો નથી. અગર હું ચક્ષુદાન કરું તો ...આમની જિંદગી પ્રકાશથી ઝળહળી ઊઠશે ! સવારે ડૉક્ટર રાઉન્ડમાં આવ્યાં. પેલો યુવાન ગલોફાના કેન્સરને કારણે બોલી શકતો નહોતો ! તેણે નર્સ પાસેથી ડાયરી અને પેન લીધાં. પોતાની આખરી ઈચ્છા ચક્ષુદાન કરવાની છે તે લખીને જણાવ્યું. તેનાં માતાપિતાએ પણ તેની આ ઈચ્છા પુરી કરવાની ખાતરી આપી. રશ્મિએ એક નાડાછડી લીધી. તે દિવસે એક ભાઈને બહેન અને બહેનને જાણેકે...સગો ભાઈ મળી ગયો ! જે બહેનનાં જીવનમાંથી કાયમને માટે અંધકાર દૂર કરવાં માટે આવ્યો હતો !

 એક નેક અને અન્યને મદદરૂપ થવાની એની ભાવના જોઈને જાણેકે ઈશ્વર પણ પ્રસન્ન થયાં. તેને દર્દમાંથી મુક્તિ મળી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational