Jyotindra Mehta

Crime Thriller Others

3  

Jyotindra Mehta

Crime Thriller Others

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૪

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૪

6 mins
317


(પાછલા ભાગમાં જોયું કે ઈ.સ. ૨૨૫૦માં ગુનેગારી આલમની સ્થિતિ શું છે, ટેક્નોલોજીમાં કેવું પરિવર્તન આવ્યું છે.)

 

ઈ.સ.૨૨૫૦માં જીવન કેવું છે .

હજી પણ સમાજ ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે. અમીર વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ. અમીર વર્ગમાં મોટેભાગે બિઝનેસમેનો, કલાકારો, વૈજ્ઞાનિકો અને રમતગમતના ખેલાડીઓ છે. મધ્યમ વર્ગમાં મોટાભાગના નોકરિયાતો અને નાના ધંધા કરવાવાળા છે અને ગરીબ કહેવાતો વર્ગ મોટેભાગે મજૂરી કરનારો વર્ગ છે. જોકે પહેલાની જેમ ગરીબવર્ગ અભાવોથી નથી પીડાઈ રહ્યો. ફરક ફક્ત આવાસોથી ખબર પડે છે. ગરીબવર્ગ સરકારે બાંધેલી કોલોનીઓમાં રહે છે. એક કોલોનીમાં પચાસ મકાનો છે અને દર પાંચ મકાનની વચ્ચે એક હેલ્થ સેન્ટર છે. જેમાં જિમ્નેશિયમ, સ્વિમિંગ પુલ, ગાર્ડન અને રમતગમતનું મેદાન છે. દરેક મકાન પાંચ માળનું છે અને દરેક માળ પર ચાર ફ્લેટ છે. દરેક કોલોની દીઠ એક સ્કૂલ છે જેમાં લોઅરથી લઈને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણ આપવાનું કામ ફક્ત સરકાર કરે છે, હવે એકેય પ્રાઇવેટ સ્કુલ રહીં નથી. આવી કોલોનીમાં રહેનારની અગવડ ફક્ત એટલી જ છે કે તેમના મકાનો શહેરથી ૫૦ અથવા ૧૦૦ કિલોમીટરના અંતરે છે. જો કે હવે પ્રવાસ ઝડપી હોવાથી પ્રવાસમાં વધારે સમય નથી બગડતો. છતાં ત્યાં રહેનારનું સ્વ્પ્ન છે એક દિવસ પ્રગતિ કરીને ત્યાં રહેવા જવું જ્યાં મધ્યમ વર્ગ રહે છે. મધ્યમવર્ગ ગગનચુંબી મકાનોમાં રહે છે જેમાં સુખ સગવડોની કમી નથી. અમીર વર્ગ વૈભવશાળી બંગલાઓમાં રહે છે. નામાંકિત ચિત્રકારોનાના ચિત્રો અને બીજા ગ્રહોથી લાવેલા પદાર્થો તેમના ઘરોની શોભા વધારી રહ્યા છે. અત્યારે સૌરમંડળની વસ્તુઓનું કલેક્શન કરવું ઈનથિંગ ગણાય છે.  


સિનેમા હજી પણ મનોરંજનના માધ્યમોમાં પહેલા નંબર ઉપર છે. રમતગમતોમાં એડવેન્ચર સ્પોર્ટ્સનો નંબર લાગે છે તેમાં બાઈક રેસિંગ, કાર રેસિંગ અને કન્વર્ટિબલ રેસિંગ મુખ્ય છે. મેદાની રમતોમાં ફૂટબોલ અત્યારે પણ એક નંબર પર છે પણ તેના નિયમો પહેલા કરતા થોડા બદલાઈ ગયા છે. અત્યારના ખેલાડીઓ પહેલાના ખેલાડીઓ કરતા વધુ સુદૃઢ અને ઝડપી છે . માનવજીવનના સ્તરમાં સુધારો આવ્યો છે પણ માનવમાં નહિ તે હજી પણ લાલચુ અને સ્વાર્થી છે. એકબીજા સાથે વગર કારણે પ્રતિસ્પર્ધા કરવી, કોઈને દગો કરવો એ બધું બંધ નથી થયું. સમાજમાં એક દુષણ ભયંકરની હદતા સુધી વધી ગયું છે તે છે નશાખોરી. અત્યારસુધી ઘણાબધા નેતાઓએ તેના પર કાબુ કરવાનો પ્રયત્ન કર્યો પણ જેમ જેમ માનવમસ્તિષ્કનો વિકાસ થતો ગયો તેમ તેમ માનવમસ્તિષ્કની નશાની તલબ વધતી ગઈ .


હવે આપણે આપણા કથાનક પર આવીયે. ઈ.સ ૨૨૫૦નું નિરૂપણ કથાનકમાં થઇ રહેલી ઘટનાઓ સમજવામાં ઉપયોગી થશે તેથી લખ્યું છે. ન્યુટ્રીનોનું અસ્તિત્વ તો છેક ૧૯૩૦માં વુલ્ફગેન્ગ પોઉલી દ્વારા પ્રકાશમાં આવ્યું હતું. તે પછી તેમની હાજરી પારખતા અનેક પ્રયોગ થયા. ન્યુટ્રીનો એક જાતના ભૂતિયા કણો કહેવાય છે. તે ખુબજ ઓછા દળના હોય છે અને તેમના પર ન તો ગુરુત્વાકર્ષણનો પ્રભાવ પડે છે ન તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડનો. તે બહુ ઝડપથી પ્રવાસ કરે છે તેમના પ્રવાસમાં કોઈ અવરોધ ઉભું નથી કરી શકતું. નદી, પર્વત, ધાતુ, અંતરિક્ષ કોઈ જ નહિ. તેમની હાજરી પરખાઈ હતી પણ તેમને પકડી શકવામાં કોઈ કામયાબ નહોતું થયું. તેને પકડવાના દરેક પ્રયોગની પરિણામ આજ સુધી શૂન્ય આવ્યું હતું. પણ ઈ.સ.૨૨૩૦ ડૉ હેલ્મ તેમને પકડવામાં જ નહિ પણ તેમને કંટ્રોલ કરવામાં પણ કામયાબ નીવડ્યા.આ વિજ્ઞાન જગતમાં ઐતિહાસિક ઘટના હતી જેને આખા જગતે વધાવી લીધી. પણ તેમને ખબર ન હતી કે તેમની આ સિદ્ધિ આ જગત માટે મુસીબત નોતરવાની છે. કાશ તેઓ ફક્ત તેમને પકડવામાં કામયાબ થયા હોત.


અન્ય વિજ્ઞાનીઓની જેમ ડૉ હેલ્મનો આશય પણ સ્પષ્ટ હતો. ન્યુટ્રીનો થકી બ્રહમાંડનો ભૂતકાળ જાણવાનો. તેમનો પ્રયોગ હજી આગળ વધવાનો હતો પણ એક ઓચિંતી ઘટના બની જેનાથી તેમની ઊંઘ ઉડી ગઈ. તેમની લેબ બહુજ ગુપ્ત સ્થળે બની હતી. તેમની લેબ JICAPT રીજનમાં એક પર્વત નીચે ૨૨૦૦ મીટર અંદર બની હતી. જ્યાં તેમની ટીમ ગુપ્તતાથી તેમની શોધ આગળ વધારી રહી હતી અને આખી પ્રયોગશાળા સરકારી ખર્ચે બનેલી હોવાથી સરકારના નિયંત્રણમાં હતી. પણ ત્યાંથી તેમણે બનાવેલી મશીનની બ્લુપ્રિન્ટનો ડેટા ચોરી થઇ ગયો. ચોરી બહુ સફાઈપૂર્વક કરવામાં આવી હતી. લેબના બધા કોમ્પ્યુટરો અંદરો અંદર જોડાયેલા હતા પણ તેમણે વાઇસનેટથી નહોતા જોડવામાં આવ્યા. ત્યાં વાઇસનેટની સુવિધા હતી પણ કોઈને પણ કોમ્પ્યુટરો વાઇસનેટથી જોડવાની મનાઈ હતી. સર્વર રૂમ પર સરકારે મજબૂત સિક્યુરિટી રાખી હતી. પણ એક રાત્રે કોઈએ મુખ્ય કોમ્પ્યુટરને વાઇસનેટથી જોડી દીધું અને હેકરે તે કોમ્પ્યુટરનો ડેટા ચોરી લીધો. બીજે દિવસે ચોરીની ખબર પડ્યા પછી ડૉ હેલ્મ તેમજ સરકારની ઊંઘ ઉડી ગઈ. સરકારે કેસ પોલીસ દળના સક્ષમ ડીટેક્ટીવ રાયનને આપી. રાયને પોલીસ ડિપાર્ટમેન્ટના હેકરોની મદદથી તે સ્થળ શોધી કાઢ્યું જ્યાંથી હેકરે ડેટા તફડાવ્યો હતો. પણ તે એક જૂનું બિલ્ડીંગ હતું જ્યાં કોઈ નહોતું રહેતું. રાયને ત્યાં કામ કરતા દરેક જણ તો બાયોડેટા તપાસ્યો અને દસ શંકાસ્પદ લોકોને જુદા તારવ્યા અને તેમના પર વોચ રખાવ્યો.અને દસ દિવસમાં તેણે જુસાનને પકડી લીધો અને જુસને પોતાનો ગુનો કબુલ કરી લીધો. રાયને તેના કબૂલાતનો વિડિઓ ડૉ હેલ્મ અને તેમની ટીમ માટે લેબ માં મોકલ્યો. તેના શબ્દો નીચે પ્રમાણે હતા .

