પુસ્તકીય ચાહના
પુસ્તકીય ચાહના
'ગુજરાતનો નાથ' વાંચવા સમયે કોને ખબર હતી કે અમાત્ય મુંજાલ મહેતા મારાં હૃદય પર પણ રાજ કરવા પામશે ! અને, મીનળદેવીની મોહમયી માયા ત્યજી એ મારી પાસે મને મળવાની ઉત્કંઠા લઈ આવશે !
સ્વપ્નગત વિચારોમાં મગ્ન હું 'ગુજરાતનો નાથ' ભણાવવામાં એટલી મંત્રમુગ્ધ થઈ ગઈ કે ધ્યાન જ ન રહ્યું સિનિયર કોલેજનાં પ્રોફેસર રત્નપારખી જી મારી સમક્ષ અડધા કલાકથી એકટક મને નિહારી રહ્યા હતાં. અને, એમની એ વૃત્તિ જોઈ 'જયવિજય' આર્ટસ, કોમર્સ એન્ડ સાયન્સ જુનિયર કૉલેજનાં સ્ટુડન્ટસ એમની મશ્કરી કરવા સાથે મારીય બેદરકારીને અજાણપણે એમાં વણોટી રહ્યા હતાં.
મારી વિરુદ્ધમાં એક પણ શબ્દ ન સાંખી શકનાર ચૈતન્ય મારૂ, અત્યારે ચૂપ હતો એ પાછળ નક્કી કોઈ ગૂઢ રહસ્ય છૂપાયેલું હોવું જોઈએ. વરના એવું જવલ્લેજ બન્યું હશે કે કોઈ મારી તરફ આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ કરે કે મારી મશ્કરી કરવાનો છૂપો ઈરાદો પણ સેવે અને ચૈતન્ય મારૂએ એને ઢીબેડી ન નાંખ્યો હોય !
ગુજરાતી સાહિત્ય ભણાવવા માટે હું, ઈશ્વરી બ્રહ્મભટ્ટ ચંદ્રન ટેમ્પરરી બેઝ પર પુણે શહેરની ખ્યાતનામ કૉલેજ 'જયવિજય'માં નિયુક્ત થયે ત્રણ વર્ષ વીતી ચૂક્યાં હતાં. પણ હજુય હું એક રહસ્યમય પહેલીથી વિશેષ કંઈ જ નહોતી. સહુ એ જાણવા સતત પ્રયત્નશીલ રહેતા કે હું કોણ છું, મારું કુળ કયું અને સૌથી આશ્ચર્યજનક બાબત મારાં વિશે એ ફેલાયેલી હતી કે .અરુ નામ એટલું વિચિત્ર કેમ છે ?
'ઈશ્વરી' નામ મરાઠાઓમાં પ્રખ્યાત ગણાતું. જ્યારે સરનેમ 'બ્રહ્મભટ્ટ' હતી જે, બનારસી પંડિત કહેવાતાં અને 'ચંદ્રન' તમિલિયમ કમ્યુનિટી. તો શું હું સંપૂર્ણ ભારતને ખુદમાં સમાવનારી એકમાત્ર અજાયબી હતી ! એથી વિશેષતમ હિન્દી, મરાઠી કે ઈંગ્લીશ વિષય ન શીખવતાં ગરવી ગુજરાતી ભાષા શીખવી રહી હતી.
મિસ. ચંદ્રન કે બ્રહ્મભટ્ટ તરીકે ઓળખાવાને બદલે મને ઈશ્વરી તરીકે ઓળખાવું વધુ પ્રિય હતું. અને એવો આગ્રહ પણ મારો રહેતો. જેથી કરીને પણ સહકર્મચારીઓ મારાથી થોડાં થોડાં છેટા જ રહેતાં. અને, દૂર રહીને મારાં વિષે કૂથલી કરતાં ય થાકતા નહીં.
"મિસ. ઈશ્વરી ! ઓ મિસ. ઈશ્વરી !"
મારાં નામની બૂમ કાને પડવા બાદ પણ મને તંદ્રામુક્ત ન કરી શકી. એટલે જગ્ગુ કાકાએ મારી ડેસ્ક પર ઊંઘી મૂકેલી પુસ્તક ગુજરાતી નવલકથા 'ગુજરાતનો નાથ' પોતાનાં કરકમલમાં લઈ પછાડી અને મુંજાલ મંત્રી ખાનદાની કટાર લઈ એમાંથી બહાર કૂદી પડ્યો.
"કોની આટલી હિંમત કે મને, મુંજાલ મહેતાને જગાડવાની જહેમત ઉઠાવી !?"
