Jyotindra Mehta

Drama Fantasy Thriller

3  

Jyotindra Mehta

Drama Fantasy Thriller

પ્રતિસૃષ્ટિ-અ સ્પેસ સ્ટોરી ૧3

પ્રતિસૃષ્ટિ-અ સ્પેસ સ્ટોરી ૧3

5 mins
481


(પાછલા ભાગમાં જોયું કે ડો કબીર શ્રેયસને તેની કુંડળીની વાત કરે છે અને એક મહિનો યોગાસનો કરાવે છે જેનાથી શ્રેયસને યુવાની પછી ફરી હોય એવું લાગે છે અને હવે તે પોતાના અભિયાન માટે પાછો ફરે છે હવે આગળ)

 

 શ્રેયસ સિનોમેન શહેરમાં પાછો ફરે છે અને ડો હેલ્મને મળે છે અને પહેલા તેમને તેમના માટે લાવેલી ગિફ્ટ આપે છે અને કેલી ને તેના માટે લાવેલો ડ્રેસ આપે છે. ડ્રેસ સ્વીકારતી વખતે કેલીના ચેહરો શરમથી લાલ થઇ જાય છે. ડો હેલ્મ કહે છે એની શું જરૂર હતી મિસ્ટર શ્રેયસ ? શ્રેયસે કહ્યું સર મારી પાસે સમય હતો અને બજારમાં ફરી રહ્યો હતો અને આ વસ્તુઓ ગમી ગઈ તેથી લઇ આવ્યો અને મારુ પોતાનું તો કોઈ છે નહિ એટલે તમને ગિફ્ટ આપીને પોતાનું કોઈ હોવાનો આનંદ લીધો. પછી શ્રેયસે પૂછ્યું શું આપે મુસીબત માટે કઈ વિચાર કર્યો ? ડો હેલ્મે કહ્યું APAL સ્પેસ એજન્સી નો ડાયરેક્ટર મારો ખાસ મિત્ર છે મેં તેને બધી વાત કરી એટલે તે તૈયાર તો થયો છે સ્પેસ મિશન માટે પણ મિશન તરત લોન્ચ નહિ થઇ શકે તે માટે બે વર્ષનો સમય જોઈશે. શ્રેયાંસના મગજમાં ઝબકારો થયો ડો કબીરે પણ બે વર્ષની ટ્રેઇનિંગની વાત કરી એટલે શું તેમને પહેલેથીજ ખબર હતી કે મિશન બે વર્ષ પછીજ લોન્ચ થઇ શકશે. ડો હેલ્મે આગળ કહ્યું સાયમને કહ્યું કે આવા મિશન માટે સ્ટ્રોંગ ટીમ જોઈએ જે ઓછામાં ઓછા ૧૫ વર્ષ સુધી સ્પેસમાં રહી શકે અને કપ્તાન તરીકે એકજ વ્યક્તિ લાયક છે રેહમન. તેના સિવાય કોઈ પણ એવું જોખમી મિશન માટે તૈયાર નહિ થાય. પણ તે હમણાંજ એક લાંબા મિશનથી આવ્યો હોઈ તેને બે વર્ષનો બ્રેક આપવો જરૂરી છે અને તે દરમ્યાન તે બાકી તૈયારીઓ અને ટીમ તૈયાર કરશે. શ્રેયસે કહ્યું સરસ ત્યાં સુધીમાં હું મારી સ્પેસ ટ્રેઇનિંગ પુરી કરી લઈશ અને તમે કેલી ને પણ એડવાન્સ સ્પેસ ટ્રેઇનિંગ માટે મોકલો કારણ તે મિશનમાં મારુ અને તેનું જવું જરૂરી છે.


     ડો હેલ્મે કહ્યું કેલી અને તમે શા માટે ? તમારી ઉમર પણ સ્પેસ મિશન માટે યોગ્ય નથી. શ્રેયસે કહ્યું સર ઉમર તો ફક્ત આંકડો છે બાકી હું તો હજી પણ યુવાન છું એમ કહીને ચોરીથી કેલી તરફ જોયું. કેલી હસી રહી હતી. કેલીએ કહ્યું કે હું મિશનમાં જવા તૈયાર છું અને આમેય નવા ડિવાઇસની કંટ્રોલ સિસ્ટમ મેં ડિઝાઇન કરી છે એટલે મારાથી વધારે સારી રીતે મશીનને કોઈ યુઝ નહિ કરી શકે. ડો હેલ્મે કમને કહ્યું ઠીક છે પણ તમને અને કેલીને પરમિશન મળશે ? શ્રેયસે કહ્યું તમે પરમિશનની ફિકર ન કરો તે હું કરી લઈશ. એટલે ડો હેલ્મે ખભા ઉલાળ્યા અને કહ્યું ઓકે. શ્રેયસ ત્યાંથી નીકળી ગયો. ડો હેલ્મ કેલી તરફ ફર્યા અને કહ્યું કેલી શ્રેયસ મારા કરતા બે ત્રણ વરસ જ નાનો હશે અને તું તેની આટલી નજીક જાય એ યોગ્ય નથી. કેલીએ કહ્યું ડેડ તમે મારામાં વિશ્વાસ જાળવી રાખો હું ખોટો ડિસિઝન નહિ લઉ અને ઉંમર તો ફક્ત આંકડો છે અને બંને જણા હસી પડ્યા.