રાયન : તારે ચોરી શું કામ કરવી પડી ?

જુસાન : મેં ચોરી નથી કરી, મેં ફક્ત કોમ્પ્યુટરને વાઇસનેટથી જોડ્યું હતું.

રાયન : તેને પણ ચોરી જ કહેવાય. ચોરી કરાવવામાં મદદ કરવી તે પણ ચોરી કહેવાય.

જુસાન : મને ખબર નહોતી કે તેઓ ડિઝાઇનની ચોરી કરવાના છે તેમને ફક્ત પ્રયોગનો ડેટા જોઈતો હતો અને તે માટે તેઓ મને એક ઘર આપવાના હતા .

રાયન : આટલા વરસથી સરકાર તમને પગાર આપી રહી છે અને તમને તમારી ટીમની પણ પરવા નથી.

જુસાન : મારો પગાર તો ૧૫ દિવસમાં પૂરો થઇ જાય છે અને બાકી દિવસ હું ઉધાર લઈને ચાલવું છું. અને મારુ ઘર ટીમ નથી ચલાવતી. ટીમ જાય ભાડમાં.

રાયન: 'તમારો પગાર તો મારા કરતા બમણો છે, તો ૧૫ દિવસમાં કેમ પૂરો થઇ જાય છે.

જુસાન : 'બસ પૂરો થઇ જાય છે.'

રાયન : 'કારણ મને ખબર છે. તમારો પગાર ડ્રગ પાછળ વપરાઈ જાય છે. હવે કહો તમને કોન્ટાક્ટ કેવી રીતે કર્યો હતો.

જુસાન : હું વિકેન્ડમાં મારા ઘરે હતો. તે વખતે એક વ્યક્તિ આવીને મને મળ્યો હતો અને મને તેણે ઓફર આપી હતી જે બહુ સરસ હતી. મારુ બધું દેવું પણ ચૂકવાઈ જવાનું હતું. ઉપરાંત મને નવું ઘર પણ મળવાનું હતું એટલે મેં ઓફર કબુલી લીધી અને મારે વધારે કઈ કરવાનું ન હતું.સરના કોમ્પ્યુટરને વાઇસનેટથી જોડવાનું હતું.

યન : તમને પૈસા કેવી રીતે મળવાના હતા .

જુસાન : તેઓ મને બીજા શહેરમાં શિફ્ટ કરીને ત્યાં મને નવી આઇડેન્ટિટી આપીને વસાવવાના હતા.

રાયન: 'તને આ બધું કરવાનો અફસોસ નથી થતો.

જુસાન : 'મને ફક્ત પકડાઈ ગયાનો અફસોસ છે. બાકી કોઈ કામ કર્યાનો અફસોસ નથી.

 

ડૉ. હેલ્મને ભારોભાર પછતાવો થઇ રહ્યો હતો કે આટલા સમયથી કોઈ ડ્રગ એડિક્ટ સાયન્ટિસ્ટ મારી સાથે કામ કરી રહ્યો છે અને મને તેની ખબર નહોતી. ડૉ. સાયમંડ ડૉ.હેલ્મ પાસે આવ્યો અને કહ્યું, 'સર મને અફસોસ છે જુસાનના કામ માટે. મેજ તેની રીકમન્ડેશન આપી હતી તે બહુજ મહેનતી અને બુદ્ધિશાળી હતો. પણ તે કેવી રીતે ડ્રગ એડિક્ટ બની ગયો તે ખબર ન પડી. સાયમંડે કહ્યું 'ખરેખર તો મારે રિઝાઈન કરવું જોઈએ.'ડૉ હેલ્મે કહ્યું 'તારે રિઝાઈન કરવાની જરૂર નથી જે થવાનું હતું તે થઇ ગયું હવે આપણે આપણા આગળના ટાર્ગેટ પર ફોકસ કરીયે. 'સાયમંડના ગયા પછી રાયનનો વિડિઓ કોલ આવ્યો તેણે કહ્યું કે જુસાને તેણે ઓફર આપનાર વ્યકતિની માહિતી આપી હતી. પણ થોડાજ સમય પહેલા તેની લાશ મળી આવી છે એટલે હવે અત્યારે તો ચોરી ટ્રેક કરવાના રસ્તા બંદ થઇ ગયા છે. કોઈ નવો કલુ મળશે એટલે ઇન્વેસ્ટિગેશન આગળ વધારીશું.     


આગળના ભાગમાં જોઈશું, શું જુસાન જ અસલી ગુનેગાર હતો કે તે ફક્ત એક મહોરું હતો ? ચોરી શા માટે કરવામાં આવી હતી ? ચોરી પાછળ કોનો હાથ હતો ? જાણવા માટે વાંચતા રહો 'તિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી'


Rate this content
Log in

Similar gujarati story from Crime