રાત નો તાગ
રાત નો તાગ
રાત નો તાગ
🌙 “વિક્રમ રાજા અને વેતાળનું અંધકારમય રહસ્ય” 🌙
(માયથોલોજીકલ બાળ કથા)
ઉજ્જૈન…ભારત ની એક એવું શહેર, જ્યાં રાતો પણ વિક્રમ રાજા ને કહી શ્વાસ લેતી હતી…
ઉજ્જૈનની રાતો ક્યારેય શાંત નહોતી…
ક્યારેક પવનમાં અજાણી સિસકીઓ,
ક્યારેક વૃક્ષોની છાયામાં છુપાયેલો અંધકાર…
અને એ અંધકારની વચ્ચે, હવે
વિક્રમ રાજા અને વેતાળની કથા ફરી જીવંત થવાની હતી.”
મહાન રાજા વિક્રમાદિત્ય,ચૈત્ર મહિના ની પ્રભાતે પોતાના સિંહાસન પર બેઠા હતા, પણ આજે તેમના મનમાં અજાણ્યો ભય હતો.
કારણ કે…
આજે ચૈત્રની સવાર આવી જ નહોતી.
સૂર્ય ને જાણે કોઈ એ નાગપાશના અંધકારમાં બાંધી દીધો હતો…
પવનમાં ઠંડક નહીં, પણ કોઈ અજાણી સિસકીઓ સંભળાતી હતી…
ગામવાળા, દોડતા આવી દરબારમા કહેતા હતા...
“મહારાજ… સમય અટકી ગયો લાગે છે!”
વિક્રમાદિત્યને તરત જ યાદ આવ્યો તેમનો,શમશાનનો રહસ્યમય સાથી…
પ્રશ્નોના જાળમાં ફસાવનાર…સને રસ્તો સુજાડનાર વેતાળ..
તે દિવસે સૂર્ય ની ગેરહાજરી માં દિવસ રાત બની વધુ કાળી થઈ રહી હતી…
ચાંદ પણ અડધો જ દેખાતો હતો…શ્રુષ્ટિ ના વૃક્ષો સૂકાઈને હાડકાં નસ હળપિંજર જેવા લાગતા હતા…
ખીચડા નું વર્ષો જૂનું વૃક્ષ…
અને તેના પર ઊંધું લટકતો વેતાળ…
તેના આંખોમાં લાલ અજવાસ. વિક્રમાદિત્ય રાજાને જોઈ અટ હાસ્ય કરતા બોલ્યો..
“આવ્યા રાજા… આ વખતે તોઆખાય ઉજ્જેન નો સમય મારા હાથમાં છે…”
વિક્રમ શાંત, હતો.. સને પૂછ્યું..
“વેતાળ… શું ઈચ્છે છે તું?”
વેતાળ ફરી હસ્યો...
“એજ જૂનની રમત!
જો તું મારા પ્રશ્નનો સાચો જવાબ આપશે,
તો સવાર આવશે…નહીં તો આ અંધકાર ક્યારેય જાશે નહીં …”
વેતાળ વૃક્ષ પરથી વિક્રમ રાજા ના ખભે બેસ્યો.. અને વાત માંડી...
“એક ગામમાં બે મિત્રો હતા — રામુ અને શ્યામુ …
ચૈત્રી નવું વર્ષ આવતું હતું…
રામુએ નક્કી કર્યું —
‘હું આ વર્ષે સારા કામ કરીશ… ગરીબોને મદદ કરીશ…’
પણ શ્યામુ હસ્યો —
‘નવું વર્ષ? બસ એક તારીખ વધશે ! જીવન તો એવું ને તેવું જ રહેશે…’
સમય પસાર થયો…
રામુના ઘરમાં દીવો જલતો રહ્યો…
લોકોની આશીર્વાદથી તેનું જીવન ઉજળું બન્યું…
પણ શ્યામુ …
તેનું ઘર ધીમે ધીમે સમજ ઠો કપાઈ અંધકારમાં ડૂબતું ગયું…
મિત્રો દૂર થઈ ગયા…
અને અંતે… તે એકલો રહી ગયો…”
વેતાળનો અવાજ હવે વધુ ગાઢ થયો —
“બોલ રાજા…
સાચું નવું વર્ષ કોણે જીવ્યું — રામુ કે શ્યામુએ ?”
વિક્રમાદિત્યએ અંધકારમાં નજર ફેરવી…
અને દૃઢ અવાજમાં કહ્યું —
“જે પોતાની અંદરનો અંધકાર જીતે —
એ જ સાચું નવું વર્ષ જીવી શકે,
એટલે રામુએ સાચું નવું વર્ષ જીવ્યું ગણાય .”
વેતાળ થોડોક સમય મૌન રહ્યો…
પછી ધીમે બોલ્યો —
“તારો જવાબ…સાચો,
પણ હજુ અંતિમ પ્રશ્ન તો બાકી છે…”
“સમય શું છે?”
પવન તેજ થયો…
શમશાનની ચિતા ઓ કાંપવા લાગી …
વિક્રમાદિત્યએ આંખો બંધ કરી…
અને કહ્યું —
“સમય એ માત્ર ક્ષણો નો સરવાળો નથી…
સમય એ પ્રકાશ અને અંધકાર વચ્ચેનું યુદ્ધ છે…
જેમાં દરેક નવા વર્ષ…ની સવાર એ
અંધકાર પર પ્રકાશની જીત નો સંદેશ લઇ આવે છે.”
⚡ અચાનક આકાશ ગર્જ્યું!
વેતાળ ચીસ પાડી હસ્યો,
“રાજા… તું ફરી જીતી ગયો!”
વેતાળ પાછો ઉડી ઝાડ પર લટકી ગયો..
પણ
અટકેલો સમય ફરી ચાલુ થયો... આકાશ માં સૂર્ય નો ઉદય થયો.. પંખી ઓ આસમાન માં ઉડતા થયાં...
ફાયનલ
અને એ જ ક્ષણે…
🌞 સૂર્ય કાળાં વાદળોને ચીરીને બહાર આવ્યો!
🌸 સુકાયેલા ફૂલો ફરી ખીલી ઊઠ્યા!
🌿 પવનમાં જીવંત સુગંધ ફરી વળી!
વેતાળ ધીમે ધીમે અદૃશ્ય થતો બોલ્યો —
“યાદ રાખ…
અંધકાર હંમેશા રહેશે…
પણ દરેક ચૈત્રી નવું વર્ષ… તેને હરાવવાની તક આપે છે…”
રાત નો તાગ મળી ગયો અને...
🌼 અને એ દિવસથી…
ચૈત્ર માસનો પહેલો દિવસ બન્યો —
વિક્રમ સંવતનું પ્રારંભ…
એક નવી શરૂઆત… એક નવી લડાઈ… એક નવી આશા.
સંદેશ:
નવું વર્ષ માત્ર ઉજવણી નથી…
તે આપણા અંદરના અંધકાર સામેની જીત છે.
ઉજ્જેન માં હવે..
.
અંધકાર આવે રોજ નવો,
પ્રકાશે જીતે એ જ સવો.
નવું વર્ષ એ આશાનો દીવો,
હૃદયમાં જલતો રહે સદૈવો.
