Bharti Dave

Crime Inspirational

4  

Bharti Dave

Crime Inspirational

ઘેલછા

ઘેલછા

6 mins
286


"સાવ આમજ કોઈની પાછળ ઘેલું થતું હશે કોઈ ? આતે કેવી ઘેલછા ? નિધી. કંઇક તો સમજ મારી દીકરી.હજુ પણ સમય

છે. આમને આમ તું ત્રીસની થઈ.ગયેલી વ્યક્તિ ક્યારેય પાછી નથી આવતી બેટા !"

"મમ્મી ! પ્લીઝ તું હવે મને પરણાવવા સિવાયની બીજી કોઈ વાત કરવાની હોય તો તારી પાસે બેસુ. મોમ મારે તારા ખોળામાં માથું રાખીને થોડી વાર સૂવું છે. અને લીશન મી હી ઇઝ ઓનલી ગો અવે નોટ પાસ અવે ! મીરાંએ કૃષ્ણની દીવાનગીમા આખી જિંદગી વીતાવી અને રાધાનેય ક્યાં મળ્યો છે કૃષ્ણ ? મારી પ્યારી મા ચાલ આજે મને માથે તારો હેતાળવો હાથ ફેરવ અને આપણું ફેવરીટ સોંગ મધુબન ખુશ્બુ દેતા હૈ સંભળાવ."

"અનેરી મારી પરી ! તારી ચિંતામાં અને ચિંતામાં તારા પપ્પા પણ આપણને મુકીને સ્વર્ગે સિધાવ્યા.હવે આમને આમ હું પણ.!"

"પ્લીઝ મોમ. નાઉ સ્ટોપ ધીઝ નોનસેન્સ ટોક ! તારી દરેક વાત કેમ હરી ફરીને મારાં લગ્ન અને તારા આંસુએ જ કેમ આવીને અટકે છે ?"

"મને ફીકર છે તારી.મારાં ભીતરની વેદના આંસુ સ્વરૂપે બહાર આવી જ જાય છે. પણ. જવાદે.તને આ બધું નહી સમજાય.

માની ફિલીંગ સમજવા માટે તારે માતૃત્વ ધારણ કરવું પડે."

નિધી મેટ્રોપોલિટન સિટીની હાઈ કવોલીફાઈડ યુવતી છે. આમ તો ઉંમરમાં ભલે ત્રીસે પહોંચી હોય પણ જોનારને તો

માંડ બાવીસ ત્રેવીસની લાગે. ઊંચી કમાનદાર કાયા.નાક નકશો તો એવાં કે જાણે ઘડવૈયાએ દીલથી ચીતર્યા હોય ! આંખો તો એવી કે જોનારને તેમાં ડૂબકી મારવાનું મન થાય ! તેની આંખોની મસ્તી જોઈને કોઈ પણને કહેવાનું મન થાય.

"સાગર જૈસી આંખો વાલી યે તો બતા તેરા નામ હૈ કયા ?" રૂપ, ગુણ અને બુદ્ધિનો ત્રિવેણી સંગમ એટલે નિધી.શીલાબેન અને મનીષભાઇના બગીચાનું એક માત્ર પુષ્પ એટલે નિધી. ! રૂપિયાની રેલમછેલમા ઉછરેલી નિધિમાં ઘમંડનો એક છાંટોય જોવાં ન મળે.પોતાનાં પપ્પાનો બિઝનેસ સાંભળવાંનો હોવાથી નિધીએ IIM માંથી MBA કરીને પપ્પાની સોફ્ટવેર કંપનીની મેનેજિંગ ડિરેકટર તરીકેની પોસ્ટ સાંભળી લીધી.

મેનેજમેન્ટની તમામ આંટીઘૂંટીથી નિધી સુપેરે પરિચિત હોવાથી તેનાં આવી ગયાં પછી મનીષભાઈએ કંપનીની

ઘણી બધી મહત્વની જવાબદારી નિધીને સોંપી દીધી હતી. આવતી કાલે સિનિયર Q.A.(quality analyst) નાં ઇન્ટરવ્યૂની મહત્વની કામગીરી પણ તેનાં પપ્પાએ તેને સોંપી. આ તેનો પહેલો જ અનુભવ હતો ! વળી પોતે મેનેજમેન્ટની સ્ટુડન્ટ અને Q.A.તો ટેકનીકલ એટલેકે એન્જીનીયરીંગ ફેકલ્ટીમાંથી આવતો હોય.એટલે તેનાં ઇન્ટરવ્યુની માનસિક તૈયારી કરવી પડે. એ બાબતે તેનાં પપ્પા અને કંપનીના પ્રોડક્શન મેનેજર સાથે આજે લંચનુ આયોજન કરવામાં આવ્યું. લંચટાઈમમા નિધીએ તેઓ સાથે ચર્ચા કરીને ઈન્ટરવ્યુ માટેનો આખો પ્રોગ્રામ તૈયાર કર્યો. કારણકે સિનિયર Q.A.ની કંપનીમાં ખુબજ મહત્વની ભૂમિકા હોય છે.

