અસર
અસર
"અરે, બેન આ તમારો બાબો કયારનો રડે છે, પોતા કરવાનું મૂકી દો અને છાનો રાખો"
"સાહેબ, એને તો આદત પડી ગઈ છે ભેં ભેં કરવાની. હું કામ પુરું કરી ઘેર નહીં જાઉં, ત્યા લગી રડવાનો જ છે."
"અરે,પણ...." એમ બોલતો સુબોધ એના મોટા દિવાનખંડમાં પ્રવેશ્યો. ત્યાં એની દીકરી એષણા સોફા પર બેસીને ટી.વી. પરની જાહેરાત જોઈને બીજા હાથે પોતાની પાસે રહેલ બોટલ ઊંચી કરી આંનદથી ઝૂમી રહી હતી.
"અમુલ દૂધ પીતા હૈં ઇન્ડિયા...."
જ્યારે સુબોધના દિલમાં કંઈક અલગ સાગર ઉમટી રહ્યો હતો !તરત રસોડામાં જઈ ફ્રીઝમાંથી બે બોટલ લઈને કામવાળા બહેન તરફ ઝડપથી દોડ્યો !
