Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Kaushik Dave

Drama Tragedy

1  

Kaushik Dave

Drama Tragedy

રજા

રજા

1 min
394


રાત્રે મનોહરની તબિયત બગડી. બીજા દિવસે સવારે નવ વાગે એમડી ડોક્ટરને ફોન કરી સવારે ૧૧ વાગ્યાની એપોઇન્ટમેન્ટ લીધી અને સાથે સાથે આંખની પણ તકલીફ હોવાથી આંખના ડોક્ટરની એક વાગ્યાની એપોઇન્ટમેન્ટ લીધી. મનોહરને સરકારી નોકરી હતી અને ૨૫ વર્ષથી નોકરી કરતો હતો. તે અન્ય સહકર્મચારીઓ સાથે સહકારથી કામગીરી કરતો હોય છે અને આ નવી ઓફિસમાં આવે છ મહિના થયા હતા. ઓફિસના સમયે મનોહરે સવારે દસ વાગ્યે ફોન કરી સાહેબને આ વિશે વાત કરી. એક સી એલ રજાની મંજુરી લીધી. અગીયાર વાગે ડોક્ટરને બતાવીને જરૂરી ચેકઅપ કરાવી દવાનો કોર્સ ચાલુ કરાવ્યો.. અને પછી આંખના ડોક્ટરને બતાવતા ચશ્માના નંબર ચેક કર્યા તો ચશ્માના નંબર બદલાયેલા માલુમ પડ્યા અને આંખના ટીપાં લખી આપ્યા.. સવાર સુધીમાં દવાના ત્રણ ડોઝ લેતા થોડું સારું લાગતા, મનોહર ઓફિસ સમયે નોકરી પર હાજર થયો. અને એક સિ એલ ની એપ્લિકેશન મુકી અને આ રજા સાહેબે પાસ કરી. અને મનોહર નિયમિત ઓફિસ જતો..આ વાત ને લગભગ એક મહિનો થયો. અને એક દિવસ.. ઉપલી ઓફિસથી મનોહર ને એક મેમો મલ્યો. કારણ વગર પરવાનગી એ રજા પર જવા બાબત અને ગેરશિસ્ત દાખવવા માટે.. સાથે સાથે આ મેમા નો જવાબ દિન ત્રણમાં આપવો..જો મેમા નો જવાબના આપે તો કડક પગલાં લેવામાં આવશે. તેમ લખ્યું હતું.


Rate this content
Log in

More gujarati story from Kaushik Dave

Similar gujarati story from Drama