Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Jyotindra Mehta

Drama Thriller


4  

Jyotindra Mehta

Drama Thriller


રાવણોહ્મ ભાગ ૬

રાવણોહ્મ ભાગ ૬

5 mins 720 5 mins 720

બીજે દિવસે સોમ ઉઠ્યો ત્યાંજ તેમનો નોકર ગિરધારી બેડરૂમમાં આવ્યો તેણે કહ્યું ઇન્સ્પેક્ટર સાહેબ આવ્યા છે. પાયલ તે વખતે બાથરૂમમાંથી બહાર આવી રહી હતી. તેણે કહ્યું સવારે સવારે ઇન્સ્પેક્ટર લાગે છે આજનો દિવસ બગડશે. સોમે ગિરધારીને કહ્યું તેમને ચાપાણી કરાવ હું ૧૫ મિનિટમાં તૈયાર થઈને આવું છું. ગિરધારી ભલે સાહેબ કહીને નીકળી ગયો. ૧૫ મિનિટ પછી સોમ અને પાયલ કુલકર્ણીની સામે બેસેલા હતા. સોમે પૂછ્યું શું કામ પડ્યું ઇન્સ્પેક્ટર સાહેબ ? કુલકર્ણીએ કહ્યું આજે આપનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ એટલે કે નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરવાનો છે. સોમે કહ્યું પણ મારે આજે જરૂરી કામ છે બે દિવસ પછી નહિ ચાલે ? ઈન્સ્પેક્ટરે કહ્યું જો મેં કોર્ટમાંથી તારીખ ન લીધી હોત તો ચાલી ગયું હોત પણ આ કેમિકલ ટેસ્ટ છે એટલે ડૉક્ટર અને સાઈક્રિયાટિસ્ટની પણ અપોઈન્ટમેન્ટ લીધી છે. આ ટેસ્ટ માં ડૉક્ટર થોડું કેમિકલ ઈન્જેક્ટ કરશે અને હું થોડા પ્રશ્ન પૂછીશ બસ એટલુંજ. કેમિકલ ટેસ્ટનું નામ સાંભળીને સોમના પેટમાં ફાળ પડી કે રખે કઈ બોલાઈ જાય તો તો તેની હકીકત બહાર આવી જશે.


             પાયલે કહ્યું પણ તમારે અમને પહેલા ઇન્ફોર્મ કરવું જોઈએને અને કદાચ ડૉક્ટર વધારે ડૉઝ આપી દે અને સોમને કઈ નુકસાન થાય તો ? ઈન્સ્પેક્ટરે કહ્યું આવું કદી થયું તો નથી છતાં આપ ઇચ્છતા હો તો આપણા ફેમિલી ડૉક્ટર ને સાથે રાખી શકો છો અને વકીલને પણ અને જ્યાં સુધી પ્રિ ઇન્ફોરમેશનની વાત છે તો તેજ કરવા આવ્યો છું. ટેસ્ટ સાંજે છે, અત્યારે તો હું કહેવા આવ્યો છું કે કોઈ પ્રોગ્રામ હોય તો વહેલો પતાવે અથવા પછીથી કરે. સાંજે ૬ વાગે હોસ્પિટલમાં મળીશું એમ કહીને ઇન્સ્પેક્ટર નીકળી ગયો. ઈન્સ્પેક્ટરના ગયા પછી પાયલે સોમ ને પૂછ્યું હું અત્યારે ઓફિસ જાઉં છું સાંજે વહેલી આવી જઈશ. હું ડૉક્ટર બુદ્ધે ને ફોન કરી દઉં છું અને જોબનપુત્રાને પણ. સોમે કહ્યું ઠીક છે. સોમ કુલકર્ણીને કોસી રહ્યો હતો થોડો મોડો આવ્યો હોત તો નિલીમાને છોડાવવા નીકળી ગયો હોત, ઠીક છે કાલે જઈશ.


   સોમે આસિસ્ટન્ટ ને ફોન કરીને રેકોર્ડિંગનું કામ આગળ ધપાવવા કહ્યું અને તે પોતાની લાઈબ્રેરીમાં ઘુસી ગયો. એક જૂની પેટી કાઢી અને તેમાંથી એક પુસ્તક કાઢીને વાંચવા લાગ્યો અને તે દરમ્યાન તેણે એક બે કૉલ કર્યા. એક બે કલાક પછી તે લાઇબ્રેરીમાંથી બહાર આવ્યો તેના ચેહરા પર સંતોષના ભાવ હતા તે હવે તૈયાર હતો ટેસ્ટ માટે.

  પાંચ વાગે પાયલ તેના સેક્રેટરી શુક્લા સાથે આવી ગઈ હતી પછી તેઓ હોસ્પિટલ જવા નીકળ્યા. જેવા તે કારમાંથી ઉતર્યા કેમેરાના ફ્લેશ ઑન થઇ ગયા. પત્રકારોનું મોટું ટોળું ત્યાં ઉભું હતું. સોમને માઈક પકડેલા પત્રકારોએ ઘેરી લીધો. એક પત્રકારે સોમ ને પૂછ્યું શું આપે આપણી સિંગર્સ પર રેપ કર્યો હતો ? આવા પ્રશ્ન થી સોમ થોડીવાર માટે ડઘાઈ ગયો પણ તેજ વખતે પાયલ આગળ આવી તેણે કહ્યું આરોપ તો કોઈ પણ લગાવી શકે અને સોમ નિર્દોષ છે, તેથી નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે તૈયાર થયો છે, આપ પેલી સિંગરોને પૂછો શું તેઓ પણ ટેસ્ટ આપવા તૈયાર છે ? મને લાગે છે કોઈ સોમ ને ફસાવવા માંગે છે. તે પત્રકારે પૂછ્યું આપને કોના પર શક છે ? પાયલે કહ્યું તે કોઈ પણ હોઈ શકે આપ કે આપની ચેનલ પણ હોઈ શકે. એક વખત સોમે આપની ચેનલના પ્રોગ્રામમાં આવવાની ના પડી હતી એટલે ? હવે થોથવાવાનો વારો પત્રકારનો હતો. તેણે કહ્યું ના ના એવું નથી. પાયલે કહ્યું ચીલ યાર પણ હું કહેવા માંગતી હતી કે પોલીસ અને કોર્ટ ને તેમનું કામ કરવા દો. તમે મીડિયા ટ્રાયલ ચલાવવાનું બંધ કરો. આવા સણસણતા જવાબ થી પત્રકારો પાછા પડ્યા અને ત્રણેય જણા હોસ્પિટલમાં પ્રવેશી ગયા. તેમના હોસ્પિટલમાં પ્રવેશવાનું દ્રશ્ય એક વ્યક્તિ દૂરથી જોઈ રહી હતી. તેણે કોઈને ફોન કર્યો અને કહ્યું તે લોકો હોસ્પિટલમાં પહોંચી ગયા છે હવે શું કરવાનું છું. સામેથી તેને સૂચનાઓ મળી એટલે તે ધીરે ધીરે સીટી વગાડતો હોસ્પિટલમાં પ્રવેશી ગયો અને એક વોર્ડબોય પાસે ગયો.


   આનંદ કુલકર્ણી તેમની રાહ જોઈ રહ્યો હતો તે સોમને એક રૂમ માં લઇ ગયો ત્યાં ત્રણ ડૉક્ટર અને એક વ્યક્તિ હાજર હતી અને તેમની પાછળ ડૉક્ટર બુદ્ધે અને જોબનપુત્રા પણ આવી ગયા. કુલકર્ણીએ ત્રણેય ડોક્ટરોની ઓળખાણ કરાવી અને ચોથી વ્યક્તિની ઓળખાણ કરાવતા કહ્યું કે આ છે ડોક્ટર ઝા. આ સાયક્રિયાટિસ્ટ છે જે આ ટેસ્ટ પછી આપનું મનોવિશ્લેષણ કરશે. આ ડૉક્ટર ની પેનલ આપને ટ્રુથ સીરમ કહેવાતું સોડિયમ થાયોપૅન્ટલ નામનું કેમિકલ ઈન્જેક્ટ કરશે અને પછી હું સવાલો પૂછીશ અને જો આ ડૉક્ટરો અને આપના ડૉક્ટર ને લાગશે કે આ કેમિકલ તમારી ઉપર ખરાબ અસર કરી રહ્યું છે તો તમને એન્ટીડોટ આપી દેવામાં આવશે. પછી પાયલ અને જોબનપુત્રા સામે ફરીને પૂછ્યું આપને કોઈ આપત્તિ તો નથી ને ? પાયલે પોતાનું માથું હકારમાં હલાવ્યું અને કહ્યું નો પ્રોબ્લેમ. એટલામાં એક વોર્ડબોય ત્યાં ટ્રે લઈને હાજર થયો. ડોક્ટરે તેની તરફ જોયું અને પૂછ્યું સાથે ક્યાં છે ? તે વોર્ડબોયે કહ્યું વોર્ડ નંબર ૨૨ ના પેશન્ટ ને તકલીફ હતી એટલે ત્યાં ગયો. ડોક્ટરે પોતાના હાથમાં સિરીંજ ઉપાડી અને શુક્લા તરફ જોયું તેણે કોઈ ઈશારો કર્યો એટલે એક વાયલ ઉપાડી અને તેમાંથી કેમિકલ ભરીને સોમના બાવડામાં ઇન્જેક્શન આપ્યું.   

 

     સોમે પોતાની આંખો બંધ કરી દીધી તેને આખું જગત ગોળ ગોળ ફરતું લાગ્યું જાણે તેણે કોઈ નશો કર્યો હોય. તેણે આંખો ખોલીને પાયલ તરફ જોયું , તે જગતસુંદરી ભાસી રહી હતી તેના માથે તાજ દેખાઈ રહ્યો હતો. સોમે આંખો બંધ કરીને ધ્યાન લગાવવાની કોશીશ કરી પણ જાણે તે હવસ ખોઈ બેઠો હતો. તેને બધી જગ્યાએ જુદા જુદા રંગો દેખાતા હતા. તેણે પોતાના શ્વાસ ને કાબુ કરવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. તેણે પોતાના હાથ પગ હલાવવાનો પ્રયત્ન કર્યો પણ હલાવી શક્યો નહિ. હવે તેના મગજમાં તરંગોનું સ્થાન ક્રોધે લઇ લીધું હતું. ત્યાંજ તેને કુલકર્ણીનો અવાજ સંભળાયો આર યુ ઓકે સંગીતસોમ સર? સોમ થોડો સતર્ક થઇ ગયો તેણે પોતાના ઉપર કાબુ મેળવ્યો અને કહ્યું હા ઠીક છું. સોમને પોતાનો અવાજ પણ અજાણ્યો લાગ્યો.


કુલકર્ણીએ કહ્યું સર શું આપ પાયલ મલ્હોત્રા , સરિતા પાટીલ , રીના બત્રા અને સાયલી પવાર ને ઓળખો છો ? 

સોમે કહ્યું હા હું તેમને ઓળખું છું.

કુલકર્ણીએ પૂછ્યું કેવી રીતે ? સોમે કહ્યું તેમણે મારા માટે ગીતો ગાયા છે.

કુલકર્ણી : તેમની પ્રતિભા વિષે શું કહેવું છે આપનું ?

સોમ : રીના અને સરિતા નો અવાજ લોકગીતો માટે સારો છે અદ્દલ ઈલા અરુણ જેવો પણ ગાયકીની રેન્જ લિમિટેડ છે એટલે તેમની પાસે રેગ્યુલર ગીતો ન ગવડાવી શકાય. પાયલ અને સાયલી નો અવાજ પૉપ સોન્ગ માટે સારો છે પણ તેમનામાં કન્ટિન્યુટીનો અભાવ છે અને આ બધી પેજથ્રી પાર્ટીઓમાં રચીપચી રહી એટલે રિયાઝ ના અભાવ વધારે ટકી નહિ.

કુલકર્ણી : શું આમાંથી કોઈની સાથે શારીરિક સંબંધો બાંધ્યા છે ?

સોમ : ના કોઈની સાથે નથી એમની સાથે વાત પણ ભાગ્યેજ કરી હશે.

કુલકર્ણી : તમે જૂઠું બોલી રહ્યા છો એક વખત સાયલી પવાર ને હોટેલ રીજન્સીમાં મળ્યા છો મારી પાસે પ્રુફ છે.

સોમ : હું જૂઠું નથી બોલતો.

કુલકર્ણી :જૂઠું

સોમ (ક્રોધમાં ) : હું જૂઠ નો સહારો લઇ ન શકું.

કુલકર્ણી : કેમ તમને સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના અવતાર છો ?

સોમ: હું ખોટું બોલી ન શકું.

કુલકર્ણી : કેમ?

સોમ: કારણ હું છું રાવણ, પૌલત્સ્ય વૈશ્રવણ રક્ષરાજ રાવણ ને મુખે અસત્ય ન શોભે.

પાયલના ચેહરા પર મુસ્કાન આવી ગઈ.


Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Drama