Jyotindra Mehta

Drama Fantasy Thriller

4  

Jyotindra Mehta

Drama Fantasy Thriller

રાવણોહ્મ ભાગ ૮

રાવણોહ્મ ભાગ ૮

5 mins
220


       કાદરભાઈએ કહ્યું સરને ફોલો કરજે તેમને કદાચ આપણી મદદની જરૂર પડે. જે ગાડીમાં તું સર ને અહીં લાવ્યો તે તું ત્યાંજ મૂકી દે, હમણાં એક ગાડી ત્યાં પહોંચશે તેમાં સાગર અને વિમલ છે તેમને પણ સાથે લઇ જા એટલું કહીને કાદરભાઈએ ફોન મૂકે દીધો. થોડીવારમાં ત્યાં સાગર અને વિમલ ત્યાં આવ્યા, જસવંત તે ગાડીમાં બેસી ગયો અને કહ્યું ગોવા હાઇવે પર લઇ લે. સાગરે પૂછ્યું કામ શું છે ? જસવંતે કહ્યું સોમ સર ને બેક અપ આપવાનું. સાગરે કહ્યું તેમને બેક અપ ની જરૂર પડશે તેઓ તો પોતે વન મેન આર્મી છે. જસવંતે કહ્યું કે મને પણ લાગતું નથી કે તેમને આપણા સપોર્ટ ની જરૂર પડશે પણ કાદરભાઈએ કહ્યું છે કદાચ જરૂર પડે. પછી કોઈએ પ્રશ્ન ન કર્યો. પાંચ કલાક ને અંતે ટ્રેકરે બતાવ્યું કે ગાડી કાચે રસ્તે વળી ગઈ છે એટલે સાગરે ગાડી તે રસ્તા પર લીધી. આગળ જઈને જોયું તો કોઈ બીજી જ ગાડી ત્યાં ઉભી હતી અને ટ્રેકર તે ગાડી પર લગાવેલું હતું. જસવંતે કહ્યું કે સોમ સર એમને એમ ગુરુ નથી કહેવાતા.


      જસવંત ભૂતકાળમાં સારી પડ્યો તે ૧૦ વરસ નો હતો ત્યારે તે રસ્તા પર બાજીગરી ના ખેલ કરતો હતો તે વખતે સોમની નજર તેના પર પડી હતી અને સોમે તેને કાદરભાઈ ને સોંપ્યો હતો અને તેને તાંત્રિક બનાવ્યો. કાદરભાઈ પાસે તેના જેવા બીજા ૧૫ યુવાનો હતા જે તાંત્રિકવિધિનું કામ કરતા હતા. કાદરભાઈનું ગ્રુપ સોમના ઈશારે કામ કરતુ હતું. તેઓ જ્યાં પણ કાળી શક્તિઓનો પ્રભાવ દેખાતો ત્યાં જઈને તાંત્રિક વિધિ કરીને દૂર કરતા. કાદરભાઈ આખા ગ્રુપના ગુરુ હતા તો સોમ સર ગુરુના પણ ગુરુ હતા. સોમે તેને અને બાકી યુવાનોને ગુપ્તવિદ્યાઓ અને ઇંદ્રજાલની રચના વિષે શિક્ષા આપી હતી. કાદરભાઈ અને તેમનું ગ્રુપ ખુબ ગુપ્તતાથી કામ કરતુ, જેને ફાયદો થતો તેને ખબર પણ ન પડતી કે કામ કોણે કર્યું. આખા ગ્રુપ નો એકજ સિદ્ધાંત હતો નિ:સ્વાર્થ સેવા. પૈસા તો તેમને જે નોકરી કરતા તેમાંથી મળી જતા બાકી વખતમાં સેવાનું કામ કરતા. જસવંત ને લાગ્યું હતું કે આજે મોકો છે સરની મદદ કરવાનો પણ બાજી હાથમાંથી સરી ગઈ હતી.


      સમાધિમાં રહેલા નર્મદાશંકરે આંખો ખોલી. તે ચિંતિત હતો તેણે માતાને આવાહન કર્યું. માતાના આવ્યા પછી કહ્યું માતા મને ખબર નથી પડતી હું કોઈ પણ ચાલ શરુ કરું તેના પહેલા સોમ ને અહીં કોણે બોલાવ્યો ? મારી લગભગ બધા પર નજર છે પણ કોઈ એક વ્યક્તિ છે જે મારી નજરથી બહાર રહી જાય છે, હું તેના સુધી પહોંચી શકતો નથી આપ તેનો ખુલાસો કરો. માટે કહ્યું હા એક વ્યક્તિ છે ખરી પણ તે વિષે હું પણ તારા જેટલીજ અજાણ છું ફક્ત એટલું કહી શકું કે તે મારાથી પણ મોટી શક્તિ છે જેણે સોમને અહીં બોલાવ્યો છે. હવે તારો નિર્ણય શું છે ? નર્મદાશંકરે કહ્યું હવે આવે છે તો આવવા દો તેને મારી શક્તિ નો પરચો તો બતાવવો પડશે. માતા એ કહ્યું મેં તને શું કહ્યું તે સાંભળ્યું નહિ સોમ ને બોલાવનાર શક્તિ મારાથી પણ મોટી છે એટલે અત્યારે યોગ્ય સમય નથી. નર્મદાશંકરે કહ્યું મેં શક્તિનો પરચો આપવાની વાત કરી છે યુદ્ધ ની નહિ અને હું જટાશંકર જેવા અતિઆત્મવિશ્વાસમાં નથી રાચતો. જ્યાં સુધી તે મદદગાર શક્તિની ઓળખ નહિ ત્યાં સુધી હું સોમ ની સામે નહિ જાઉં, પણ મારી શક્તિ નો પરિચય તો અત્યારે આપીનેજ રહીશ.


   એટલું કહીને તે અટપટા મંત્રોનું ઉચ્ચારણ કરતો રહ્યો, લગભગ એક કલાક પછી ત્યારે એક પ્રકાશિત ઘડો ઉત્પન્ન થયો પછી તે એક પછી એક મંત્રો બોલીને જુદી જુદી શક્તિઓને તે ઘડામાં ભરતો ગયો પછી તેણે માતાની મૂર્તિ તે ઘડામાં મૂકી અને એક મંત્ર બોલીને ઘડો અદ્રશ્ય કરી દીધો. તેણે હજી મંત્રોનું રટણ ચાલુ રાખ્યું અને ત્યાં રાખેલા જુદા જુદા પૂતળાંઓના હૃદયસ્થાન પર હાથ રાખતો ગયો એટલે એક પછી એક મૂર્તિ જીવંત થઇ ગઈ. થોડા સમય પછી ત્યાં ૧૦૦ મૂર્તિઓ જીવંત થઇ ગઈ હતી. નર્મદાશંકરે કહ્યું મારા શુરવીરો રાવણ અહીં આવી રહ્યો છે તે અહીંથી જીવંત જવો ન જોઈએ તેનો વધ કરો. મુર્તિઓએ હુંકાર ભર્યો અને એક પછી એક ગુફામાંથી અદ્રશ્ય થઇ ગઈ. નર્મદાશંકર શાંતિથી તે દ્રશ્ય જોઈ રહ્યો હતો તેના ચેહરા પર કોઈ જાતના ભાવ ન હતા.


        આ તરફ સોમ ચાલતો ચાલતો વડ નજીક પહોંચ્યો. અહીં સુધી ગાડી પહોંચી શકવાની ન હોવાથી તેણે જંગલની તળેટીમાં ઉભી રાખી હતી. વડની નજીક કોઈ પણ ઝૂંપડી ન હોવાથી તે અસમંજસ પણ પડી ગયો. હાથમાં રહેલી બેગમાંથી તેણે એક પોટલી કાઢી અને મંત્રો નું રટણ શરુ કર્યું અને ધીમે ધીમે તેમનું દ્રવ્ય હવામાં ઉડાડવા લાગ્યો. હવામાં તે દ્રવ્ય નો રંગ બદલાઈ ગયો એટલે સોમ સમજી ગયો કે અહીં કાલી શક્તિઓનો વાસ છે ત્યાંજ પાછળથી તેની પીઠ પર વાર થયો. અચાનક વાર થવાથી સોમ ગડથોલિયું ખાઈ ગયો પણ રબર ના ઢીંગલા ની જેમ ઉછળીને ઉભો થઇ ગયો અને મંત્ર બોલીને માથું ધુણાવ્યું એટલે તેનું રૂપ બદલાઈ ગયું. હવે તેની ઊંચાઈ ૬ ઇંચ જેટલી વધી ગઈ હતી અને ભુજાઓ ફૂલી ગઈ હતી, એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ગદા આવી ગઈ હતી. પાછળ ફરીને જોયું તો ત્યાં કોઈ નહોતું. થોડી ક્ષણો વીતી ત્યાં ફરી તેની પીઠ પર વાર થયો પણ આ વખતે સાવધ હોવાથી તે પડ્યો નહિ તેણે તલવાર પાછળની તરફ વીંઝી એટલે એક હાથ કપાઈને પડ્યો ફરી પાછળ વાળ્યો એટલે ત્યાં કોઈ નહોતું. તેણે કપાયેલા હાથ તરફ જોયું તે માટીનો હતો એટલે સમજી ગયો કે કોઈએ મૂર્તિઓ જીવંત કરી છે. હવે તે સાવધાની પૂર્વક બધી જગ્યાએ ફરવા લાગ્યો. તેણે મનમાં વિચાર કર્યો કે કાશ જસવંત ને સાથે લાવ્યો હોત તો તે ઉપયોગી થઇ પડ્યો હોત. તે ધીમા ધીમા સ્વરે મંત્ર બોલવા લાગ્યો એટલે તે આજુબાજુ સુરક્ષા કવચ ઉભું થવા લાગ્યું એટલામાં એક વંટોળ ઉભું થયું અને દૂર સુધી ફેંકાઈ ગયો. સોમ ક્રોધિત થઇ ગયો તેણે ફરી મંત્રોનું રટણ શરૂ કર્યું અને તેના શરીરમાંથી જ્વાળાઓ નીકળવા લાગી અને આજુબાજુના વૃક્ષો સળગવા લાગ્યા. દૂર થી કોઈ જુએ તો એમ લાગે કે તે કોઈ અગ્નિમાનવ છે. ઘણીબધી ચીસો તેને સંભળાઈ. થોડીવારમાં આગ પર પાણી પાડવાનું શરુ શરુ થયું અને આગ બુઝાઈ ગઈ. સોમે આગળ જઈને જોયું તો ઘણી બધી મૂર્તિઓ બળીને કાળી પડી ગઈ હતી. પણ અચાનક બધી દિશાઓમાંથી તેના પર ગદાથી પ્રહાર થવા લાગ્યા. તે એક વાર રોકતો તો ત્રણ પ્રહાર તેના શરીર પર પડતા. તેણે પોતાની ગદા ઉપાડીને ગોળ ગોળ ફેરવવાનું શરુ કર્યું પણ મૂર્તિઓ ઓછી થતી નહોતી. સોમ ત્રાસી ગયો તેના પર થનારા વાર થી. તેને ખબર જ ન પડતી હતી કે કઈ મૂર્તિ સાથે લડવું તેનું શરીર જાણે પંચિંગ બેગ હોય તેમ તેના પર વાર થતા હતા. તે જે મૂર્તિ પર વાર કરતો તે પડતી અને ત્યાંથી બે મૂર્તિઓ ઉભી થતી હતી.  


Rate this content
Log in

Similar gujarati story from Drama