Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Jyotindra Mehta

Drama Fantasy Thriller


3  

Jyotindra Mehta

Drama Fantasy Thriller


પ્રતિસૃષ્ટિ-અ સ્પેસ સ્ટોરી ૧૫

પ્રતિસૃષ્ટિ-અ સ્પેસ સ્ટોરી ૧૫

5 mins 602 5 mins 602

(પાછલા ભાગમાં જોયું કે સિરમે સિકંદરની ખુબીઓ સિરોકામાં ને જણાવી અને સાયમંડ ના ક્લોન વિષે વાત કરી. અચાનક સિકંદરના પ્રોગ્રામમાં ચેંજેસ આવવા લાગ્યા તેને સાયમંડના જીવનના દ્રશ્યો દેખાવા લાગ્યા. શ્રેયસ સ્પેસ એકેડમીમાં એડમિશન લેવા ગયો હવે આગળ ) 

 

      ધીરે ધીરે સ્પીડ વધવા લાગ્યો બે જાતની ગતિઓ સાથે શ્રેયસ લડી રહ્યો હતો એક તો તે જે કેબીનમાં બેઠો હતો તે પોતાની ધરી પર ઘૂમરી લઇ રહી હતી અને સાથે સાથે તે સ્તંભની આજુબાજુ ફરી રહી હતી. બે મિનિટમાં શ્રેયાંસની હાલત ખરાબ થવા લાગી તેને ચક્કર આવવા લાગ્યા પછી અચાનક તેને યાદ આવ્યું અને તેણે આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો અને સમગ્ર ધ્યાન પોતાના અંદરના અંગો તરફ ફેરવી લીધું અને આગળની આઠ મિનિટ ક્યાં વીતી ગઈ તેની તેને ખબર પણ ન પડી. જયારે તે મશીન બંધ થયું એટલે સીટ બેલ્ટ ખોલીને શ્રેયસ બહાર આવ્યો ત્યાં સુધીમાં ગુમઝા ત્યાં આવી ગયો હતો તેણે શ્રેયસ સાથે હાથ મેળવ્યા અને કહ્યું તમારા જેટલું રિસ્પેક્ટફુલ્લી આ કેબિનમાંથી કોઈ બહાર આવ્યું નથી, બહાર આવ્યા પછી મોટાભાગના લોકો ઉલ્ટી તો કરે જ છે. શ્રેયસ મરક મરક હસી રહ્યો હતો. ગુમઝા એ કહ્યું તમે સ્પેસ ટ્રેઇનિંગના હકદાર છો હવે આવતા બે વરસ તમે અહીં ટ્રેઇનિંગ લેશો. પહેલા ચરણમાં આપણે સ્પેસ વેહિકલ અને તેની અંદરના પાર્ટસ અને એકવીપમેન્ટ્સ વિષે માહિતી આપવામાં આવશે અને તેનો ઉપયોગ શી રીતે કરવો તે વિષે થેઓરેટીકલી સમજાવવામાં આવશે તે પછીના ચરણમાં અહીં જ સ્પેસનું વાતાવરણ ઉભું કરીને તેમાં રહેવાની ટ્રેઇનિંગ આપવામાં આવશે અને છેલ્લા ચરણમાં અમારા અંતરિક્ષમાં રહેલ સ્પેસ સ્ટેશનમાં મોકલવામાં આવશે.


       શ્રેયસે હકારમાં માથું હલાવ્યું એટલે ગુમઝા એ કંટ્રોલ રૂમ તરફ જોઈને ઈશારો કર્યો એટલે એક યુવતી તેમની નજીક આવી. ગુમઝા એ કહ્યું આ મીની છે આ તમે જ્યાં રહેવાના છો ત્યાંના મેનેજર સાથે મેળવી આપશે. ગુમઝા સાથે હાથ મેળવીને શ્રેયસ મીની ની પાછળ એક દિશામાં વધ્યો. ચાલતા ચાલતા મીનીએ શ્રેયસ તરફ જોઈને કહ્યું આય એમ ઇમ્પ્રેસ્ડ તમે ખરેખર બહુ ડેશિંગ છો. શ્રેયસ મલકાયો, એટલે મીનીએ તરત શ્રેયસના ગાલે ચુંબન કર્યું અને કહ્યું હું તો તમારા પ્રેમમાં પડી ગઈ. શ્રેયસે તેની વાત નો કોઈ જવાબ ન આપ્યો અને શાંતિથી ચાલતો રહ્યો. મીની થોડી ડઘાઈ ગઈ કારણ આજ સુધી તેણે જેને જેને કિસ આપી હતી તે બધા તેની આગળ પાછળ જ ફરતા. જયારે આણે ઇન્ટ્રેસ ન દેખાડ્યો, તેના ચેહરા પર કોઈ રિએક્શન પણ ન આવ્યું. પણ ક્યાં સુધી બચશે આવતા બે વરસ તું મારા તાબામાં છે. શ્રેયસે કહ્યું મને તાબામાં રાખવો એટલો આસાન નથી. મિનીએ કહ્યું શું મેં કઈ કહ્યું ? શ્રેયસે કહ્યું હા મનમાં કહ્યું ને. મીનીએ ફરીથી કહ્યું આય એમ રિયલી ઇમ્પ્રેસ્ડ એમ કહીને વાઘ જેવું મોઢું કરીને તેનો અવાજ કાઢ્યો એટલે શ્રેયસ અને મીની બંને હસી પડ્યા. તેઓ એક રૂમ પાસે ઉભા હતા, મીનીએ કહ્યું આ તમારો રૂમ છે, અને તમારે આવતા બે વરસ સુધી અહીજ રહેવાનું છે એમ કહીને ત્યાં રહેલ એક સ્ક્રીન ઉપર નંબર પ્રેસ કરીને કહ્યું રોમી જલ્દી આવ. થોડી જ વાર માં એક વ્યક્તિ ત્યાં આવ્યો. લગભગ પાંચ ફુટ ત્રણ ઇંચ ની ઊંચાઈ હતી તેની મીની ના ખભા સુધીજ આવતો હતો. મીનીએ શ્રેયસને કહ્યું આ રોમી છે, આ અહીંનો મેનેજર કમ કેરટેકર છે, આ તમારી બધી સગવડોનું ધ્યાન રાખશે અને રોમી તરફ ફરીને કહ્યું આ મારા ખાસ મિત્ર છે તેમનું ખાસ ધ્યાન રાખવાનું છે. રોમીએ ભ્રમર નચાવીને કહ્યું ઓહો ખાસ મિત્ર તેમનું ખાસ ધ્યાન તો રાખીશ પણ મારુ ધ્યાન કોણ રાખશે ? તેના ચેહરા ઉપરના હાવભાવ જોઈને શ્રેયસને હસવું આવી ગયું. મીનીએ તેના ગાલ પર ટપલી મારીને કહ્યું હું છું ને તારું ધ્યાન રાખવા માટે નૉટી બોય, એટલું કહીને શ્રેયસને બાય કહીને ત્યાંથી નીકળી ગઈ. શ્રેયસે વિચાર્યું ચાલો સારું છે કોઈ તો છે અહીં મનોરંજન માટે. રોમીએ શ્રેયસ તરફ ફરીને કહ્યું આ સ્ક્રીન પર અહીંના નિયમો અને સગવડો વિષે માહિતી મળશે અને જે પણ ખાવાપીવાની વસ્તુ જોઈતી હોય તેનું મેનુ પણ તેમાં મળી જશે, અહીંનો નકશો પણ તમને સ્ક્રીન પર દેખાઈ જશે અત્યારે આપણે ચોથા માળે છીએ. શ્રેયસે અંગુઠો ઊંચો કરીને ઓકે કહ્યું.


        રોમીના ગયા પછી શ્રેયસ રૂમમાં રહેલ બેડ પર આડો પડ્યો અને વિચારવા લાગ્યો તેનું જીવન પણ કેટલું અસ્થિર છે ગઈકાલે ક્યાં હતો અને આજે ક્યાં છે. નાનપણમાં JICAPS રીજનમાં જન્મ થયો શરૂઆત નું શિક્ષણ ત્યાંજ લીધું. પિતા પોલીસ ડિપાર્ટમેન્ટ માં હતા અને માતા ઇતિહાસના શિક્ષિકા. માતાની ઈચ્છા હતી કે તે ઇતિહાસકાર બને અને પિતાની ઈચ્છા હતી કે તે પોલીસ બને અને તેણે બંનેની ઈચ્છા પુરી કરી. પણ તે પિતાની જેમ સામાન્ય પોલીસ ને બદલે ઇન્ટરરીજનલ ઇન્ટેલિજન્સ & વિજિલન્સ ડિપાર્ટમેન્ટનો (IRIV ) એજન્ટ(જાસુસ) બન્યો. પણ એજન્ટ તરીકે જાહેરમાં ઓળખાણ આપી ન શકાય તેથી ડિપાર્મેન્ટ તેને એક ઇતિહાસકાર તરીકે પ્રસ્થાપિત કર્યો. જાસુસ તરીકે શ્રેયસે ઘણા બધા કેસીસ સોલ્વ કર્યા અને ઘણા બધા ક્રિમિનલ્સ ને ખતમ કર્યા. પાંચ વર્ષ પહેલા તેને IRIV નો ચીફ બનાવ્યો પણ ૬ જ મહિના માં ખુરસીમાં બેસીને કંટાળ્યો એટલે સ્વેચ્છાએ ચીફ ની પોસ્ટ ઉપરથી રાજીનામુ આપીને ફરીથી ફિલ્ડ એજન્ટ બની ગયો અને સિરમનો કેસ તેના માટે બહુ ચેલેંજિંગ હતો.


        IRIV ની સ્થાપના રાજનકુમારે ઇન્ટરરીજનલ ક્રાઇમને કંટ્રોલ કરવા માટે કરી હતી. IRIV નું રિપોર્ટિંગ URO ને હતું. IRIV નું મુખ્ય કામ જે ક્રિમિનલો ઇન્ટર રીજનલ ક્રાઇમ કરતા હતા તેમના માટે હતી જે ક્રિમિનલો એક રીજનમાં બેસીને બીજા રીજનમાં ક્રાઇમ કરતા તેમને પકડી લેતા અથવા ખતમ કરી દેતા. શ્રેયસ આ સંસ્થાનો સ્ટાર એજન્ટ હતો. પણ જાહેરમાં તેની ઓળખ ઇતિહાસકાર તરીકેની હતી અને તેણે લખેલી ઇબુકસ પણ બેસ્ટ સેલર ડિક્લેર થઇ હતી. માતા તેને ઇતિહાસકારના રૂપમાં જોઈને ખુશ હતી, પિતા બહુ ખુશ તો ન હતા પણ તેમણે સત્યને સ્વીકાર કરી લીધું હતું કે પુત્ર ઇતિહાસકાર છે.


           પણ એક વખત એવું બન્યું કે શ્રેયસ ડ્રગ ડીલરના કેસને હેન્ડલ કરી રહ્યો હતો તે વખતે તેનો સામનો તેના પિતાજી સાથે થયો. ઇન્ટરરીજનલ ડ્રગ નેટવર્ક તોડવા માટે શ્રેયસ એક ગેંગમાં સામેલ થઇ ગયો અને ૬ મહિના સુધી તેમના માટે કામ કરતો રહ્યો અને આખી મોડસ ઓપરન્ડી જોઈ લીધી અને ચાર દિવસ પછી આખી ગેંગ ને પકડાવીને આખા નેટવર્ક ની કમર તોડવાનો પ્લાન બનાવ્યો અને તેજ દિવસે તેના પિતાએ તે અડ્ડા પર રેડ પાડી અને ગેંગ ના થોડા માણસો સાથે શ્રેયસ પણ પકડાઈ ગયો. તેના પિતાજી તે વાતથી બહુ આહત થયા અને તેમણે શ્રેયસને અરેસ્ટ કરીને જેલમાં પૂર્યો. આમ જો IRIV ની નીતિ હતી કે જો કોઈ એજન્ટ પકડાઈ જાય તો પણ તેની ઓળખ છતી ન કરવી અને થોડા સમય પછી જેલમાંથી છોડાવવો પણ આ મામલો પરિવાર વિખવાદ થાય તેવો હોવાથી સ્વયં IRIV ના ચીફે શ્રેયાંસના પિતાજીને હેડ કવાર્ટરમાં બોલાવીને શ્રેયસ ની અસલી ઓળખાણ તેમણે આપી અને તે દિવસે શ્રેયસે તેના પિતાના ચેહરા પર જોયેલી ખુશી કદી ભુલાવી ન શક્યો તેના પિતા હર્ષથી રડી પડ્યા હતા અને શ્રેયસને ગળે વળગાડ્યો હતો અને કહ્યું આ વાત તું મારા જેવા પોલીસ ઓફિસર થી છુપાવી શક્યો તે દર્શાવે છે કે તું એક સારો એજન્ટ છે જો આ વાત મને પહેલા ખબર પડી ગઈ હોત તો મને ખુબ દુઃખ થાત. તે ઘટના યાદ કરીને શ્રેયસના ચેહરા પર હાસ્યની લહેરખી આવી ગઈ. ધીમે ધીમે તે ઊંઘની આગોશમાં જતો રહ્યો.

                                            

 સિકંદર આગળ શું કરવાનો છે ? આગળ શું થવાનું છે ? જાણવા માટે વાંચતા રહો પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી


Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Drama