       ત્યાંથી નીકળીને શ્રેયસ પોતાની હોટેલમાં ગયો અને કબાટમાંથી એક ડિવાઇસ કાઢ્યું અને તેમાં એક એડ્રેસ લોગ ઈન કર્યું અને બધો રિપોર્ટ આપ્યો. રિપોર્ટ આપ્યા પછી તેને સામેથી એવું કહેવામાં આવ્યું ઓકે ગો અહેડ અને કોઈ પણ પરમિશન જોઈતી હોય તો રીનીને કહી દેજે. પછી શ્રેયસે પૂછ્યું મેં એક રિપોર્ટ મિસાની વિષે આપ્યો હતો તેના પર કોઈ એક્શન લેવાની છે મારે ? સામેથી કહેવામાં આવ્યું કે આવા નાના મેટરમાં ધ્યાન ન આપીશ તે હું સોલ્વ કરાવી દઈશ અને હા રીની પાસેથી તારી સ્પેસ ટ્રેઇનિંગની પરમિશન લેવાનું ભૂલતો નહિ પછી લાઈન કપાઈ ગઈ. શ્રેયસ વિચારવા લાગ્યો કે મિસાની નો પ્રોબ્લેમ નાનો નથી તો પછી બોસે એવું શું કામ કહ્યું ?


        તેજ વખતે SANGET રીજનના શહેર એલોડેલ ની એક ભવ્ય હોટેલ ની રૂમ માં બે વ્યક્તિઓ મળી રહી હતી એક હતો સિરમ અને બીજો હતો સિરોકામાં. સિરોકામાંએ પોતાના હાથમાંનો ગ્લાસ ઊંચો કરીને કહ્યું થેન્ક યુ સિરમ ખરેખર બહુ સરસ કામ કર્યું છે. આજે સિરોકામાંને ચેરમેન બનીને એક મહિના ઉપર થઇ ગયા પછી બંને મળી રહ્યા હતા. સિરોકામાંએ કહ્યું પણ આટલા આસાનીથી કેવી રીતે કર્યું ? સિરમે કહ્યું હવે મારા માટે કોઈ પણ કામ મુશ્કેલ નથી હું ચાહું તેને, ચાહું ત્યારે , ચાહું ત્યાં ખતમ કરી શકું. સિરોકામાંએ કહ્યું પણ આ કામ કર્યું કોણે? સિરમે કહ્યું એ હું તમને કહું છું પણ તમે હજી મારી એપ્લિકેશન પેન્ડિંગ રાખી છે. સિરોકામાંએ કહ્યું જો તરત પરમિશન આપી દીધી હોત તો હું બધાની નજરમાં આવી ગયો હોત તેથી આપણી મિટિંગ પણ છેક એક મહિના પછી ગોઠવી છે કાલે તારી બધી એપ્લિકેશન સેન્ક્શન થઇ જશે. સિરમ ખંધુ હસ્યો પણ પહેલા સાંભળી તો લો કે કઈ પરમિશન જોઈએ છે તેમાં લખ્યું છે કે પાછલા ચેરમેને મારી કંપની પર બેન લગાવ્યો છે હટાવવાનો છે અને  આપણા રીજન ના રોબોટ રિલેટેડ બધા સરકારી કોન્ટ્રાકટ મને મળશે ઉપરાંત તમને ચાર કંપનીઓના નામ આપું છું તેમને બેન કરવાની છે, જે મારી કંપનીની સ્ટ્રોંગ કોમ્પિટિટર છે. સિરોકામાંએ અંગુઠો ઊંચો કરીને કહ્યું ડન. હવે મને કહે આ બધું કેવી રીતે કર્યું? મારી ઉત્કંઠાની પરીક્ષા ન લઈશ. સિરમે કહ્યું મને એક મિનિટ આપો એમ કહી પોતાના ખીસામાંથી એક નાનું ડિવાઇસ કાઢ્યું અને તેમાં કંઈક ટાઈપ કર્યું અને કહ્યું કે તમને જેમ ઇન્ફોર્મ કર્યું હતું કે મારો એક સિક્રેટ પ્રોજેક્ટ ચાલુ હતો અને જેના વિષે તમે ઘણી વાર મને પૂછ્યું પણ હતું પણ મેં સિફતપૂર્વક તે કહેવાનું ટાળ્યું હતું તમને કહ્યું હતું કે રોબોટ બનાવી રહ્યો છું પણ તે કેવો છે અને શું છે તે વિષે વાત કરી ન હતી તો પેશ છે મારો સૌથી અત્યાધુનિક અને સૌથી ખતરનાક રોબોટ સિકંદર એમ કહીને એક દિશામાં હાથ દેખાડ્યો અને ત્યાં થોડી વારમાં એક આકૃતિ રચાઈ અને ત્યાં એક રોબોટ ઉભો હતો. સિરોકામાં આમ અચાનક હવામાંથી રોબોટ ઉતપન્ન થયો તે જોઈને ડઘાઈ ગયો. તેણે પૂછ્યું અરે આ અચાનક કેવી રીતે આવી ગયો? શું તે અદ્રશ્ય હતો ? સાથે લાવ્યા હતા ? કે પછી આ ફક્ત ઇમેજ છે ? સિરમ હસવા લાગ્યો.                     

    

 કોણ છે સિકંદર ? શું શ્રેયસ સ્પેસ ટ્રેઇનિંગ માં સફળ થઇ શકશે ? શું કેલી શ્રેયસના પ્રેમમાં છે ? જાણવા માટે વાંચતા રહો પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી     


Rate this content
Log in

Similar gujarati story from Drama