ઉભડક બેઠેલી હું સફાળી ઊભી થઈ ગઈ અને એક પછી એક દિશા ખાંગળતી જોતી જ રહી ગઈ. ત્યાં, યકાયક મારી નજર મુંજાલ મહેતા તરફ ગઈ અને બેશુદ્ધ થવાની કગાર પર અધમરી હાલતમાં લટકી રહી હતી. અને ચક્ષુ દેસાઈ, કિસ્મત અમીન, ગુનગુન ઝવેરી તથા બીજાં ચાર પાંચ જણાં મારી ફરતે ટોળે વળી ગયાં.
અને મને, એકટક નિહારી રહેલ સિનિયર પ્રોફેસર અભિનવ મહેશ્વરી ચૈતન્ય મારૂનાં હાથની મજબૂત પકડમાંથી ખુદને છોડાવવાનો યથાવત પ્રયાસ કરી રહ્યો હતો.
મારી આસપાસ આટલું બધું અળવીતરું ચાલી રહ્યું હતું ને હું અર્ધ તંદ્રામાં જ મ્હાલી રહી હતી કદાચ. એવું મારાં બોડીગાર્ડ મુંજોભા સરદારનું કહેવું હતું. જેના પર મને લગીરે વિશ્વાસ નહોતો. એય મારી ખૂબસૂરતી પર ફિદા હતો, અને એટલે જ મને સ્ટ્રીટ હૉકર રોમિયો જરીકે ગમતાં નહોતાં.
મુન્શી કાળનો એ મુંજાલ મહેતા, મીનળદેવીનો પ્રિયતમ, આજનાં આધુનિક યુગમાં મારી સામે 'જયવિજય' કૉલેજનાં કેમ્પસમાં સાક્ષાત ઊભો હતો. અને મને, પ્રપોઝ કરી રહ્યો હતો વેસ્ટર્ન સ્ટાઈલમાં...
"વિલ યુ બી માઈ વેલેન્ટાઈન !"
"હુ આર યુ ટૂ આસ્ક મી લાઈક ધીસ વે? ડોન્ટ યુ નો ધેટ આઈ એમ યોર સિનિયર કલિગ? !"
"હું, ગત જન્મનો મુંજાલ મહેતા, આ જન્મમાં હિસ્ટ્રીનો પ્રોફેસર અભિનવ મહેશ્વરી છું.
ચૈતન્યની પકડમાંથી છટકી જવા પામી એવો મુંછાળો મર્દ તો હતો જ અભિનવ ઉર્ફ મુંજાલ મહેતા. પણ, આધુનિક યુગનો અહિંસાવાદી ગાંધી હતો, કે જે ફૂંફાડો ય વખત આવ્યે મારે, નહિંતર 'રામ રાખે એને કોણ ચાખે' જેવી વૃત્તિ ધરાવનાર એકમેવ મહેશ્વરી હતો.
મુંજાલ મહેતાની યુનિક સ્ટાઈલથી હું તો ઓળઘોળ થઈ ગઈ. અને,
'પાટણની પ્રભુતા' નામક નાટક ખેલાવા લાગ્યું. મુખ્ય પાત્રમાં મીનળદેવીને સ્થાને હું ખુદને જોવા લાગી. દુન્યવી જંજાળ ત્યજી મુંજાલ ભેળાં ભાગી છૂટવા તત્પર થયેલી કાશ્મીરાદેવીની સુંદરતાને ઠોકર મારી મીનળદેવીનેય દગો દઈ મુંજાલ સરદારજીનો વેશ ધારણ કરી 'કડું, કટાર, કંઘા અને કેશ'નો ચીલો પાડતો આગળ વધ્યો અને ઈશ્વરી બ્રહ્મભટ્ટ ચંદ્રનને મહેશ્વરી બનાવી ઉડાવી લઈ ગયો.
અને હું, ઈશ્વરી, મરાઠા કુળમાં જન્મેલી, બનારસી કુળમાં દત્તક લેવાઈ ઉછરેલી, તથા તમિલિયન કુળમાં બાળ વિવાહ તથા વિધવા થઈ પોરબંદરની સાધ્વી તરીકે જીવન વ્યતીત કરવા પ્રેરાયેલી એક નારી. જેને આજે ખરો પ્રિયકર મળી ગયો કે જેણે વિધવા પુનર્વિવાહને પોતાનાં ખરાં પ્રેમથી ઉછેર્યો તેમજ નિભાવ્યો પણ.
હું ગર્વિષ્ઠ છું ભારત ભૂમિની સંતાન કહેવાવા માટે. તેમજ, મારી પુસ્તકીય ચાહના - મુંજાલ મહેતાને આ જન્મે પામવા માટે.
"યસ, આઈ એમ યોર વેલેન્ટાઈન ફોરેવર !"

