STORYMIRROR

Bharti Dave

Inspirational Thriller

3  

Bharti Dave

Inspirational Thriller

અનહદ પ્રેમની પરિભાષા

અનહદ પ્રેમની પરિભાષા

2 mins
218

" બોલ જોઉં કેટલો પ્રેમ કરે છે મને....?"

" કાન્હા....પ્રેમને કંઈ ત્રાજવે થોડો તોળવાનો હોય...? "

" અગર હું તને છોડીને કોઈ અતિ મહત્વનાં કામે તને છોડીને ચાલ્યો જાઉં તો.....? બોલ શું કરે તું....?"

" ઓહ હો.... કેવાં પ્રશ્નો કરે છે તું આજે? તારાં પાછાં આવવાની રાહ જોયા કરું...!"

" અ...ને.... હું ક્યારેય પાછો ન આવું તો....?"

અને રાધાની મોટી મોટી ગોળ ગોળ આંખોમાંથી ડબ.. ડબ કરતાં આંસુઓ દડવા લાગ્યાં. આંખનું કાજળ ગાલે ધસી આવ્યું.

બે પગ વચ્ચે માથું છુપાવીને નાનાં બાળકની પેઠે રડવા લાગી.

" રાધે....રાધે....મારી વાતતો સાંભળ. હું તો એમજ ....તું મને કેટલો પ્રેમ કરે છે તે જાણવા માંગતો હતો. પ્લીઝ...રાધે ... સોરી. મને માફ કરી દે.હવે આવી મજાક ક્યારેય નહીં કરું. તું રડવાનું બંધ

કર.તું હવે મને અકળાવી રહી છું. મારી સામે તો જો....!"

કાન્હાએ રાધાનું માથું ઊંચું કર્યું. પણ... આ શું....?

રાધા છે જે કાન્હાનુ મુખ જોવા તૈયાર ન હતી..!

" ચાલ્યો જા. જ્યાં જવું હોય ત્યાં.....! હવે આજ પછી હું તને મારું મુખ ક્યારેય નહીં દેખાડું....! તું તરસતો રહીશ...મારી એક ઝલક માટે.....!"

" તો તું મારું મુખ પણ નહીં જોઈ શકે."

" તારી ઝલક તો શું આખેઆખો તને મે મારી આંખોમાં કેદ કર્યો છે. તું જા....જ્યાં પણ જવું હોય ત્યાં....!"

" તું મને એક વચન આપ.... આજ પછી તું ક્યારેય રડીશ નહીં."

" જા... કાન્હા. આ રાધાનું તને વચન છે. હવે આ રાધાની આંખમાંથી એક બુંદ પણ નહીં પડે. કારણ કહું...? હું રડું અને તું પણ સાથે સાથે વહી જાય તો....?"

" રાધે...પ્રિયે....! અનહદ પ્રેમની અનુભૂતિ ....!"

" કાન્હા....! તારી બંસરીની બહુ યાદ આવશે.તારું બંસરીનું સંગીત કેવું મનને બેચેન કરી મુકે છે...! બધાં કામ પડતાં મૂકીને મારું દોડી આવું....!"

" લે રાધા આ વાંસળી આજથી તારી. આપણાં અનહદ પ્રેમનું પ્રતીક. જ્યારે જ્યારે મારી યાદ આવે....તું આ વેણુને તારા હોઠે લગાવજે....તારી છાતીએ રાખજે...‌!"

" તો કાન્હા....ખરેખર તું જવાનો ?"

" મારું અવતરણ જ એ માટે થયું છે રાધે....! "

" જ્યારે જવાનો હોય....કાન્હા.પ્લીઝ....મને ન બોલાવતો.હું બધું જ કરી શકીશ પણ તને જતો નહીં જોઈ શકું......!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational