Jyotindra Mehta

Drama Thriller


4  

Jyotindra Mehta

Drama Thriller


રાવણોહ્મ ભાગ ૪

રાવણોહ્મ ભાગ ૪

5 mins 542 5 mins 542

     બપોરે સોમ જમી રહ્યો હતો તે વખતે તેના મોબાઈલની રિંગ વાગી અને તેમાં અનનોન નંબર એક લખેલું આવ્યું એટલે સોમ સમજી ગયો કે બ્લેક્મેલરનો કૉલ હશે. સોમે ફોનમાં જેવું હેલો કહ્યું સામેથી પૂછ્યું પૈસા તૈયાર છે? સોમે કહ્યું મને એક દિવસનો સમય આપો હું કાલે પૈસા આપીશ. સામેથી કહ્યું કાલે નહિ આજેજ અને આજે રાત્રે અને પૈસા ક્યાં મુકવાના છે તે હું ફોન કરીને કહીશ અને આજે રાતે પૈસા નહિ મળ્યા તો તારા ફોટા ઇન્સ્પેક્ટર કુલકર્ણી પાસે પહોંચી જશે. સોમે કહ્યું ઠીક છે પૈસા તો હું આપી દઈશ પણ પહેલા એ તો કહો કે નીલિમા ક્યાં છે ? સામેથી હસવાનો અવાજ આવ્યો તેણે કહ્યું લાગે છે ચસ્કો લાગી ગયો છે તેનો ! તેનું કામ પૂરું થયું અને તે ગાયબ થઇ ગઈ. તેની સાથે વિતાવેલા એક એક ક્ષણ નો હિસાબ લઈશ તારી પાસેથી. સોમે કહ્યું ઠીક છે હું પૈસાનો ઇંતેજામ કરું છું અને ફોન મુકતી વખતે સોમના ચેહરા પર સ્મિત આવી ગયું. તેણે ફટાફટ જમવાનું પતાવ્યું તેને ઘણી બધી તૈયારીઓ કરવાની હતી. કોઈ સામાન્ય ગુનેગાર રાવણ સાથે ભીડવાની હિમ્મત બતાવે તો તેને પરચો તો બતાવવો પડે. તે પોતાની રૂમમાં પુરાઈ ગયો વચ્ચે એક વાર સેક્રેટરી ને ફોન કરીને પૈસા મંગાવી લીધા. પૈસા તેણે એક બેગમાં ભર્યા અને બેગ ડિકીમાં મૂકી દીધી.


  સાંજે પાયલ આવી એટલે પાયલે પૂછ્યું ટીવી જોયું ? સોમે કહ્યું ના કઈ ખાસ ? પાયલે કહ્યું દરેક ન્યુઝ ચેનલ પાર તું છવાયેલો છે. સોમે થોડી કરડાકીથી જોયું એટલે પાયલ હસવા લાગી અને કહ્યું ચીલ યાર તું સેલિબ્રેટી છે આ બધું તો ચાલતું રહેવાનું આ બધું સહન કરતા શીખવું પડશે અને એક શેર યાદ રાખજે બદનામ હુએ તો ક્યાં હુઆ નામ ન હોગા. સોમે તેની વાત પર ધ્યાન આપ્યા વગર કહ્યું રાત્રે મારે રેકોર્ડિંગ છે આવતા મોડું થશે. પાયલે પોતાનો અંગુઠો થમ્સ અપની મુદ્રામાં ઊંચો કર્યો અને કહ્યું ઓલ ઘી બેસ્ટ.


   નવ વાગ્યા સુધી બ્લેક્મેલરનો ફોન આવી ગયો હતો તેણે રાત્રે ૧૧ વાગે ફિલ્મસિટીની નજીક ના સ્થળે પૈસા મુકવા કહ્યું હતું. ૧૦ વાગ્યા એટલે સોમ ડ્રાઈવરને લઈને નીકળ્યો અને ફિલ્મસિટીના ગેટ પાસે પહોંચ્યો ત્યાંથી તેણે ગાડી લેફ્ટમાં લીધી અને ૫૦ મીટર આગળ એક ડસ્ટ બિન હતી તેની નજીક બેગ મૂકી અને ખિસ્સામાંથી થોડી પાવડર ઉછાળી અને ડ્રાઇવિંગ સીટ પર બેસીને નીકળી ગયો. તેના ગયાના અડધા કલાક પછી એક પડછાયો પાસેના એક ઝાડ પરથી ઉતર્યો અને બેગ પાસે ગયો . તે બેગ ને ઉંચકીને ઝાડ પાછળ સંતાડેલી સ્કૂટરની આગળ તરફ ગોઠવી અને ત્યાંથી નીકળ્યો.


લગભગ અડધો કિલોમીટર આગળ જઈને તેણે સ્કૂટર ઉભું રાખ્યું અને સ્ટ્રીટ લાઈટના અજવાળામાં બેગની ચેન ખોલી અને જોયું અંદર નોટોના બંડલ હતા અને એક પૂતળું રાખ્યું હતું. તેણે પૂતળું કાઢ્યું અને પાછળની તરફ ફેંક્યું અને જોતજોતામાં પૂતળું મોટું થતું ગયું અને સોમ બની ગયું. સોમે કહ્યું તને શું લાગ્યું તું મને બ્લેકમેલ કરશે અને હું તને પૈસા આપી દઈશ. હવે તું આગળ આવ એટલે હું તારો ચહેરો જોઈ શકું. તે વ્યક્તિ ડરતા ડરતા થોડી આગળ આવી. સોમ તેને જોઈને આશ્ચર્યચકિત થઇ ગયો. તેને આશા હતી કે કોઈ ક્રિમિનલ હશે પણ તેને બદલે કોઈ ૧૫-૧૬ વરસનો કિશોર હતો. તેનો ચહેરો પણ ક્યાંક જોયો હોય તેવું લાગતું હતું પણ સોમ ને યાદ ન આવ્યું કે અને ક્યાં જોયો છે . સોમે પૂછ્યું તું તો સ્કૂલ કે કોલેજ માં ભણતો યુવક છે તારે એવું ગુનાહિત કામ કરવાની શું જરૂર પડી. તે છોકરો આમેય સોમ ની કળાકરી જોઈને સુધબુધ ખોઈ બેઠો હતો તેથી કઈ બોલી ન શક્યો. સોમે ત્રાડ પાડીને પૂછ્યું ફોન માં તો બહુ ધમકી આપતો હતો હવે બોલ નીલિમા ક્યાં છે ? અને તું કોણ છે ? સોમ ની ત્રાડથી જાણે તે હોશમાં હોય તેમ એક પણ શબ્દ બોલ્યા વગર સોમની તરફ કૂદકો લગાવ્યો અને સોમ ને ધક્કો માર્યો. સોમ સાવધાન ન હોવાથી તે પડી ગયો. તે કિશોરે દોડીને પોતાનું સ્કૂટર સ્ટાર્ટ કર્યું પણ ત્યાં સુધીમાં સોમ ઉભો થઈને તેના સુધી પહોંચી ગયો હતો . સોમે તેની ગરદન પકડી લીધી અને તેને ઉછાળીને દૂર ફેંક્યો. દૂર સુધી ઘસડાતો ગયેલો કિશોર ઉછળીને ઉભો થયો અને સોમની તરફ દોટ લગાવી પણ હવે સોમ તૈયાર હતો થોડા સાઈડ માં ખસીને તેના પેટમાં મુક્કો જમાવ્યો. મુક્કો લગાવતી વખતે સોમે ધ્યાન રાખ્યું કે તેને કોઈ પ્રાણઘાતક વાર ન થાય. આમેય તેની ઉમર જોયા પછી સોમની લડવાની ઈચ્છા ન હતી. તે ફક્ત પોતાની સુરક્ષા કરી રહ્યો હતો. પણ તે છોકરાના મગજ પર ધૂન સવાર હતી લડવાની. તે વારાફરતી સોમ પર હુમલા કરી રહ્યો હતો જે સોમ નિષ્ફળ બનાવી રહ્યો હતો. ઘણી વાર સુધી આ બધું ચાલી રહ્યું હતું તો સોમ ને લાગ્યું કે હવે અને પર કાબુ મેળવવો પડશે એટલે સોમે તેનો ડાબો હાથ પકડીને મરોડ્યો એટલે કડાક એમ અવાજ આવ્યો. તેનો ડાબો હાથ નકામો બની ગયો હતો છતાં તેણે લડવાનું ચાલુ રાખ્યું તે સોમ પર પગથી પ્રહાર કરવા ગયો એટલે સોમે તેનો પગ પકડીને નીચે પછાડ્યો અને તેની છાતી પર બેસી ગયો અને કહ્યું કે હવે બસ થયું તું મને કહે કે તું કોણ છે ? અને નીલિમા ક્યાં છે ? તે છોકરો વધુ જોર લગાવતો હતો એટલે સોમે તેની પાંસળીઓ પર ઢીંચણ મૂક્યું તો ત્યાંથી પણ કડાક એમ અવાજ આવ્યો. તે છોકરાની પાંસળીઓ તૂટી ગઈ હતી. સોમે કહ્યું કે મારી સામે જોર ન લગાવ હું તને કોઈ નુકસાન પહોંચાડવા નથી માંગતો.


      તે છોકરો પહેલી વાર બોલ્યો હું તારી વિરુદ્ધ કદી હાર નહિ માનું. આજે તું ભલે જીતતો હોય પણ એક દિવસ હું તને હરાવીશ. તેનું વાક્ય પૂરું થયું તે વખતેજ સોમ ના માથામાં પ્રહાર થયો અને સોમ નીચે પડી ગયો. પાંચ મિનિટ પછી સોમ જયારે હોશમાં આવ્યો ત્યારે ત્યાં તે છોકરો કે સ્કૂટર ન હતા ફક્ત તેની બેગ ત્યાં હતી. સોમે બેગ ની ચેન બંદ કરી. આછા પ્રકાશને લીધે સોમ જોઈ ન શક્યો કે તેમાં એક લોકેટ મૂકેલું હતું. સોમે ડ્રાઈવરને ફોન કરીને બોલાવી લીધો અને ઘર તરફ નીકળી ગયો.


Rate this content
Log in