"મે આઈ કમ ઇન મેમ ?"

"યેસસસ. ઑફકોર્સે. !"

વન બાય વન એક પછી એક કેન્ડીડેટ આવે છે અને જાય છે. પણ આ અવાજ સાંભળીને નિધી એકદમ ચોંકી જાય છે ! એવું લાગે છે કે જાણે આ અવાજને તે કેટલાંય વર્ષોથી સાંભળી ન રહી હોય ! ઘેરા પૌરુષેય અવાજમાં જાણે કે નિધી પલભર માટે ખોવાઈ જાય છે. ત્યાં તો એકદમ પોતાની જાતને સંભાળી લીધી નિધિએ.

"આઇ એમ હર્ષિત રાવલ એમ. ઈ.ઇલેક્ટ્રોનિક્સ એન્ડ થ્રી યેર્સ experience ઈન આઈ.ટી. ફિલ્ડ !"

"ગુડ મિસ્ટર હર્ષિત. આ મારો future project છે.મારી કંપની ખુબજ શોર્ટ ટર્મમા આ પ્રોજેક્ટ કઈ રીતે પૂરો કરી શકે ? suggest some best ideas !"

પૂરેપૂરો ઇન્ટરવ્યૂ પ્રેક્ટીકટીકલ હતો.ઓન સ્ક્રીન ! નિધી પહેલી જ વાર આજે કોઈ પુરુષથી આકર્ષાઈ રહી હતી.એક ગજબની હિપનોટાઈઝ પર્સનાલિટી .. જેનાં પ્રતિ નિધી એક અજીબનું ખેંચાણ અનુભવી રહી હતી. વીસ ઉમેદવારોમાંથી હર્ષિતની સિનિયર Q.A.ની પોસ્ટ માટે પસંદગી કરવામાં આવી. મનીષભાઈ ને પણ આ યુવકમા કંઈક વિશેષ ટેલેન્ટ દેખાઈ.તેણે પણ ખૂબ જ ઝડપથી કંપનીમાં પોતાનું સ્થાન સિક્યોર કર્યું. સાથે સાથે નિધિમેમના દિલ પર પણ. ! આમને આમ હર્શિતને એક વર્ષ પણ પૂર્ણ થયું.

મનીષભાઈને પણ હર્ષિત પોતાની નિધી માટે યોગ્ય લાગ્યો.પરંતુ

હજુ સુધી નિધિએ આ બાબતે તેના મમ્મી,પપ્પા કે ખુદ હર્ષિત સાથે

પણ પોતાની ફિલીંગ શેર કરી નહોતી. બે દિવસ પછી નિધીની ચોવિસમી બર્થડે હતી.મનીષભાઈએ વિચાર્યું કે નિધી પોતે હર્ષિત બાબતે શું વિચારે છે તેની જો જાણ થઈ જાય તો તેની બર્થડે પર જ આ રિંગ સેરેમની ગોઠવી દેવાય. ! ત્યાં જ

"સર. સર કોઈ આપણાં સિક્રેટ હેક કરી રહ્યું છે !"

"બટ હાઉ કેન ઈટ પોસીબલ. પંડ્યા ? આપણા બધાં જ પી.સી.માં તો એન્ટી હેકર્ષ પ્રોગ્રામ નાખેલાં છે ને ?"

"બટ સર કોઈએ પહેલાં તેને અનેક્ટિવ કરી દીધાં હોવાં જોઈએ.તો જ આવું બને."

"પણ તમને આ બાબતની જાણ ક્યારે અને કેવી રીતે થઈ ?"

"સર. હર્શિતના આવી ગયાં પછી હું કોઈ પીસી ઓપન કરતો નથી પણ હમણાં જ ઈન્ફોટેક કંપનીને કેટલોક ડેટા દેવાનો હોવાથી મેં જેવું મારું પીસી ઓપન કર્યું કે મને કંઈક ખોટું થઈ રહ્યું છે તેવું લાગ્યું. મેં હર્ષિતને પણ બોલાવ્યો.પરંતુ તે નીધિમેમ સાથે કોઈ બિઝનેસ મિટિંગ લંચ માટે ગયો છે. એટલે મેં મારી રીતે એક બે JE સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે આપણા સિક્રેટ ડેટા હેક થઈ રહ્યાં છે. !"

