The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

natwar tank

Inspirational

4  

natwar tank

Inspirational

લઘુકથા-સમજણ

લઘુકથા-સમજણ

1 min
29


"શામજી, આ પ્રસંગે તારે શું કહેવાનું છે ? બોલ."

કલેકટરે બોલાવેલ સરપંચ, મંત્રી, ગામના આગેવાનો, દવાખાના ડોકટર, નર્સ, બંદોબસ્તમાં આવેલ પોલીસ, ગ્રામરક્ષક દળ અને વસવાયાંની મીટીંગમાં કહ્યું. શામજીએ ઊભા થઈ તેની વાત ચાલું કરી.

"સાયેબ, અમે આમાં કાંય કયરું નથી, બધુંય આ ઇશવરે કયરું સે" એમ કરી આકાશ તરફ આંગળી ચીંધી.

"એણે એવો ટેમ દીધો કે માણહ પોતે જ હમજવા મંયડો. અમે તો ખાલી ગામની સેરીયું ,પાદર અને પછવાળાં જ સોખાં કયરાં સે. બાકી આ રોગજ એને એવો દીધો સે કે હંધાય સોખાઈનું માયત્તમ હંમજવા મંયડા સે. આ હંધાય માણહજ એકાબીજાનું ધ્યાન રાખતાં થૈ ગ્યા સે. બધાયે હંમજીને કૂદરતને સોખી કરી છે, કોય ખોટો કચરો કરે નૈ કે ફેકે નૈ. ખોટાં ઝાડ પાન તોડે નૈ. નદી તળાવમાં કચરો નાખે નૈ .એટલે તો અટાણે હંધુય સોખું સણાક સે. ને તમારે હાયથે આજ આ ગામ સોખાયનું પેલું ઇનામ લેવાનું સે !"

એ સાથે જ ક્લેકટરે તાળીઓનાં ગડગડાટ વચ્ચે સફાઈ કામદાર શામજી અને તેનાં સાથીદારોને આ ગામે જીતેલ "સફાઈ અભિયાન"નું પ્રથમ ઇનામ આપ્યું.

ગામના મોટાં કહેવાતાં માણસો અને અન્ય હોદ્દેદારો સૂચક નજરે એકબીજા સામે જોવા માંડ્યાં.


Rate this content
Log in

More gujarati story from natwar tank

Similar gujarati story from Inspirational