Bharti Dave

Inspirational Thriller

3  

Bharti Dave

Inspirational Thriller

૨૬ જાન્યુઆરી: ગોઝારો દિવસ

૨૬ જાન્યુઆરી: ગોઝારો દિવસ

5 mins
134


" મમ્મા ! મને સવારે 6 વાગે ઊઠાડવાનું ભૂલતાં નહીં. "

"હા.... હા... વત્સલ બેટા ! હવે તું સુઈજાં મારાં દીકરા, રાત્રીના અગિયાર થયાં છે ! "

"જય શ્રી કૃષ્ણ મમ્મા ! જય શ્રી કૃષ્ણ પાપા ".

"કેમ હજી જાગે છે મારો પ્રિન્સ ? "

" પાપા, કાલના અમારાં 26જાન્યુઆરી ના પ્રોગ્રામ બાબતે હું ખુબ જ એક્સાઈટેડ છું ! હું ગાંધીબાપુના રોલને બખૂબી ભજવી તો શકીશને પાપા ?"

"જરૂરથી બેટા ! લોકો તારાં અભિનયથી ખુબ પ્રભાવિત થશે ! ગાંધી બાપુના તારાં કિરદારના લોકો ખૂબ વખાણ કરશે ! ચાલ બેટા, સુઈ જા હવે. તારે સવારે વહેલાં ઊઠવાનું છે ! હવે તારી આંખોને આરામ આપ દીકરા !"

સવારના પાંચ વાગ્યાં છે ! કચ્છના ભચાઉ ગામમાં રહેતો વત્સલ આજે તેની મમ્મી જગાડે તે પહેલાં જ જાગી ગયો છે ! સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે. આજે પ્રજાસત્તાક દિન અંતર્ગત તેની સ્કૂલમાં આઝાદી અમર રહો નાટકમાં ગાંધીજીનું પાત્ર ભજવવાનો છે જે બાબતે થોડો ડર અને ઉત્સુકતા અનુભવી રહ્યો છે વત્સલ આચાર્ય. ત્યાં.... જ... તેની મમ્મી પણ જાગી જાય છે. ફિટ આઠ વાગે તેનાં મમ્મી -પપ્પાને સી ઑફ કરીને જલ્દી જલ્દી સ્કૂલે પહોંચે છે. બધાં જ સમૂહમાં રાષ્ટ્ર ગાન કરે છે, ઝંડા ગીત ગાય છે... અને.. બસ... થોડી જ વારમાં સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ જ થવામાં છે.. ત્યાં જ.... ધરતી ધ્રુજી ઊઠે છે ! શેષનાગ જાણે તેની ફેણ પર પૃથ્વીને ચડાવીને ફંગોળી ન રહ્યાં હોય ! દોડા દોડી અને રોકકળ.

મારી સગી આંખે મેં મૃત્યુનો આ મહા તાંડવ નિહાળ્યો છે !અને... અગાધ સાગરમાં બની રહ્યો હું માત્ર એક પાણીનું ફોરું ! માત્ર નાનું શું જળબિન્દુ ! એકલું અટૂલું પાણીનું એક માત્ર ટીપું ! મમ્મી, પપ્પા, સગાં, સબંધી તમામને ગુમાવી બેઠેલો વત્સલ આચાર્ય ! હા... હું... વત્સલ ! મમ્મીનો લાડકવાયો અને પપ્પાનો પ્રિન્સ ! એક જ ક્ષણમાં બની ગયો અનાથ ! નિરાધાર ! સામાજિક સંસ્થા દ્વારા મને લઈ જવામાં આવ્યો આશ્રમમાં ! હા.... હા... અનાથાશ્રમમાં ! જ્યાં મારાં જેવાં કેટલાંય હતાં જેને પોતાનાં પાલવથી આંસુ લુછવા વાળી ન હતી માતા કે આંગળી પકડીને દુનિયા દેખાડવાં વાળા પિતા ! ત્યાં તો હતાં ગૃહપતિ શાંતિલાલ !

જો શાંતિલાલ ન મળ્યાં હોત તો... અમાપ સાગરમાં એકલું અટૂલું આ ફોરું ક્યારનુંયે ફૂટી ગયું હોત ! આનંદશંકર ધ્રુવ બાલાશ્રમમાં શરૂ થઈ મારી જીવનયાત્રા ! એક સ્થિર થઈ ગયેલી મારી જીવનરૂપી કવિતાને જાણે કે શબ્દો મળ્યાં !

આજનો સૂર્ય મારાં માથે સુવર્ણ રશ્મિઓની સરવાણી કરી રહ્યો છે. આજે બાલાશ્રમમાં NRI મહેમાનો આવવાનાં છે. સૌ કોઈ ખુશ છે. આજે સરસ જમવાનું મળશે. ન કોઈની રોક ટોક કે ન કોઈની પાબંદી....... ! મહેમાનો આવી ગયાં. બધાં જ બાળકો સાથે તેઓએ ખૂબ વાતો કરી. 500 અનાથ બાળકો ને ચોકલેટ્સ, વૉટર બેગ, કંપાસબોક્સ..... જેવી કેટલી બધી ગીફ્ટ્સ આપી. તેઓ અનાથ બાળકને દત્તક લેવાં આવ્યાં હતાં. મારામાં તેઓને એવું તો શું દેખાયું કે આટલાં બધાં બાળકોમાંથી મારાં પર પસંદગી નો કળશ ઢોળ્યો ! પ.... ણ..... હું તેઓની સાથે જવાં બિલકુલ રાજી ન હતો. મમ્મી -પપ્પા શબ્દ માત્રથી હું ધ્રુજી ગયો. જાણે કે એક લખલખું... એક કમકમાટી પસાર થઈ ગઈ મારાં આખાં શરીરમાં ! મને શાંતિલાલે પોતાની પાસે બોલાવ્યો અને મારાં માથે હાથ ફેરવ્યો !છેલ્લા બે વર્ષથી બાંધી રાખેલો અશ્રુબંધ આજે છૂટી ગયો ! વૃક્ષ સાથે વેલડી વીંટાય તેમ હું તેમને વળગી ગયો. તેઓએ મને તેમની છાતી સાથે વળગાડી રાખ્યો અને મને રડવાં દીધો. માત્ર એટલું જ બોલ્યાં : " જા બેટા જા... એક સુંદર મજાની જિંદગી પોતાની બાંહો ફેલાવીને તને બોલાવી રહી છે... જા બેટા... ખૂબ સુખી થા.... ". મેં તેમનાં ચરણસ્પર્શ કર્યા અને વત્સલ બિપીનભાઈ આચાર્યમાંથી બની ગયો વત્સલ અતુલભાઈ શાહ ! બાલાશ્રમ છોડીને મેં ઉડાન ભરી ન્યુજર્સી.... ! મારી અંદર થીજી ગયેલું લાગણીનું ઝરણું ફરી ખળ ખળ... વહેવા લાગ્યું ! ખૂબ સરસ રીતે મારો ઉછેર થવાં લાગ્યો. મેં પણ... ઉચ્ચ અભ્યાસની તમામ સીમાઓ પાર કરી દીધી. વિશ્વના પાંચ દેશોમાં મારી સોફ્ટવેર કમ્પનીઓ છે !

મારી એમ્પ્લોયી આશ્કા વોરા સાથે હું મારી પસન્દગીની જગ્યાએ એટલેકે એક વિશાળ સીબીચ પર બેઠો છું... અને અમાપ સાગરને જોઈ રહ્યો છું ટૂંક સમયમાંજ આશ્કા વોરા બની જશે આશ્કા વત્સલ શાહ ! વિસ્ફારિત નેત્રે તે મારી આંખનું ઊંડાણ માપી રહી છે ! ઘડી વિશાળ જલરાશિ ને તો ઘડી તે મને જોઈ રહી છે !જાણે કે અમારાં બંને વચ્ચે નું સામ્ય તપાસી ન રહી હોય !

3 વર્ષ પછી

"પાપા.... પાપા..... કાલે હું ગાંધી બાપુ બનવાનો ! મમ્મા મને તું ગાંધીબાપુ બનાવીશને ?"

"નો... નો... જસ્ટ સ્ટોપ થીસ નોનસેન્સ ટૉક ! કઈ નથી બનવાનું તારે સમજ્યો ? તું હેત શાહ છે. ધિસ ઈઝ ફેક્ટ ! ઓકે ?"

"અરે વત્સલ ! તું સમજ્યો નહીં. કાલે 26મી જાન્યુઆરીએ આપણા દીકરાની સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન છે. ફેન્સી ડ્રેસ ઓફ નેશનલ હીરોઝ ! એમાં હેત ગાંધીજીનું ડ્રેસિંગ કરશે. "

" કાલે કોઈએ ક્યાંય પણ જવાનું નથી અને કાંઈ કરવાનું નથી. ધિસ ઈઝ માય ઓર્ડર ! ગો અવે... "

"અરે વત્સલ ! તું આજે આટલો ઈરીટેટ કેમ થાય છે ? આટલી નાની વાત ને તું સમજતો કેમ નથી ?"

"ગો અવે ફ્રોમ મી એન્ડ લીવ મી અલોન !"

વત્સલના આવાં વર્તનથી હેત અને આશ્કા બંને ચોંકી ઊઠે છે. હેતને બીજી વાતમાં પરોવીને આશ્કા વત્સલ ને અધખુલ્લાં બારણાંમાંથી નિહાળે છે ! બે ઘૂંટણ વચ્ચે માથું રાખીને વત્સલ સરી પડે છે પોતાનાં ભૂતકાળમાં ! હા..... હા.... 26જાન્યુઆરી 2001.

હેત વળી પાછી એજ રટ લઈને આવે છે.

"મમ્મા..... મારે ગાંધીબાપુ બનવું છે..... પ્લીઝ.... મને બનાવાદે ને ગાંધીબાપુ....... ! પાપાને કેને હા પાડે. "

"હા હા બેટા !હું સમજાવીશ પાપાને. ઓકે. હવે તો ખુશને ?"

આશ્કા વત્સલ પાસે જાય છે અને લઈ જાય છે તેને મનગમતી જગ્યાએ જ્યાં તે વારંવાર જવાનું પસંદ કરે છે... હા તે જ દરિયાકિનારે ! વત્સલ અમાપ જળરાશિને જોઈ રહ્યો છે ! વર્ષો પહેલાનું પાણીનું એક માત્ર ફોરું આજે બની ગયું છે મસ... મોટું મોજું ! પ... ણ.... છતાંયે દર વર્ષે 26જાન્યુઆરી થી ડરી જાય છે ! એક ખૌફ.... એક દુર્ઘટનાની ભીતિ આજે પણ તેને સતાવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational