natwar tank

Action Inspirational Others

3  

natwar tank

Action Inspirational Others

ભારત માતા કી જય.

ભારત માતા કી જય.

2 mins
14.7K


ઘણાં સમયથી થઈ રહેલાં પડોશી દેશના લશ્કરી હુમલાથી કંટાળીને આપણાં દેશે, દુશ્મન સામે યુધ્ધ જ જાહેર કરી દીધું. સરહદ પર રોજ લશ્કરી અવરજવર તો ચાલું જ હતી. બંને સરહદ પર લશ્કરના જવાન અને યુધ્ધનો શસ્ત્ર સરંજામ ગોઠવાવા લાગ્યાં. સરહદ પરથી સામાન્ય નાગરિકને પ્રવેશવાની સંપૂર્ણ "પ્રવેશબંધી" જાહેર કરવામાં આવી. યુધ્ધ હવે શરું થઈ ગયું હતું. કોઈ દિવસ આપણાં સૈનિકો દુશ્મન દેશનાં સૈનિકોનો ખુર્દો બોલાવતાં હતાં, તો વળી કોઈ દિવસ આપણાંય બે ચાર જવાન શહીદ થયાના સમાચાર રોજબરોજ છાપાઓમાં છપાવા લાગ્યાં. યુધ્ધ નિરંતર ચાલું જ હતું.

એવામાં એક દિવસ આપણો એક જાંબાઝ જવાન રાત્રીના જંગલની ઝાડીઓમાંથી પસાર થતો થતો, પોતાની દીર્ઘદ્રષ્ટિથી પોતાના લશ્કરી થેલામાં એક ખૂબ જ શક્તિશાળી હાથ બોમ્બ લઈને, દુશ્મન દેશ જેવો જ યુનિફોર્મ ધારણ કરીને, સતત બે ક્લાકે કોઈને પણ ખબર ન હોય તેવા દુર્ગમ રસ્તેથી દુશ્મન દેશની એક મોટી છાવણીમાં પહોંચી ગયો.ત્યાં ગયા પછી એક ખૂબ જ સુરક્ષિત જગ્યા શોધી છૂપાઈ ગયો.

સવાર પડતાની સાથે જ દુશ્મન દેશના સૈનિકોને સવારની હાજરી પરેડ માટે ભેગા કરવામાં આવ્યા. આપણાં દેશનો જાંબાઝ જવાન પણ તેમાં જોડાઈ ગયો અને તે પણ નિડરતાપૂર્વક દુશ્મનના લશ્કરી પરેડની પ્રથમ જ હરોળમાં ગોઠવાઈ ગયો. તેણે પોતાનો હાવભાવ અને વર્તણૂક તો એવી કરી કે જાણે તેના જ દેશનો સૈનિક !

થોડી જ વારમાં એક કરડાકીભર્યો અવાજ ધરાવતો દુશ્મન દેશનો લશ્કરી વડાં ત્યાં આવ્યો. બધા પાસેથી વારાફરતી પોતપોતાનો છૂપો કોડ નંબર બોલાવવા માડયો. આપણાં આ જાંબાઝ યુવાનનો વારો આવતાં જ તેણે સંપૂર્ણ તૈયારી કરી રાખી. પેલો લશ્કરી વડા પોતાની સામે આવતાં જ, તેણે પોતાનો હાથ તેની પાસે રહેલાં થેલાંમાં જવા દીધો અને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર હાથબોમ્બ તેની સામે જ ફોડતાં બોલી ઊઠ્યો, મારો કોડ નંબર છે "ભારત માતા કી જય" આ બોમ્બ ફૂટતાંની સાથે જ એક પ્રચંડ ધડાકા સાથે આખી છાવણી, જાણે મૃત્યુંછાવણી બની ગઈ. દુશ્મનોનો કચ્ચરઘાણ બોલાવી દીધો. આખી છાવણીમાંથી કોઈ બચ્યું નહીં !

બીજે દિવસે આપણાં આખા દેશના બધા જ અખબારમાં પહેલાં જ પાના પર આ જાંબાઝ યુવાનનું પરાક્રમ અને દેશને ખાતર પોતાની આહુતી આપી શહીદી વ્હોરી લેનાર આ સૈનિકનો ફોટો છપાયો હતો અને નીચે લખ્યું હતું-

દુશ્મન દેશની લશ્કરી છાવણીનો કચ્ચરઘાણ વાળી દેશને ખાતર શહીદ થતો ભારત માતાનો સપૂત અને જાંબાઝ સૈનિક જેનો કોડવર્ડ હતો, "ભારત માતા કી જય !"


Rate this content
Log in

Similar gujarati story from Action