Jyotindra Mehta

Drama Fantasy Thriller

3  

Jyotindra Mehta

Drama Fantasy Thriller

પ્રતિસૃષ્ટિ- અ સ્પેસ સ્ટોરી ૨૧

પ્રતિસૃષ્ટિ- અ સ્પેસ સ્ટોરી ૨૧

6 mins
431


(પાછલા ભાગમાં જોયું કે રિવા પાસેથી ખબર મળ્યા પછી શ્રેયસ કેદમાં રહેલા સિવાન સુધી પહોંચે છે પણ ત્યાં તેને ખબર પડે છે કે કેદમાં બિલ્વીસ છે અને સિવાન બહાર બિલવીસના નામથી ફરી રહ્યો છે પણ શ્રેયસ તેને બહાર લઇ જવાને બદલે બેભાન કરીને કેદમાં નાખી દે છે. હવે આગળ )

 

   રેહમને કહ્યું આ શું કર્યું ? શ્રેયસે કહ્યું આ ખોટું બોલી રહ્યો હતો. રેહમને પૂછ્યું તમે એવું કેવી રીતે કહી શકો ? શ્રેયસે કહ્યું તેની વાતમાં ઘણા બધા લૂપહોલ્સ છે. રેહમન શ્રેયસ તરફ જોઈ રહ્યો. શ્રેયસે આગળ જણાવ્યું કે પહેલી વાત કે જો આ કથિત પ્રોડિસ અહીંના સ્થાનિક અને બુદ્ધિશાળી જીવ હોય તો તેમનો ફેલાવો આખા ગ્રહ પર હોવો જોઈએ અને સમજો કે તેઓની વસ્તી કાબુમાં છે તો પણ અહીં તેમના સમોવડીયા જીવ અહીં હોવા જરૂરી છે રેહમને કહ્યું હું સમજ્યો નહિ. શ્રેયસે કહ્યું અહીં કોઈ પક્ષી કે કોઈ નાનું જાનવર દેખાણું નહિ એટલે કે આપણી ઇન્ફોર્મેશન સાચી છે કે અહીંનું જીવન પ્રારંભિક અવસ્થામાં છે અને બીજું કે જો પ્રોડિસો ની વસ્તી સીમિત હોય તો તેમને પૃથ્વી પર જવાની કોઈ જરૂર નથી એ પણ ત્યારે જયારે તેઓ આપણાથી ટેક્નિકલી એડવાન્સ હોય. એટલે પૃથ્વીની ટેક્નોલોજીનું આકર્ષણ પણ શૂન્ય હોય. વાત જુદી છે અને તે વિષે આપણને બહાર રહેલ બિલ્વીસ જ કહી શકશે, એટલે આપણે અહીંથી બહાર નીકળીએ. શ્રેયસ બહાર નીકળ્યો અને તેની પાછળ રેહમન.