"તો મિસ્ટર પંડ્યા આપને શું લાગે છે ? આ કોનું કામ હશે ?"

"હજી હું બધી તપાસ કરાવી રહ્યો છું ત્યાં સુધી કોઈને શંકાની નજરે જોવું યોગ્ય નથી. સર પ્લીઝ તમે પણ.. આ વાત તમારાં સુધી જ રાખજો.કોઈને આપણે એલર્ટ કર્યાં વગર જ શોધવાનાં છે."

મનીષભાઈની કંપની માર્કેટમાં ખુબ સારી પોઝિશન પર છે. દરેક એમ્પ્લોયર ખુબ જ પ્રમાણિકતાથી કાર્ય કરે છે.તેનો જ તગડો પગાર પણ તેઓને મળે છે. કેટલીયે કંપનીઓ અહીંના એમ્પ્લોયરને મોટા મોટા પેકેજની ઑફર આપીને ખરીદવાનો પ્રયત્ન કરે છે પણ. આજદિન સુધી કોઈ સફળ થયું નથી. તો પછી આ કોનું કૃત્ય હોઈ શકે ? મનીષભાઈ પણ વિચારતાં થઈ ગયાં ! કોઈ જૂનું તો ન જ હોય. તો શું કોઈ નવો એમ્પ્લોયી ? હર્ષિત પણ હોઈ શકે ! કારણકે આખું IT સેક્શન તે જ તો સાંભળે છે.પણ એવું જાણ્યા વગર તો ન કહી શકાય. !

ત્યાં જ નિધી અને હર્ષિત પણ તેમની ઑફિસમાં પ્રવેશે છે ! "પપ્પા એક ગુડ ન્યૂઝ છે ! તમને પૂછયા વગર મે એક ડિસીઝન

લીધો છે, "વેઇટ માય બેસતી, આઈ એમ બીઝી જસ્ટ ફોર ટૂ મિનીટ."

શું નિધી મને તેનાં હર્ષિત સાથેનાં સંબંધ બાબતના ડિસીઝન અંગે તો કહેવા નહીં માંગતી હોય ને ? પહેલાં મારે હેકર કોણ છે તે જાણવું પડશે.કદાચ હર્ષિત જ હોય તો ?તેઓ સીધાં જ પંડ્યા પાસે પહોંચે છે અને શંકાની સોય હર્ષિત તરફ !

નિધી પણ વિચારમાં પડી જાય છે. પોતાનાં ડેડી પોતાની સાથે વાત કરતાં કેમ અચકાયા ? એવું તો શું કામ હશે પપ્પાને ? પોતાને સાંભળવાનું ટાળીને ચાલ્યાં ગયાં ? આવું વિચારતી પોતાની કેબિનમાં જાય છે.. "અરે આ શું ? હર્ષિત મારી કેબિનમાં ? મારાં પીસી માં શું કરી રહ્યો છે ? " નિધી છુપાઈને જોઈ રહી છે. પણ કંઈ ખ્યાલ આવતો નથી. ત્યાં જ હર્ષિતને

ખ્યાલ આવે છે કે નિધી તેને જોઈ રહી છે.

"નિધી . આઈ એમ રીયલી સોરી ડીઅર ! મેં તારી કંપની એટલે જ જોઇન્ટ કરેલી કે હું તમારાં સિક્રેટ હેક કરીને ઈન્ફોટેકને આપી શકું. બટ આઈ લવ યુ ડીઅર, પ્લ્ઝ મને માફ કરી દઈશ ?"

શું બોલે નિધી. દિલોદિમાગમાં બસ હર્ષિત જ છવાયેલો છે ! તેણે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો પરંતુ પપ્પા માફ કરશે ?

હર્ષિત પોતે જ બધું પહેલાં જેવું જ તેનું સેક્શન ઠીક કરી દઈને ચૂપ ચાપ બે લેટર મૂકીને ચાલ્યો જાય છે.એક નિધિના ટેબલ

પર અને બીજો મનીશભાઈના ટેબલ પર.. !

ચાર ચાર વર્ષના વહાણા વીતી ગયાં પણ નિધી !એક ઘેલછા, એક કસક સાથે જીવન જીવી રહી છે. પ્યાર તો એક વાર

જ થાય બીજી વાર તો લાઇફમાં સમજૂતી થાય.


Rate this content
Log in

Similar gujarati story from Crime