પુત્ર
પુત્ર
એક જ શહેરમાં વર્ષોથી રહેતા બંને મિત્રો આજે રવિવાર હોવાથી મળી રહ્યાં હતાં.
આશ્લેષના ખોળામાં બેસી રમતાં રમતાં આકાશના બે વર્ષના પુત્રએ આશ્લેષને કહ્યું,
" પપ્પા પપ્પા, મારી સામે જુઓને.."
આ સાંભળી આશ્લેશને થોડોક ક્ષોભ થયો. ત્યાં જ આકાશ બોલ્યો,
" એ તારો જ પુત્ર છે દોસ્ત, મારો પુત્ર એ તારો પુત્ર. આખરે મિત્રનો પુત્ર એ.."
રસોડામાં ચા બનાવતી અને દસ વર્ષ પછી મા બનેલી આકાશની પત્ની આ સાંભળી પગના અંગૂઠા વડે જમીન ખોતરી રહી હતી !