       રેહમન મનોમન ડો હેલ્મ નો આભાર માની રહ્યો હતો જેમના પ્રેશરને લીધે તેણે શ્રેયસને સ્પેસમિશનમાં સમાવ્યો. જો આજે શ્રેયસ ન હોત તો મેં તો કેદમાં રહેલા બિલ્વીસ છોડાવી દીધો હોત. રેહમને પૂછ્યું હવે આગળ શું કરશું ? શ્રેયસે કહ્યું બહાર જે બિલ્વીસ કે સિવાન છે તેને વિશ્વાસમાં લેવો પડશે અને સત્ય જાણવું પડશે. શ્રેયસ અને રેહમન બિલ્વીસ જ્યાં રહેતો હતો ત્યાં ગયા. થોડીવાર આડીઅવળી વાત કાર્ય પછી શ્રેયસે પૂછ્યું આ સિવાન કોણ છે ? બિલવીસના હૃદયના ધબકારા વધી ગયા, થોડો કાબુ મેળવ્યા પછી તેણે કહ્યું તે મારો ભાઈ છે અને તે પણ આ ગ્રહ ઉપરજ છે. શ્રેયસે કહ્યું મેં સાંભળ્યું છે છે કે તે અદ્દલ તમારા જેવો જ દેખાય છે, તેની મુલાકાત ક્યારે કરાવો છો ? બિલ્વીસે કહ્યું તે તો અત્યારે અહીંથી દૂર છે અને હજી બીજા ૩૦ પ્રોડિસદિવસ સુધી આવવાની શક્યતા નથી. શ્રેયસે કહ્યું હું અને કેપ્ટ્ન તેને મળી ચુક્યા છીએ અને હવે અમને સાચી વાત કરો એવું કહેતી વખતે શ્રેયસના હાથમાં લેસર ગન રમી રહી હતી. બિલ્વીસ ના હોઠ સુકાવા લાગ્યા હતા તેણે તેના પર જીભ ફેરવી અને કહ્યું હું સિવાન છું અને કેદમાં છે તે મારો ભાઈ બિલ્વીસ છે. શ્રેયસે કહ્યું મને લાગતુજ હતું હવે આગળ કહે. અને હા હું પ્રોડિસ વિષે પણ જાણું છું. સિવાનનો ચેહરો રડવા જેવો થઇ ગયો. તેણે આંખમાં આંસુ સાથે કહ્યું અમે અહીં ફસાઈ ગયા છીએ. મને ખબર નથી પડતી કે શું કરવું જોઈએ. પછી તેણે તેજ વાત કરી જે બિલ્વીસે કરી હતી ફરક ફક્ત એટલો હતો કે સિવાને અહીં પાછા આવ્યા પછી લાગ જોઈને બિલ્વીસ કઈ કરે તે પહેલા તેને કેદ કરી દીધો અને જાહેર કર્યું કે સિવાન હજી બહાર છે. અને સ્ટોરીમાં બીજો ફરક એ હતો કે પ્રોડિસો સાથે વાતચીત બિલ્વીસે કરી હતી. શ્રેયસે પૂછ્યું આગળ શું બન્યું ? સિવાને કહ્યું મેં બિલ્વીસ બનીને તેમને હુમલો કરતા રોકી રાખ્યા છે. અને રોજ નિતનવા બહાના બનાવી તેમની ટેક્નોલોજી શીખી રહ્યો છું. શ્રેયસે પૂછ્યું હવે મહત્વનો પ્રશ્ન શું પ્રોડિસ અહીંના સ્થાનિક જીવ છે ? સિવાને કહ્યું ના તેઓ પર આપણી જેમ બીજાગ્રહના જીવો છે અને હજી થોડા સમય પહેલાજ અહીં આવ્યા છે અને ઉત્તર તરફ તેમણે તેમની કોલોની બનાવી છે. તેમનો ગ્રહ મરણપથારીએ હોવાથી તેઓ રહેવા માટે અનુકૂળ ગ્રહ શોધી રહ્યા છે. આવ્યા ત્યારે શરૂઆતમાં તેઓ ખુશ હતા પણ અહીંનું વાતાવરણ બહુ અનુકૂળ નથી અને અમને મળ્યા પછી અને બિલ્વીસ પાસેથી પૃથ્વીની માહિતી મળ્યા પછી તેઓ પૃથ્વી પર જવા માંગે છે. અને એકવાર અહીં રહેલ તેમની ટીમ ત્યાં પહોંચે એટલે સંદેશો મોકલીને બાકી બધાને પૃથ્વી પર બોલાવી લેવાના હતા અને બિલ્વીસ આ પ્લાનમાં તેમની મદદ કરવાનો હતો. અચાનક શ્રેયસના મગજમાં બત્તી થઇ તેણે પૂછ્યું રિવા ક્યાં રહે છે ? તેને શોધવો પડશે. પાછળથી અવાજ આવ્યો તેને શોધવા જવાની જરૂર નથી તે મારી સાથેજ છે.


      પાછળ ફરીને જોયું તો બિલ્વીસ અને રિવા ત્યાં ઉભા હતા. સિવાન ફાટી આંખે બંનેને જોઈ રહ્યો. શ્રેયાંસ સમજી ગયો કે બિલ્વીસ કઈ રીતે છૂટ્યો. બિલ્વીસ સિવાન તરફ ધસ્યો અને રિવા શ્રેયસ તરફ. બિલ્વીસ સિવાન સુધી પહોંચે તે પહેલા શ્રેયસ વચમાં આવી ગયો. બિલ્વીસે મુઠ્ઠી વાળીને એક શ્રેયાના પેટમાં જોરદાર પ્રહાર કર્યો એટલે શ્રેયસ નીચે પડી ગયો પણ રબરના ઢીંગલાની જેમ ઉછળીને તરત ઉભો થઇ ગયો.. સિવાન ડરી ગયો હતો કારણ તેને ખબર હતી કે બિલ્વીસ માર્શલ આર્ટ ચેમ્પિયન છે. શ્રેયસે એક ચોપ બિલ્વીસના હાથ પર મારી જેનાથી તે શ્રેયસ પર વાર કરવાનો હતો. આ તરફ રિવા જમીન પર પડ્યો હતો અને રેહમન તેની છાતી પર ચઢી બેઠો હતો. બિલ્વીસ બહુ ઝડપ બતાવી રહ્યો હતો પણ તે શ્રેયસ સામે ઓગણીસ સાબિત થઇ રહ્યો હતો પછી શ્રેયસે એક જમ્પ લગાવીને બિલ્વીસ ની છાતી પર લાત જમાવી એટલે તે ઉછાળીને દૂર પડ્યો તેજ વખતે શ્રેયસનું ધ્યાનભંગ થયું, રીવાએ એક મુક્કો રેહમનના ચેહરા પર જમાવ્યો એટલે તે ચિત્કાર કરીને નીચે પડી ગયો , તે ક્ષણનો લાભ લઈને બિલ્વીસ બહાર ભાગ્યો, તેને અંદાજો આવી ગયો હતો કે તે શ્રેયસ સામે નહિ ફાવી શકે અને તેની પાછળ રિવા અને જતા જતા દરવાજો બહારથી લોક કરીને ગયો , શ્રેયસ દરવાજો તરત ખોલી ન શક્યો અને જ્યાં સુધીમાં દરવાજો ખુલ્યો ત્યાં સુધીમાં બિલ્વીસ ફરાર થઇ ગયો હતો. શ્રેયસ બબડ્યો મારાથી ભૂલ થઇ ગઈ મારુ ધ્યાન પ્યાદા પર હોવું જોઈતું હતું. સિવાને પૂછ્યું આપણે શું કરીશું ? શ્રેયસે કહ્યું આપણી પાસે સમય બહુ ઓછો છે , આપણે અહીંથી નીકળવું પડશે. સિવાને કહ્યું બધાને એક સાથે કઈ રીતે લઇ જઈ શકાશે ? મારી પાસે એટલું મોટું સ્પેસવેહિકલ નથી, મારી પાસે ફક્ત એક નાનું સ્પેસશીપ છે જેને મેં પ્રોડિસોની ટેક્નોલોજીથી સજ્જ કર્યું છે. શ્રેયસ આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યો પછી તેણે પૂછ્યું તમારી પાસે એવા પાયલટો છે જે અમારું સ્પેસવેહિકલ ચલાવી શકે ? સિવાને હા કહી એટલે શ્રેયસ કેપ્ટ્ન રેહમન તરફ ફર્યો અને પૂછ્યું શું આપણે એવું કરી શકીયે કે આપણું સ્પેસવેહિકલ તેમને આપીયે અને આગળનો પ્રવાસ સિવાનના સ્પેસવેહિકલ માં કરીયે ? રેહમને માથું હલાવ્યું એટલે શ્રેયસે સિવાનને કહ્યું અમારું સ્પેસવેહિકલ લોન્ચર પર ગોઠવો અને જેટલા લોકોને સમાવી શકાય તેટલા સમાવો અને પૃથ્વી તરફ મોકલો અને તમારા સ્પેસવેહિકલમાં આપણે વર્મહોલ તરફ જઈશું. સિવાને પૂછ્યું અહીં જેઓ રહી જશે તેમનું શું ? શ્રેયસે કહ્યું તમે મારા પર વિશ્વાસ રાખો આપણે તેમને પાછા આવીશું ત્યારે છોડાવી દઈશું પણ એક વાતનું ધ્યાન રાખો કે અત્યારે એવી રીતે જાહેરાત કરજો કે ક્યાંય ગભરાટ ન ફેલાય અને તમારા ડેપ્યુટીને ચાર્જ આપી દેજો. પછી શ્રેયસ રેહમન તરફ ફર્યો અને કહ્યું તમે એન્દ્રીનો રૂટ ચેન્જ કરો અને હું થોડીવારમાં આવું છું એમ કહીને એક દિશામાં દોડ્યો અને જતા જતા શ્રીકાંતને ઈશારો કર્યો એટલે તે પણ બીજી દિશામાં ગયો. ચાર કલાક પછે એન્દ્રી હાઉસફુલ થઇ ગયું હતું અને લગભગ ૪૦૦ લોકો તેમાં સામે ગયા હતા. એન્દ્રી લોન્ચ થયા પછી કેપ્ટ્ન રેહમનની ટીમ અને સિવાન તેના સ્પેસવેહિકલમાં હતા ફક્ત શ્રીકાંતને છોડીને. સિવાનનું વેહિકલ વર્મહોલની દિશામાં ઉડ્યું. શ્રીકાંતે પોતાના ખિસ્સામાંથી એક સિક્કો કાઢ્યો અને હવામાં ઉછાળ્યો અને હસ્યો.

 

શું થશે જયારે બિલ્વીસ પ્રોડિસોને મળશે ? શ્રીકાંત કોણ છે ? જાણવા માટે વાંચતા રહો પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી    


Rate this content
Log in

Similar gujarati story from Drama