Kalpesh Patel

Drama

5.0  

Kalpesh Patel

Drama

રિટર્ન ટિકિટ

રિટર્ન ટિકિટ

5 mins
1.8K


કાશીની અંધારી ગલીઓમાં એ અટવાઈ ગઈ. અહીં વૈકુંઠધામ અને ચિત્રકૂટ આવાસ , બાંકે-બિહારીધામ અને રાધેય ધર્મશાળા નજરે પડ્યા , પણ રૂક્ષમણી ધામ નજરે પડતું નહતું  . પથ્થર જડેલી ભીની  ગલીઓ અત્યંત સાંકડી, તેમાં બંધ ઝરૂખાઑ દીવાલોમાંથી બહાર ગુમડા જેવા ડોકાતા હતા . ખુલ્લી ગટરનું  ગંદું પાણી ગમે ત્યાંથી પગ પાસે ફૂટી નીકળતું હતું. સતત  સાડી સહેજ ઊંચી પકડી, આંખોને પણ ચારેકોર ફરકી , રૂક્ષમણી ધામ શોધવાનો હવે થાક તો લાગ્યો જ હતો. વધારામાં આવી સાંકડી ગલીઓમાં પાછી એકલદોકલ ભટકાતી  ગાયો ભીડ વધારતી હતી . આવી જગ્યાએ શ્વાસ રોકીને, ભીંતે ચોંટીને રસ્તો પસાર કરવો મુશ્કેલ બનતો હતો . સામેથી એક માયકાંગલો જનોઈ ધારી બ્રાહ્મણ ખુલા ડીલે કશુંક અસ્પષ્ટ બબડતો આવી રહ્યો હતો. એણે મારા કપાળે હર હર ભોલે કહેતા ચંદનનો લપેડો કર્યો અને ડાબી બગલમાં ગેરુ કલરનો  થેલો ચપાઇને દબાવી રાખી  દક્ષિણા માટે હાથ લંબાવ્યો,  એ વધારે નજીક આવે તે પહેલા, મે દસ નો સિક્કો તેના હાથમાં મૂક્યો , તરત જ બોલી પડી, 'રૂક્ષમણી ધામ?'

એણે ડાબી બાજુની ગલી તરફ આંગળી બતાવી. ઇશારતથી સમજાવ્યું, 'પતરા વાળું મકાન છે. પહેલાં આ ગલીઓની ગૂંચમાંથી બહાર નીકળવાનું, પછી બીજી એવી જ ગૂંચમાં પેસી જવાનું. તેમાં ડાબી  તરફથી બીજી  ગલીના નાકે પહેલું મકાન. બડા હૈ, એમ કહ્યું એટલે ગફલત ન થવી જોઈએ. જે દિશામાં સાંકડી જરાતરા પ્રકાશવાળી ગલીમાંએ આગળ વધી, છેવટે માંડમાંડ, પૂછીપૂછીને, અથડાઈ-કુટાઈને, આ ભુલભુલામણીમાંથી ઇચ્છિત મુકામે પહોચી શકી.

રૂક્ષમણી ધામમાં પ્રવેશ કરતાં પહેલાં, એણે બાહર ઊભા રહી  મન ભરીને શ્વાસ લીધો , રખેને  અંદર ચોખ્ખી  હવા ના હોય !  ગણીગણીને એ ગલીમાં વળી, અને બરાબર પહેલા મકાન પાસે થોભી. જંગ જીતના આનદ સાથે એટલી રાહત લાગી કે ઓટલા પર જ પગ લાંબા કરીને બેસી પડવાનું મન થઈ આવ્યું. ઓટલો પાછો સરસ હતો, સફેદ આરસનો અને ઠંડોગાર. અર્ધગોળ તકતી પર "રૂક્ષમણી ધામ" નામ પણ વાંચી લીધું. હવે વાંધો નહીં. આમાં જીવકોરબા જરૂર મળી જશે. યોગ્ય ઠેકાણે છે, એટલે અંદર જઈને પૂછતાંવેંત બા જરૂર દોડી આવશે કદાચ. વિચારવાયુમાં એણે બેલ માર્યો .....અને આવાસનો દરવાજો ખૂલે તેની રાહ જોતાં ..જોતાં  એ વિચારે ચડી..

કુટુંબમાં તે મોહિની, જીવકોર તેની દાદી ,બીજા કુટુંબી, દાદા, માં અને બાપા  કાળક્રમે ગમ્ખ્વાર હવાઈ અકસ્માતમાં ખપી ગયેલા. પણ દાદી જીવકોરે ચારે કોરની મુસીબતોનો સામનો કરી ખાનદાની વેપારની ધુરા હાથમાં લઈ એને મોટી કરી અને આઈઆઈએમ  અમદાવાદથી એમબીએની પદવી યોગ્ય બનાવી . વેપારની ધુરા , સોંપી  હવે છેલા ત્રણ વરસથી પ્રભુ ભજનમાં સમય વ્યથિત કરતાં હતા . તેમાં ગયા મહિને બાના ગળે થયેલ ગુમડાંની સારવાર દરમ્યાન બાયપ્સીમાં આવેલ ગળાનાં કેન્સરનો  પોજિટિવ રિપોર્ટનાં અંતે એવું નિદાન થયું કે , થર્ડ સ્ટેજ કેન્સરની જપેટમાંમાં અન્નનળી આવી ગયેલી હોઇ હવે દવાથી ઈલાજ શક્ય નથી . જીવકોરબાએ  તેમની  બીમારીના સમય દરમ્યાન શરીરની નબળાઈને તટસ્થભાવે મુલવી ઉપચારના સૂચિત  પ્રયત્નોને  બિન આવશ્યક ગણી , શરીરને તેનો ધર્મ નિભાવવા આગ્રહિત હતા. તેઓએ  મૃત્યુને સમીપ ખડું ભાળ્યું  હોવા છતાં તેમને ચૈઇતીક અને  માનસિક સબળતા તેમજ ઇંદ્રિયોની પ્રસન્નતા  જાળવી હતી. "વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય" ભગવદ ગીતાનો સંદેશ આત્મસાધ કરી ચૂકેલા બાએ ,તેઓના અંતિમ તબ્બ્કાને સહજતાથી સ્વીકારાતા , જીંદગીનો આખરી પડાવ કાશી મુકામે ગંગા તટે આવેલ માણિકર્ણિકા ઘાટ પાસે વીતાવાનું  નક્કી કરી અંહી "રૂક્ષમણી ધામ" ખાતે રહી હરિભજન કરતાં હતા.         

કિચૂડાટ કરતું આવાસની બારણું ખૂલ્યું અને એ ની વિચાર યાત્રા અટકી . સામે ઊભેલી બાઈને કહ્યું ,મારે જીવકોર દીવાનને મળવું છે , તેઓને માટે અગત્યનો સંદેશ છે , રૂબરૂમાં મળી કહેવાનો છે. હું તેમની પૌત્રી છું . દરવાજો ખોલનાર સ્ત્રીએ  ઇશારાથી ચંપલ કાઢીને અંદર આવી જવા કીધું . ઓસરીમાં ઊભેલી એક કરડા ચહેરાવળી આધેડ મહિલાએ થેલી પણ બહાર જ રખાવી. કોઈ કારણસર નિયમ હશે એવો. દાખલ થઈ કે તરત થોડા તુલસીક્યારા આંખ સામે જ આવી ગયા. બે ઉંદર બળી ગયેલી દિવેટની ખેંચાખેંચમાં બખડતા હતા. જમણી તરફ મંજીરાં અને તબલાં પર ઠોકઠાકથી કંઈ ભજનકીર્તનની તૈયારી થતી હોય એવું લાગ્યું. પેલા કરડા ચહેરાની દોરવણી મુજબ એ જમણી તરફ ફંટાઈ.

બેગ  બિસ્તરો જેવુ નથી ,'રોકાવાનાં લાગતા નથી?' સવાલ અને જવાબ બંને એણેજ આપ્યા . પણ મોહીનીએ ઉત્તર આપતા વધુમાં જણાવ્યુ ....'ના, રિટર્ન ટિકિટ કન્ફર્મ છે, અત્યારે બાને મળી , પછી  જઈશ,  ફરી કોઈ વાર મેળ પડશે તો પાછી આવીશ. પણ હા મારે ડોનેશન લખાવવાનું છે, લો આ ચેક  જમા લઈ લેશો .  એને થયું એ અમસ્તી જ બોલ્યે જતી હતી. રસ્તો દોરવણી આપતી મહિલાએ , છ આંકડાનો "રૂક્ષમણી ધામ"નાં નામે લખેલ ચેક જોયો , હવે તેની ચાલ હળવી અને ચહેરા ઉપરની રેખાઓ સૌમ્ય બની ગયી હતી .

ઓસરી વટાવી ચોકનું  પગથિયુ  ઊતરી ડાબી તરફ હૉલ તરફ   ફંટાવાનું થયું ત્યારે એણે જરા પાછળ જોઈ લીધું. ઓટલે હજી સફેદ રંગ સહેજસહેજ ફરફરતો હતો. એ હવે હોલમાં આવી ચૂકી હતી, અને પેલી બાઈ ચેક લઈ પછી જઇ ચૂકી હતી .  એક મોટા ખંડમાં શેતરંજી પર ગેરુ રંગનાં નાનાંમોટાં ટપકાં ગોઠવાયાં હતાં. એણે ચશ્માં સરખાં કર્યાં. કોઈ ઘટ્ટ અવાજે 'શ્રીકૃષ્ણ શરણં મમ્‌થી શરૂઆત કરી. તાળીઓનો અવાજ કાનમાં તમરા બોલતો હોય તેવો વાગી ધાક પડતો હતો. મોટા અવાજમાં  બધું સંભળાતું જ બંધ થઈ ગયું. આવામાં જીવકોરબા ક્યાં બેઠા છે તે ને પૂછવું તે ખબર પડી નહીં. ખૂબ તરસ લાગી હતી. એણે પાછળ જઈ રસોડું શોધી કાઢ્યું. મોટા મોટા ચૂલા પાસે ધુમાડીમાં મહિલા કાર્યકર્તા કડછા-તબેથા ફેરવતા હતા. એણે પાણી માંગી પી લીધું.  એકાદ બાઈને જીવકોરબા ક્યાં હશે તે પણ પૂછી લીધું. 'વો સોનેરી ચસમે વાલી બાઈ અમદાવાદ સે આઈ હૈ,' એકે બીજીને કહ્યું. તો કોઈક ઓળખતું હતું જીવકોરબાને . તે બોલી 'આવો  મેરે પીછે.'વો ઉપરવાલે કામરેમે ઠહરી હુઈ હૈ...

દાદર નજીક ખૂણામાં વ્યાસ પીઠ ઉયપ બિરાજેલ કેશવિહીન મસ્તક નીચી મુંડીએ  માળાના મણકા  ગણી રહેલું હતું. તેને પહેરેલી સાડીનો રંગ જો સફેદ  ન હોય તો શ્યામ વર્ણવાળી બાઈ અંધારામા  ભળી ગરકાવ થઈ જાય તેવું હતું . એક ખૂણે હાર્મોનિયમ પર એક  નાની  છોકરી, કોઈ  ભજન બેસાડવા મથતી હતી. ખોટા સૂર પર આંગળી પડતાં એને હસવું આવી જતું. ચમેલી , ચલો ફૂલઘર મેં…દાતા માટે માલા બનાવવાની  છે. એ એકદમ ઠેકડો મારીને ઊભી થઈ, ચણિયા ચોળી સરખી કરી પછી જરા આમતેમ જોઈ ઠાવકી ચાલે અંદરના રૂમમાં ખોવાઈ ગઈ.

પહેલેમાળે આવેલી એક નાની ઓરડીમાં એ દાખલ થઈ. અગરબત્તી, ફોટાઓ અને તરભાણામાં લાલજી બિરાજેલા હતા, પાસે આસન  માળા, ચોપડીઓ, એક ખૂણે માટલી, બાજુમાં કાંસકો. એ આસપાસ જોતી રહી. અહીંથી નીચેનો ભજન ખંડ દેખાતો હતો. થોડી વાર ભોજનનો બેલ પડ્યો અને  પછી ફર્શ પરથી ભજન મંડળી ઉઠી, રસોડે પહોચી  . એને થયું હમણાં બા આવશે. બાની થાળી અને બા સાથે રૂમમાં આવ્યા , એને જોતવેટ ભાવ વિભોર બની ગયા. અરે મોહીની  એકદમ . ના ફોન  ના ખબર , બધુ બરબારતો છે ને ?

 હા,  બા બધુ બરાબર છે , હું તમને ખુશ ખબર આપવા આવી હું ! ડોક્ટર સુમતિ ભાઇનો ફોન હતો , કે બાને કેન્સર નથી , રિપોર્ટ નો સેમ્પલ નંબર બદલાઈ ગયો હોવાથી ગફલત થઈ હતી, બા ચાલો આપણે ઘેર , હું તમારી પણ  કન્ફર્મ રિટર્ન ટિકિટ લઈને આવી છું .

અરે ઘેલી , આમ ઘેલા ના કાઢ , મને અંહી ગોઠી ગયું છે , અને હવે તો આ દનડાંની રિટન ટિકિટ વાપરવાનો ટાઈમ આવ્યો છે... પણ હા તું પહેલા કઈ ખાઈ લે , અંહી રસોઈ બહુ ચટાકેદાર બને છે. કહેતા જીવકોર બા એ બારીએથી હાંક પાડી એક બીજી થાળી મંગાવી. બંને સાથે  જમ્યા અને પછી તૃપ્તિના ઓડકાર સાથે  મોહિની બાના ખોળે માથું ટેકવી સૂઈ ગઈ .. ઓફીસેથી બાઈ ડોનેશનની પહોચ લઈ  અને બહુમાન માટે ગલગોટાનો હાર લઈ આવી ત્યારે બાએ મોહિની ને ઢંઢોળી, પણ એ ઉઠી જ નહીં ! કાશી મુકામે  મોહિનીનાં દનડાંની રિટન ટિકિટ  અકાળે કન્ફર્મ થતાં , અત્યારે વાપરવાનો ટાઈમ આવી ગયો હતો !!!  


Rate this content
Log in

Similar gujarati story from Drama