STORYMIRROR

natwar tank

Drama Horror

3  

natwar tank

Drama Horror

અફવા

અફવા

1 min
45

આખા શહેરમાં આ વાત ફેલાઈ ચૂકી હતી કે નદીના પુલ પરથી મોડીરાત્રે પસાર થવામાં જોખમ છે. ઘણાં લોકોને અનુભવ થઈ ચૂક્યો હતો. ઘણાંં તેને અફવા માનતા હતા.

મયંક નિડર હતો. તેને આવી વાતોમાં જરાય વિશ્વાસ ન હતો. રાત્રે ૨ વાગ્યે છેલ્લી પાળી પૂરી કરીને નદીની સામે પાર સોસાયટીમાં આવેલ પોતાના ઘરે જવા એ જ પુલ પરથી નીક્ળ્યો.

થોડે દૂર ગયો ત્યાં એક કાળાં કપડાં પહેરેલા માણસે તેને રોક્યો. લાઈટના સામે આવતા પ્રકાશથી તેનું મોઢું બરાબર દેખાતું ન્હોતું.

“એ ભાઈ, પુલને છેડે જતાં નહીં, ત્યાં ભૂત થાય છે અને બધાને પોતાનું માથું કાપી પોતાના હાથમાં લઈને ડરાવે છે..” એમ કહેતાં જ પોતાનું માથું એક ધારદાર છરા વડે કાપીને પોતાના હાથમાં લઈ લીધું અને એ લોહી નિતરતું માથું અટ્ટહાસ્ય કરવાં લાગ્યું. મયંક્ના ધબકારા વધી ગયા. એક ક્ષણનોય વિલંબ કર્યા વગર બાઇક આગળ મારી મૂક્યું. છેડે પહોચ્યોં ત્યાં સામેથી એક સફેદ કપડાં પહેરેલ માણસ આવી રહ્યો હતો. મયંકે તેને બચાવવાં કહ્યું, “ભાઈ, એ તરફ જતાં નહીં, ત્યાં ભૂત થાય છે અને એ પોતાનું માથું…” વાત પૂરી કરવા જાય ત્યાં જ પેલાએ એક મોટા છરાથી પોતાનું માથુ કાપી, હાથમાં લઈ બોલ્યો, “આવી જ રીતે ને..?”

આ વખતે મયંક બાઈકની કિક ન મારી શક્યો. બીજા દિવસે શહેરના અખબાર મયંકના મૃત્યુનું કારણ જુદું જુદું બતાવી રહ્યાં હતાં !


Rate this content
Log in

Similar gujarati story from Drama