Jyotindra Mehta

Drama Thriller

4  

Jyotindra Mehta

Drama Thriller

રાવણોહ્મ ભાગ ૧૫

રાવણોહ્મ ભાગ ૧૫

5 mins
291


ઘરે આવીને વિક્રાંત સોમે બનાવેલ લાઈબ્રેરીમાં ગયો અને જુદા જુદા પુસ્તકો શોધવા લાગ્યો. પછી મંત્ર સમજવા લાગ્યો પહેલા તેણે દરેક શબ્દોના અર્થ શોધી કાઢ્યા. નૃપવલ્લભા - રાણી, સુચીખાત સ્તંભ - જેની કિનારીઓ ધારદાર હોય તેવો પિરામિડ, રક્ષક - તેની રક્ષા માટે નીમેલો સેવક, ગવેષય - શોધ, લેખાધિકારીન - રાજાની સેક્રેટરી, વરિયસ - સ્વતંત્રતા. તે સમજી ગયો હતો કે તેણે શું કરવાનું છે. તેણે પોતાની પાસે રહેલું ઈજીપ્તના ઇતિહાસનું એક જૂનું પુસ્તક કાઢ્યું અને જુદા જુદા પિરામિડો વિષે વાંચવા લાગ્યો અને દિવસને અંતે તેને એક નામ મળ્યું ઇપાફિસ. વિક્રાંત સમજી ગયો કે સોમ અને પાયલ ના ગાયબ થવા પાછળ ઇપાફિસનો હાથ છે. વિક્રાંત ની આંખો લાલ થઇ ગઈ તેની આ હિમ્મત તેને હું નહિ છોડું પણ પછી તેને પોતાના જાપાની બૌદ્ધ ગુરુની વાત યાદ આવી અને તેણે પોતાને શાંત કર્યો. તે સદાકાળ શાંતિની વાત કરતા તેઓ કહેતા કે ક્રોધ મનુષ્યની દરેક ઇન્દ્રિય અને નસ ને પ્રભાવિત કરે છે અને તેનાથી વિચારવાની શક્તિ ક્ષીણ થઇ જાય છે અને પછી કોઈ માર્ગ નથી સૂઝતો. એટલે ગમે તેવી કપરી પરીસ્થિતિ હોય તો પણ શાંત રહીને વિચારવાથી માર્ગ જરૂર મળે છે. પછી તેને માર્ગ મળી ગયો. બીજે દિવસે સવારે તેણે પોતાની આજુબાજુના બધા સુરક્ષાચક્રો હટાવી લીધા અને પછી સંકેતને ફોન કર્યો.


   નર્મદાશંકરે ઇપાફિસ ને બોલાવ્યો અને કહ્યું તારે મારુ એક કામ કરવાનું છે. તારે રુદ્રના મગજમાં પ્રવેશ કરીને તેમાંથી પૂર્વજન્મની સ્મૃતિઓ શોધીને તેણે જાગૃત કરવાની છે. ઇપાફીસે કહ્યું તેનાથી શું થશે ? નર્મદાશંકરે કહ્યું તે મારુ સોમ વિરુદ્ધ નું સૌથી કાતિલ શસ્ત્ર છે અને શસ્ત્રને ધાર આપવા તેની પૂર્વજન્મની સ્મૃતિઓ જાગૃત થાય તે જરૂરી છે. એટલામાં ઇપીઆફિસની આંખો ગોળ ગોળ ફરવા લાગી અને તેના મસ્તિષ્કમાં અવાજ આવવા લાગ્યો પિતાની જેમ પુત્ર પણ કબ્જામાં આવી ગયો છે તેનું શું કરવાનું છે. ઇપાફીસે મસ્તિષ્કમાંજ જવાબ આપ્યો તેણે સોમ કરતા દૂરના ખંડમાં રાખજે અને દીવાલોને સુરક્ષિત કરજે. સામે ઉભા રહેલા નર્મદાશંકરે કહ્યું મેં શું કહ્યું તે તારા મગજમાં ઉતર્યું કે નહિ ? તેના આવા પ્રશ્નથી ઇપાફિસ ઉત્તેજિત થઇ ગયો તેથી તેણે વિક્રાંતના સમાચાર નર્મદાશંકર ને આપવાનું માડી વાળ્યું અને કહ્યું ઠીક છે હું તેની પૂર્વજન્મની સ્મૃતિઓ શોધી કાઢીશ. હવે આખો પરિવાર તેની કેદમાં હતો જેણે કાળી શક્તિના જગતમાં રમખાણ મચાવ્યું હતું અને મોટાભાગના પૂજાસ્થળોનો નાશ કર્યો હતો અને પૂજાની મૂર્તિઓનો પણ.


      ઇપાફીસની સેવક શક્તિઓએ વિક્રાંતને બાંધી રાખેલો હતો તેઓ તેને એક ઓરડીમાં લઇ ગયા અને ત્યાં એક જગ્યાએ ઉજાસ આવી રહ્યો હતો તેને લઈને ત્યાંથી પસાર થયા એટલે અચાનક હવા ચાલવા લાગી અને બધા અદ્રશ્ય થઇ ગયા અને થોડી વાર પછી બીજી જગ્યાએ પ્રાગટ્ય ત્યાં દ્રશ્ય કંઈક અલગજ હતું ત્યાં ઊંચી ઊંચી દીવાલો હતી અને નાના નાના કક્ષ બનેલા હતા. તેઓ વિક્રાંતને એક કક્ષ માં લઇ ગયા અને બેહોશ વિક્રાંત ને ચટાઈ પર સુવડાવ્યો અને નાના દરવાજા ને મંત્રથી સુરક્ષિત રીતે બંધ કરી દીધો.


    બેહોશ રૃદ્રાએ આંખો ખોલી તો સામે નર્મદાશંકર અને ઇપાફિસ ઉભા હતા તેણે ઉભા થઈને નર્મદાશંકરને પ્રણામ કર્યા અને કહ્યું પ્રણામ ગુરુવર. નર્મદાશંકરે પૂછ્યું તું મને ઓળખે છે ? રૂદ્રાએ કહ્યું આપ મારા ગુરુ ના પણ ગુરુ છો એટલે મારા માટે પૂજનીય છો. તને તારા પૂર્વજન્મનું નામ યાદ છે ? રૂદ્રાએ કહ્યું હા ગુરુજી મને બધું યાદ આવી ગયું હું મહાકાલ હતો ગુરુદેવ જટાશંકરનો પ્રિય શિષ્ય. નર્મદાશંકરને સંતોષ થયો તેમને પૂછ્યું તને આ જન્મનું કઈ યાદ છે ? રૂદ્રાએ કહ્યું હા ગુરુજી મને મારા જીવનમાં બનેલી દરેક ઘટના યાદ છે છેક નાનપણની પણ. હવે મને કહો મારા ગુરુ ક્યાં છે ? નર્મદાશંકરે અત થી ઇતિ બધી વાત કરી ફક્ત એટલું ન જણાવ્યું કે તે કોનો પુત્ર છે. રૂદ્રાએ કહ્યું મારા ગુરુનો હત્યારો ક્યાં છે ? નર્મદશંકરે કહ્યું તે કેદમાં છે પણ તે પહેલા મારે તારી પરીક્ષા લેવી પડશે. રૂદ્રાએ કહ્યું હું કોઈ પણ પરીક્ષા આપવા તૈયાર છું. પછી નર્મદાશંકર તેણે એક કક્ષ માં લઇ ગયા અને ઇપાફીસને કહ્યુંકે શરીરમાં પ્રવેશ કર. ઇપાફિસ જે શરીરમાં હતો તે શરીર ત્યાંજ પડી ગયું અને તે રૂદ્રનાં શરીરમાં પ્રવેશી ગયો. નર્મદાશંકરે પૂછ્યું તને તારા શરીરમાં કોઈનો ભાસ થાય છે ? રૂદ્રાએ કહ્યું હા. નર્મદાશંકરે પૂછ્યું શું તને તેનો કોઈ ભાર લાગે છે ? રૂદ્રાએ કહ્યું ના. નર્મદાશંકરે કહ્યું ઠીક છે તો પછી તૈયાર થઇ જા તારા શરીર ની અંદર ઘણી બધી આત્માઓ પ્રવેશ કરશે અને તેમનો સહારો લઈને તું સોમનો વધ કરજે. રૂદ્રાએ હકારમાં માથું હલાવ્યું. પછી નર્મદાશંકરે જઈને એક પ્રકાશિત ઘડો હતો તેનું ઢાંકણું ખોલી દીધું અને એક પછી એક મંત્રો બોલતા ગયા. થોડા સમય પછી રુદ્રા તડપવા લાગ્યો અને નીચે પડી ગયો અને બેભાન થઇ ગયો. ત્યાં સુધીમાં સો થી વધારે આત્માઓએ તેના શરીરમાં પ્રવેશ કરી લીધો હતો. નર્મદશંકરના ચેહરા પર નિરાશા ફરી વળી. પણ થોડા સમય પછી રુદ્રા હલ્યો અને ઉભો થયો પણ તેનો ચેહરો વિકૃત થઇ ગયો અને તેનું શરીર ફૂલવા લાગ્યું જોતજોતામાં તેની ઊંચાઈ ૧૦ ફૂટ થઇ ગઈ અને શરીર પણ ઠેકઠેકાણે મોટા વાળ ઉગી નીકળ્યા. રૂદ્રાએ પોતાના હાથ પગ તરફ જોયું અને રાડો પાડીને રડવા લાગ્યો. નર્મદાશંકરે અને ઇપાફીસે પોતાના કાન બંધ કરી દીધા. નર્મદાશંકરે કહ્યું એક વાર આત્માઓ તારા શરીરમાંથી નીકળી જશે એટલે શરીર સામાન્ય થઇ જશે અને હવે તું શક્તિશાળી થઇ ગયો છે. રૂદ્રાએ પોતાનો હાથ એક દીવાલ પર માર્યો અને દીવાલ તૂટી ગઈ એટલે રૂદ્રાએ આનંદની કિલકારી મારી. તેણે કહ્યું ગુરુ હવે કહો મારે ક્યાં જવાનું છે ? રૂદ્રાને પોતાનો અવાજ પણ અજાણ્યો લાગ્યો કારણ તેના મોઢેથી કોઈ પ્રાણી બોલતું હોય તેવો અવાજ આવતો હતો. તે હવે પુરાણોમાં વર્ણવેલા ભયંકર પ્રાણી જેવો બની ગયો હતો. નર્મદાશંકરે કહ્યું તને જ્યાં જવાનું છે ત્યાં ઇપાફિસ લઇ જશે પણ જતા પહેલા માતાના મંદિર સામે મૂકેલું ખડગ લઇ જા. તે ખડગ ફક્ત તું ઉપાડી શકશે, આજ સુધી હું પણ તેણે ઉપાડી શક્યો નથી. નર્મદાશંકરનો આદેશ મળ્યો એટલે રુદ્રા પોતાના લક્ષ્યની તરફ નીકળ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama