પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી ૭
પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી ૭
(પાછલા ભાગમાં જોયું કે ડૉ. હેલ્મની દીકરી કેલી હવે મોટી થઇ ગઈ છે અને તે ડૉ હેલ્મની લેબમાં કામ કરી રહી છે. તેણે ડૉ હેલ્મની બિગ બેંગ અને બિગ ક્રન્ચની થિયરીના અનુત્તરિત જવાબો માટે પ્રતિબ્ર્હમાંડની થિયરી આપી. અને આપણે જોયું કે ડૉ સાયમંડ મર્યો નથી પણ જીવે છે અને સિરમ માટે કામ કરે છે હવે આગળ)
સિરમે ડૉ સાયમંડને પૂછ્યું 'છેલ્લી સ્ટેજ એટલે હજી કઈ બાકી છે ?' ડૉ સાયમંડે કહ્યું 'હા ડિવાઇસમાં તમારી રેટિના પ્રિન્ટ અને વોઇસ પ્રિન્ટ લેવાની છે બસ એટલુંજ. સિરમ હસી પડ્યો અને ડૉ સાયમંડના ખભા પર ધબ્બો માર્યો અને કહ્યું મજાક બહુ સારી રીતે કરે છે.' પછી સાયમંડે તે ડિવાઇસમાં સીરામની રેટિના પ્રિન્ટ અને વોઇસ પ્રિન્ટ લીધી અને કહ્યું 'મારુ કામ પૂરું.' સિરમે કહ્યું તને ખબર છે કે તારા ઓરીજીનલ નામની ફક્ત મને ખબર છે બાકી અહીંના લોકો માટે તું ડૉ મેન્યુઅલ છે અને તેવા ડોકયુમેન્ટ્સ મેં અહીંની રીજનલ સરકારના રેકોર્ડમાં ક્યારનાય અપલોડ કરી દીધા છે. હવે તારો બંગલો તારી રાહ જોઈ રહ્યો છે અને તારી કન્વર્ટિબલ પણ. અહીંથી એક ગાડી તને તારા બંગલે મૂકી જશે અને ત્યાં હજી એક સરપ્રાઈઝ તારી રાહ જોઈ રહ્યું છે ૧૩ વર્ષની મહેનત થોડી મોજમજા પણ કરી લે. આપણે બે દિવસ પછી મળીશું.
સાયમંડ પોતાના બંગલે પહોંચ્યો. બંગલો પૉશ એરિયામાં હતો અને બહુજ વૈભવશાળી હતો અને તેના ઘરમાં તેનું સ્વાગત બે સુંદરીઓએ કર્યું. તેમણે કહ્યું અમે તમારી સેવા માટે હાજર છીએ. સિરમનું આ સરપ્રાઈઝ તેને બહુ ગમ્યું હતું. બે દિવસ ક્યાં ગયા તેની તેને ખબર ન પડી.તેનું સપનું હતો આવો બંગલો અને જો તે ડૉ હેલ્મ પાસે રહ્યો હોત તો આ સપનું ક્યારેય પૂરું ન થયું હોત. ડૉ હેલ્મનું નામ તેને યાદ આવતાજ તેનું મન કડવાશથી ભરાઈ ઉઠ્યું. તે ડૉ હેલ્મનો ડેપ્યુટી હતો પણ તે હંમેશા કોઈ મહત્વની વાત હોય તો તેનાથી છુપાવતા જે પછીથી બીજા સહકારીઓ પાસેથી ખબર પડતી. તેથી તેને ડૉ હેલ્મ પ્રત્યે અણગમો હતો. તે વિચારતો કે હું આટલા લોકોમાં એકલોજ નીગ્રો છું એટલે મારી સાથે આવું વર્તન કરવામાં આવે છે. જો કે તેણે પોતાનો અણગમો ક્યારેય ડૉ. હેલ્મ પાસે જાહેર નહોતો કર્યો. તે હંમેશા તેમની સાથે સારી રીતે વર્તતો. ન્યટ્રિનોને કંટ્રોલ કરવાની મેકેનિઝ્મ તેણે બનાવી હતી પણ ડૉ હેલ્મે ક્યારેય તેને ક્રેડિટ આપી નહોતી. જાહેરમાં ક્યાંય આ વાતનો ઉચ્ચાર નહોતો કર્યો. કોઈ ઇન્ટરવ્યૂ હોય તો પણ તેમાં તે પોતાના વિષે વાત કરતા અને સહકારીઓ માટે વાત કરવી હોય તો મારી ટીમ એવું કહેતા. બીજા સહકરીઓ પણ નારાજ હતા પણ તેમના વર્તનથી તે નિરાશ થયો હતો. ડૉ હેલ્મ હંમેશા તેને પડછાયામાં રાખવા માંગતા હતા અને કાળજી રાખતા કે તે ક્યાંય પ્રકાશમાં ન આવે પણ એક વખત એક કોન્ફરન્સ વખતે તે સિરમના કોન્ટકટમાં આવ્યો. સિરમે બહુ ઝડપથી પારખી લીધું કે સાયમન્ડની ડૉ. હેલ્મથી કંઈક નારાજગી છે.
તે તકનો લાભ લઇ સિરમે સાયમંડ સામે એક ઓફર મૂકી જે એટલી મોટી હતી કે સાયમંડ લલચાઈ ગયો. તેણે કહ્યું 'હું તૈયાર છું પણ મારે એક ડિઝાઇન જોઈશે જે લેબના કોમ્પ્યુટરમાં છે જે મારાથી લાવવી શક્ય નહિ બને. કારણ તે કોમ્પ્યુટરમાંથી ચોરી થઇ તો સૌથી પહેલો શક મારા પે જશે કારણ હું એકલોજ નીગ્રો છું.' સિરમે કહ્યું 'તું ચિંતા ન કર મારા લોકોની કાળજી લેતા મને આવડે છે. પછી સિરમે આ ચોરીનો કોન્ટ્રાકટ ટ્રીગરને સોંપ્યો અને કહ્યું કે ચોરી એવી રીતે થવી જોઈએ કે ચોરી થઇ જાય , ચોર પકડાઈ જાય અને માલિકને લાગે કે ચોરીનો માલ સહીસલામત છે. યુલરે કહ્યું 'તમે ચિંતા ન કરો અમારું ગ્રુપ એવી શતરંજ ની બિસાત બીછાવશે કે સામેવાળાને લાગશે કે તે જીતી ગયા છે પણ ખરી જીત આપણી થઇ હશે, તમારે ફક્ત એટલું કરવું પડશે કે રકમ વધારવી પડશે.' એમ કહીને ખંધુ હસ્યો. પછી યુલરે પોતાની બાજી શરુ કરી.
સૌથી પહેલા તેણે લેબમાંથી એવી વ્યક્તિને શોધી કાઢી જેને પૈસાની હંમેશા જરૂર પડતી હોય અને તેની સામે આવ્યો જુસાન. તેણે જુસાનને સમજાવ્યો કે શું કરવાનું છે. જુસાને કોમ્પ્યુટરને પાંચ મિનિટ માટે વાઇસનેટથી જોડી દ
ીધુ અને પછી એવા કલુ છોડ્યા કે ઇન્વેસ્ટીગેટર તેના સુધી પહોંચી જાય. તે પ્રમાણે રાયન તેના સુધી પહોંચી ગયો. થોડો માર ખાધા પછી પોતાનો ગુનો કબુલી લીધો. યુલરે જુસાનને કહી રાખ્યું હતું કે થોડો સમય જ જેલમાં રહેવું પડશે પછી તે તેને છોડાવી લેશે. પછી યુલરે પોતાનો બીજો દાવ ખેલ્યો જેના દ્વારા જુસાનને ઓફર કરાવી હતી તેનું મર્ડર કરાવી દીધું અને થોડા સમય પછી પોતે એક વિડિઓ મોકલ્યો જેમાંથી આગળના કલુ મળે અને રાયન હેકરો સુધી પહોંચી જાય અને તે પ્રમાણેજ થયું રાયન હેકરો સુધી પહોંચ્યો અને તેમને પકડી લીધા. અને યુલરે હેકરોને સમજાવી દીધું હતું કે તેમણે શું કરવાનું છે. હેકરોએ સ્ટેટમેન્ટ આપ્યું કે તેઓ આ ડિઝાઇન ૬ મહિના પછી બ્લેક માર્કેટમાં વેચવાના હતા. તેના લીધે પોલીસ અને ડૉ. હેલ્મને લાગ્યું કે ચોરીનો માલ સલામત છે. પણ ખરેખર તો ડિઝાઇન સિરમ પાસે પહોંચી ગઈ હતી.
પછી યુલરના ખેલનો છેલ્લો તબક્કો. સાયમંડનો એક્સીડેન્ટ. યુલરે સાયમંડ જેવી દેખાતી વ્યક્તિની લાશ મેળવી અને બહુ સફાઈપૂર્વક એકસીડન્ટ કરાવ્યો અને ગાડીને સળગાવી દીધી એટલે બળેલી લાશને લોકો સાયમન્ડની લાશ સમજે. અને તે રીતે સાયમંડ ડૉ. હેલ્મની લેબમાંથી સિરમની લેબમાં પહોંચી ગયો. સાયમંડ પથારીમાં પડ્યો પડ્યો વિચારી રહ્યો હતો કે ફક્ત એક મિટિંગમાં તેનું જીવન કેટલું બદલાઈ ગયું. ડૉ હેલ્મના ત્યાં હોત તો હજી પણ તેની પાછળ ઉભો ઉભો બધા સામે સ્માઈલ કરતો હોત.
