અજાણી વાર્તા
અજાણી વાર્તા
"મમ્મી હું તારી એક્ની એક દીકરી છું, છતાંય મને ઘણીવાર એમ થાય છે કે તું ?"
"ના, બેટાં એમાં એવું છે ને કે આજના યુગમાં.."
"બસ બસ મમ્મી, એથી આગળની વાર્તા કહોને.."
"પણ..બેટાં ?"
"અરે, મમ્મી તું શું વાર્તા કહીશ ! હું જ તને પંદર વર્ષ પહેલાંની વાર્તા કહું-
...તેં ત્રણ ત્રણ વખત દીકરો આવે એવાં પ્રયાસો કર્યા હતા. અંતે મારા પપ્પાએ જ તો તને મરતાં બચાવી હતી !"
"બસ બસ બેટાં, હવે તારાં પપ્પાનું ધ્યાન રાખજે." કહીને તે હવામાં ઓગળી ગઈ.
