Rahul Makwana

Fantasy Thriller Children

4.7  

Rahul Makwana

Fantasy Thriller Children

રા-વન રિટર્ન્સ

રા-વન રિટર્ન્સ

6 mins
515


  રા-વન અને જી-વન વચ્ચે ખુબ જ ભીષણ દ્વંદ્વ યુદ્ધ ખેલાય છે, તે બંને ખૂબ જ સારી રીતે જાણતાં હતાં કે જો તેનાં હાર્ટને શરીરથી દૂર કરવામાં આવે તો જ તેઓ એકબીજાને મારી શકે તેમ હતાં, અંતે જી - વન આમ કરવામાં સફળ રહ્યો હતો, અંતે અંતે આ ઘમસાણ ભરેલ યુદ્ધમાં જી - વનની જીત થાય છે. જે એ જણાવે છે કે અસત્ય પર હંમેશા સત્યનો જ વિજય થાય છે. 

  આમ, રા-વન એ દુનિયાને તબાહ કરવાં માટે ડિજિટલ ગેમિંગ દુનિયામાંથી આવેલ એક ખલનાયક હતો, તો તેનો અત્યાચાર રોકવા માટે "રા - વનની" દુનિયામાંથી જી - વન નાયક તરીકે ડિજિટલ દુનિયામાંથી આપણી આ દુનિયામાં આવી ચડેલ હતાં.

  ત્યારબાદ રા-વન અને જી-વનનાં હાર્ટને એક ડિજિટલ લાઈબ્રેરીમાં પ્રદર્શન અર્થે રાખવામાં આવેલ હતાં, જેથી કરી લોકો "વિજ્ઞાન એ શાપ પણ છે અને અભિશાપ પણ છે..વિજ્ઞાનનાં લાભ અને ગેરલાભ એ સિક્કા બે બાજુ સમાન જ હોય છે." - આ બાબત ખૂબ જ સારી રીતે સમજી શકે.

સમય : સવારનાં 10 કલાક

સ્થળ : રોહનનું ઘર.

 ધીમે ધીમે દિવસો, અઠવાડિયા, મહિના અને વર્ષો વીતવા લાગ્યાં, આ બાજુ વિજ્ઞાન પણ એક પછી એક નવી નવી શોધખોળ કરવામાં મોટા મોટાં શિખરો સર કરી રહ્યું હતું.

 આજે રવિવાર હોવાથી રોહન શાંતિથી જાગ્યો, ફ્રેશ થયાં બાદ તે નાસ્તો કરે છે. નાસ્તો કર્યા બાદ રોહન પોતાનાં રૂમમાં પ્રવેશે છે. આવતીકાલથી તેની કોલેજમાં દિવાળી વેકેશન પૂરું થતું હોવાથી રોહન પોતાનો કબાટ વ્યવસ્થિત ગોઠવે છે. અને કબાટમાંથી થોડી વધારાનાં પુસ્તકો અને પસ્તી ભંગારમાં આપવાનું નક્કી કરે છે.

  બરાબર એ જ સમયે તેની શેરીમાં એક ભંગાર લેવાં વાળો રેંકડી લઈને આવે છે, એનો અવાજ સાંભળીને રોહનની આંખોમાં એકાએક ચમક આવી જાય છે, જાણે ભગવાને તેનાં મનની વાત સાંભળી લીધી હોય તેવું તે પોતે હાલ અનુભવી રહ્યો હતો પરંતુ રોહન પોતાની સાથે ભવિષ્યમાં જે કાંઈ અજુગતી અને રહસ્યમય ઘટનાં બનાવની હતી તેનાં વિશે રોહન એકદમ અજાણ હતો.

"કાકા ! પસ્તી લો છો..?" રોહન પેલાં ભંગારીની સામે જોઈને પૂછે છે.

"હા ! સાહેબ !" ભંગારી પોતાની રેંકડી ઊભાં રાખતાં બોલે છે.

"ઓકે ! તો ઊભાં રહો...હું પસ્તી લઈને આવું છું..!" - રોહન ભંગારી સામે જોઈને જણાવે છે.

  ત્યારબાદ રોહન પોતાની પાસે જે કંઈ વધારાની પસ્તી હતી, તે બધી જ પસ્તીઓ લઈને ઘરની બહાર આવે છે, અને પેલાં ભંગારીને આપે છે. ભંગારી પસ્તીનું વજન કરે છે.

"સાહેબ ! કુલ 11 કિલો પસ્તી છે, આથી 110 રૂપિયા થશે..!" - ભંગારી પસ્તીનો વજન કર્યા બાદ રોહનની સામે જોઈને જણાવે છે.

"ઓકે..!" - રોહન પોતાનું માથું હલાવતાં બોલે છે.

  આ બાજુ પેલો ભંગારી રોહનને 110 રૂપિયા આપવા માટે 10 રૂપિયાની નોટો ગણવામાં વ્યસ્ત બની જાય છે, બરાબર આ જ સમયે રેકડીમાં રહેલ કોઈ ચમકતી વસ્તુ જોઈને રોહનની આંખો અંજાય જાય છે.

"કાકા ! પેલું શું છે..?" રોહન આશ્ચર્ય સાથે ભંગારીની સામે જોઈને પૂછે છે.

"શું..?" - ભંગારી રેકડીમાં નજર કરતાં કરતાં પૂછે છે.

"આ..શું છે..? આ જોતા આ કોઈ કાચનો શો પીસ હોય તેવું લાગી રહ્યું છે..જેમાંથી એક શો પીસનો રંગ બ્લેક અને રેડ છે, જ્યારે બીજા શો પીસનો રંગ બ્લુ અને ગ્રે છે…!" રોહન બંને શો પીસને પોતાનાં હાથમાં લેતાં બોલે છે.

"સાહેબ ! આજે સવારે જ્યારે હું મારી રેંકડી લઈને શહેર તરફ આવી રહ્યો હતો, બરાબર તે જ સમયે મને ગામની બહાર આવેલ ડિજિટલ મ્યુઝિયમમાંથી ત્યાંના સિક્યુરિટીએ ભંગાર લેવાં માટે બોલાવ્યો હતો. ત્યાંથી જ કદાચ મને ભંગારમાં આ વસ્તુ મળી હોય તેવું બની શકે..!" ભંગારી સ્પષ્ટતા કરતાં જણાવે છે.

"ઓકે ! મારે આ શો પીસ જોઈતું હોય તો…?" રોહન શો પીસ પોતાનાં હાથમાં લઈને ભંગારીને પૂછે છે.

"સાહેબ ! એક શો પીસનાં 30 રૂપિયા લેખે તે બને શો પીસનાં 60 રૂપિયા થશે..!" ભંગારી રોહનની સામે જોઈને જણાવે છે.

"ઓકે તો આ શો પીસ મારે જોઈએ છે !" રોહન પોતાનો અંતિમ નિર્ણય જણાવતાં બોલે છે.

  જ્યારે આ બાજુ પેલો ભંગારી મનોમન ખુશ થતાં થતાં રોહનને 50 રૂપિયા આપે છે, અને "લાવો જૂનો પસ્તીનો ભંગાર…!" - એવી બૂમો પાડતાં પાડતાં શેરીની બહાર નીકળી જાય છે.

  આ બાજુ રોહન જાણે પોતાનાં હાથમાં કોઈ એન્ટિક વસ્તુ આવી ગઈ હોય તેવું વિચારતાં વિચારતાં પોતાનાં ઘરમાં પ્રવેશે છે.

***

એક અઠવાડિયા બાદ..

સમય : સાંજના સાત કલાક.

સ્થળ : રોહનનું ઘર.

  આજે સાંજથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયાં હતાં, વાદળો પણ જોરદાર ગળગળાટ કરી રહ્યાં હતાં, આંખો આજી દે તેવી પ્રચંડ વીજળીઓ ચમકી રહી હતી, જોર જોરથી સૂસવાટા મારતો પવન ફૂંકાય રહ્યો હતો. આ જોતાં એવું લાગી રહ્યું હતું કે કે આજે ચોક્કસથી ભારે વાવડોડું આવશે, અને ધોધમાર વરસાદ વરસી પડશે.

  સૌ કોઈ પોત - પોતાનાં ઘરે વહેલી તકે પહોંચી જવાં માટે પોતાની દુકાનો પરથી ઘરે જવા રવાના થઈ ગયાં હતાં.

  રોહન પોતાનાં ઘરે હોલમાં બેસેલ હતો, બરાબર એ જ સમયે તેનાં મમ્મી તેને જમવા માટે બૂમ પાડે છે, ત્યારબાદ રોહન પોતાનાં પરિવારજનો સાથે જમવા બેસે છે, જમ્યા બાદ રોહન થોડીવાર માટે ટીવી જોવા માટે સોફા પર બેસે છે. એકાદ બે કલાક ટીવી જોયા બાદ તે પોતાનાં રૂમમાં જાય છે.

  બરાબર એ જ સમયે એકાએક ધોધમાર વરસાદ તૂટી પડે છે, વરસાદે પણ જાણે આજે મન મૂકીને વરસવાનું નક્કી કર્યું હોય તેમ ગાંડોતુર થઈને વરસી રહયો હતો, જે કોઈ કિંમતે બંધ થવાનું નામ નહોતો લઈ રહ્યો.

એ જ દિવસે 

રાત્રીનાં 2 કલાકે…

  રોહન ભર ઊંઘમાં સૂતેલ હતો, હજુપણ બહારની તરફ અવિરતપણે હજુપણ વરસી રહ્યો હતો, બરાબર એ જ સમયે એકાએક લાઈટ જતી રહે છે, આથી રોહન ઝબકારા સાથે જાગી જાય છે, અને પોતાનાં પલંગની પાસે રહેલ ટીપોઈ પરથી પાણીની બોટલ ઉઠાવે છે, અને તેમાંથી પાણી પીવે છે.

  હાલમાં રૂમ અને બહારની તરફ હજુપણ ઘનઘોર અંધકાર છવાયેલ હતું. પ્રકાશનાં નામે માત્ર વીજળીની જ રોશની રૂમમાં પ્રવેશી રહી હતી…બરાબર એ જ સમયે રોહનના કાને કોઈ વિદ્યુતપ્રવાહ પસાર થઈ રહ્યો હોય તેવો.."તડ..તડ..!" અવાજ આવે છે. આથી રોહન હેરાની સાથે પેલાં અવાજની દિશા તરફ આગળ વધે છે, ત્યારબાદ આ અવાજ તેના રૂમમાં રહેલ એક કબાટમાંથી આવી રહ્યો હતો, આથી રોહન અચરજ સાથે પેલો કબાટ ખોલે છે.

 કબાટ ખોલતાની સાથે જ રોહને જે દ્રશ્ય જોયું તે જોઈને તેની આંખો આશ્ચર્યને લીધે એકદમ પહોળી થઈ ગઈ..કારણ કે તેણે જે વસ્તુને શો પીસ સમજીને પેલાં ભંગારી પાસેથી લીધેલ હતાં તે વાસ્તવમાં કંઈક બીજુ જ હતું.

 થોડીવારમાં તે શો પીસમાં પસાર થતો કરન્ટ વધુ તીવ્ર બની જાય છે, જેમાંથી ધીમે ધીમે જે રોશની આવી રહી હતી, તે વધુને વધુ તીવ્ર બની રહી હતી.

  બરાબર એ જ સમયે એકાએક રોહનના રૂમમાં હજારોની સંખ્યામાં કાળા, લાલ, બ્લુ અને ગ્રે રંગનાં ક્રિસ્ટલ આવી જાય છે, જે ધીમે ધીમે માનવ સ્વરૂપ ધારણ કરી રહ્યાં હતાં..આથી રોહન જાણે સંપૂર્ણ પરિસ્થિતિની પારખી લીધી હોય તેમ પોતાનાં મોબાઈલ ફોનનાં વેબ બ્રાઉઝરમાં જઈને "ક્રિસ્ટલ મેન" એવું સર્ચ કરે છે, તેનું પરિણામ રોહન માટે વાસ્તવમાં ચોંકાવનાર હતું, જેમાં મોબાઈલની ડિસ્પ્લે પર બે ક્રિસ્ટલમેન આવ્યાં જેમાંથી એકનું નામ "રા વન" હતું તો બીજાનું નામ "જી વન" હતું..જે બંનેના શરીરમાં ચેસ્ટના ભાગે રોહન પાસે જે પેલું શો પીસ હતું, તે વાસ્તવમાં રા-વન અને જી - વનનાં હાર્ટ હતાં, જેનાં વગર તે બંનેનું અસ્તિત્વ જ શક્ય ન હતું…!" 

 થોડીવારમાં રોહને તે બંનેની આખી હિસ્ટ્રી વાંચી લીધી, અને તેને ખ્યાલ આવી ગયો કે આ બંનેનું જો ફરીથી નિર્માણ થશે તો દુનિયાનો ફરીથી સર્વનાશ થશે...આવો વિચાર આવતાની સાથે જ રોહન ટેબલ પર પડેલ લાકડાની બે ફૂટ પટ્ટી ઊઠાવે છે, અને પેલાં બંને હાર્ટની વચોવચ્ચ થોડી ગભરાહટ સાથે ઘુસાડી દે છે...આ ફૂટપટ્ટી ઘુસાડતાની સાથ જ જાણે તે હાર્ટમાં એકાએક વિદ્યુત પ્રવાહ ખોરવાય ગયો હોય તેમ એકદમ બેજાન બની ગયાં, અને પેલો અવાજ અને કરન્ટ બને બંધ થઈ ગયાં, જેને લીધે પેલો પ્રકાશ પણ બંધ થઈ ગયો. જોત - જોતામાં પેલાં રેડ, બ્લેક, ગ્રે અને બ્લુ રંગના ક્રિસ્ટલ પણ આપમેળે જ અદ્રશ્ય થઈ ગયાં.

 હાલ રોહને જે કાંઈ કર્યું તે કેટલું યોગ્ય હતું તેના વિશે ખુદ પોતે પણ જાણતો ન હતો, પરંતુ વાસ્તવમાં તેણે પોતાની સમયસૂચકતા, બુદ્ધિ અને આવડતને લીધે જાણતાં અજાણતા આ દુનિયાને હાલ પૂરતી એક મોટી મુસીબતમાંથી...મુસીબત કે આફત આવે તે પહેલાં જ ઉગારી લીધેલ હતી !


Rate this content
Log in

Similar gujarati story from Fantasy