હજી તે આવું વિચારીજ રહ્યો હતો કે તેને અવાજ આવ્યો મજા કરી રહ્યો છે સાયમંડ ? તે ચમકી ગયો કારણ સાયમંડ નામ ફક્ત સીરમને ખબર હતી બાકી લોકો માટે તે ડૉ મેન્યુઅલ હતો. તે હડબડીને ઉભો થઇ ગયો સામે ખુરસીમાં એક આધેડ વયની વ્યક્તિ હાથમાં લેસર ગન લઈને બેઠી હતી. તે વ્યક્તિએ કહ્યું 'ચોંકવાની જરૂર નથી સાયમંડ મને તારા વિષે બધી ખબર છે. પોતાની લેબમાં સફાઈપૂર્વક ચોરી કરાવી અને બીજાને બકરો બનાવ્યો પોતાનો એક્સીડેન્ટ કરાવીને પોતાને મૃત સાબિત કરાવીને અહીં આવીને બેસી ગયો.' એ.સી.ની ઠંડકમાં પણ સાયમંડને પરસેવો વળી ગયો. તેણે પૂછ્યું 'કોણ છો તમે અને આ બધું કેવી રીતે જાણો છો ?' તે વ્યક્તિએ કહ્યું કે 'તારે એ બધું જાણવાની જરૂર નથી તારે એ કહેવું જોઈએ જેમાં મારો ઇન્ટ્રેસ છે. હવે તું મને કહે કે 'તું સિરમની લેબ માં ૧૩ વર્ષથી શું કરી રહ્યો હતો.' સાયમંડે થોડી બહાદુરી બતાવતા કહ્યું 'એનાથી તારે શું મતલબ. મારી મરજી હું જે જોઈએ તે કરું.' તે વ્યક્તિએ કહ્યું 'હા એ પણ વાત સાચી તારી મરજીથી તારે જે કરવું હતું તે કર્યું હવે મારી મરજીથી જે કરવું જોઈએ તે કરું એમ કહીને ગનનું મોઢું સાયમંડની દિશામાં ફેરવ્યું એટલે સાયમંડના મોતિયા મારી ગયા તેણે કહ્યું 'પ્લીઝ મને મારતા નહિ.' તે વ્યક્તિએ કહ્યું કે 'તો પછી તું મને કહે કે લેબમાં તે શું કામ કર્યું ?' સાયમંડે કહ્યું 'તમને કહી દઈશ તો તે લોકો મને મારી નાખશે.' તે વ્યક્તિએ કહ્યું 'તે લોકો તો તને મારશે ત્યારે મારશે પણ હું તો તને હમણાંજ મારી નાખીશ અને મને કહી દીધું છે તેની તેમને ખબર નહિ પડે તેની ગેરંટી હું આપું છું.' સાયમંડે પોતાનું થૂંક ગળીને પોતાની વાત શરુ કરી અને જેમ જેમ તે વાત કરતો ગયો તે વ્યક્તિની આંખો ક્રોધથી ભરાઈ ઉઠી. બધી વાત પુરી થઇ એટલે તેણે કહ્યું થેન્ક યુ સાયમંડ એક કહી દરવાજા તરફ મોઢું ફેરવ્યું. સાયમંડ પોતાને વળેલો પરસેવો લૂછી રહ્યો હતો ત્યાંજ તે વ્યક્તિ પાછી ફરી અને કહ્યું અને 'હા હું મારુ નામ કહેવાનું ભૂલી ગયો , મારુ નામ શ્રેયસ છે અને હવે તું વિચારતો હોઈશ કે મેં પોતાનું નામ કેમ કહી દીધું તો તને કહી દઉં કે હું મરનારને હંમેશા મારુ નામ કહી દઉં છે એમ કહીને ગનની મોઢું સાયમંડ તરફ ફેરવ્યું અને સાયમંડનું શરીર બે ભાગ માં વિભક્ત થઇ ગયું અને ત્યાં લોહીનું ખાબોચિયું બની ગયું.
સાયમંડે એવું તો શું બનાવ્યું હતું કે સિરમે તેને ગાડી બંગલો આપ્યો ? શ્રેયસે શા માટે સાયમંડનું ખૂન કર્યું ? હવે આગળ શું થવાનું છે ? જાણવા માટે વાંચતા રહો 'પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી'