Kaushik Dave

Drama

3  

Kaushik Dave

Drama

પ્રથમ પગલું

પ્રથમ પગલું

6 mins
112


ભગવાન વેદવ્યાસે ઈશ્વર કૃપાથી અઢાર પુરાણો, મહાભારત,પેટા પુરાણો લખ્યા. તેમજ ચારેય વેદોની પુન: રચના કરી. આ કથા ભાગવત પુરાણ, સ્કંદપુરાણ તેમજ કલ્કિ પુરાણ પર આધારિત છે. જે મારી રીતે રજુ કરું છું.  

 એક નાનું નગર. એ નગરમાં યશ શર્મા નામની વ્યક્તિ, ભગવાન વિષ્ણુ અને કૃષ્ણ ભક્ત હોય છે. આજે યશ શર્માના ઘરે ખુશીનો પ્રસંગ છે. . . બે માળના પાંચ રૂમવાળા મકાનમાં યશ શર્મા એમની પત્ની સુમતિ અને ત્રણ પુત્રો સાથે રહેતા હોય છે.

 સંધ્યાકાળ નો સમય હોય છે. ગોધુલી સમય હોય છે. યશ શર્મા બેચેની અનુભવી બંધ રૂમની બહાર આંટા મારતા હોય છે.

એ વખતે એ બંધ રૂમમાંથી તાજા જન્મેલા બાળકના રડવાનો અવાજ આવે છે. આ સાંભળીને યશ શર્માને હાશ થાય છે. .  

પરંતુ એને પોતાની પત્ની સુમતિની ચિંતા સતાવતી હોય છે. એટલામાં રૂમમાંથી દાઈમા બહાર આવે છે અને યશ શર્માને બધાઈ આપે છે. " પુત્રનો જન્મ થયો છે. બંનેની તબિયત સારી છે. પણ સુમતિને થોડી અશક્તિ છે. એને થોડી દવાઓ આપી છે. અત્યારે એ સુતી છે. બાળક તંદુરસ્ત છે. ગોળમટોળ અને હસમુખો છે. . પણ એનો રંગ સ્હેજ પીળાશ પડતો છે. . સમય જતાં , તંદુરસ્ત થતા આ પીળાશ જતી રહેશે. એકાદ કલાક પછી તમે અંદર જઈ શકો છો. ".                   

  આ સાંભળીને યશ શર્મા ખુશ થયો. દાઈ ને એમણે બક્ષિસ આપી.  

આ વાતની જાણ યશ શર્માના પડોસી ચારણ મિત્રને થઈ. તરતજ એ મિત્ર યશ શર્માને બધાઈ આપવા આવ્યા.       

 યશ શર્માની નાની બહેન યશના ત્રણ પુત્રોને સાચવે છે. પોતાના ભાઈને બધાઈ આપે છે. . .      

 એ દિવસ એટલે વૈશાખ સુદી બારશ.  યશ શર્માના બાળકનો જન્મ દિવસ.             

 આજે યશ શર્માના ચોથા બાળકનો છઠ્ઠો દિવસ.

   નામકરણ તેમજ નામ સંસ્કાર વિધિવત કરવામાં આવે છે.   

  ફોઈ એ બાળકનું નામ " પ્રથમ " પાડે છે. એ વખતે યશ શર્મા ની દિવ્ય નજર પડે છે. જુએ છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી બાળકને આશીર્વાદ આપતા હોય છે.                 

  યશ શર્મા ભગવાન શિવનો ભક્ત હોય છે. . તેમજ ભગવાનની કૃપાથી ભગવાન વિષ્ણુના પરમ ભક્ત બને છે. . આ કારણસર લોકો યશ શર્મા ને વિષ્ણુ યશ શર્માના નામથી ઓળખતા હોય છે.                   

  વિષ્ણુ યશ શર્મા અને માતા સુમતિ એ જીવનમાં ઘણા સંઘર્ષો કર્યા હોય છે. . . 'એક દિવસ વિષ્ણુ યશ શર્માના સ્વપ્નમાં વિષ્ણુ ભગવાન આવે છે. . અને પોતે માતા સુમતિના પુત્ર તરીકે જન્મ લેશે. . એમ કહે છે.

જેવી રીતે સૂરજના  કિરણો પડતા અંધકારનો નાશ થાય છે. . તેવી રીતે વિષ્ણુ ભગવાનના  દસમા અવતાર ' પ્રથમ ' નું પગલું પડતા ધીરે ધીરે સમાજ,દેશ અને દુનિયામાં થી દુષ્ટ પ્રવૃત્તિઓ અને અનિષ્ટ તત્ત્વોનો  નાશ થતો જાય છે.

   એક નાના ગામમાં આવેલું એક નાનું શિવ મંદિર હોય છે. . એ મંદિરમાં એક ચારણ કથાકાર રોજ કથા વાર્તા કહેતા હોય છે. આજે તેઓ શ્રી મદ ભાગવત પુરાણની કથા કહે છે. . ભગવાન વિષ્ણુના દસમા અવતારની કથા કરતા કહે છે. .                   

   "વૈશાખ શુક્લ દ્વાદશી , નક્ષત્ર શુભ આયો રે,

સંભલ ગામે સાયંકાલે, પુત્ર સુમતિ કો આયો રે,

જયજય કાર હુઆ ત્રિલોક મેં ,દેવ ત્રિયા મીલકે નાચે રે,

વિષ્ણુ યશ કે ચાર પુત્ર, કલ્કિ જી આયા રે,".      

        પછી કથાકાર કહે છે કે, આ સંભલ એટલે શું? વિષ્ણુ યશ શર્મા કોણ છે?. . . વેદ વ્યાસજીએ ઘણું ગુઢ રીતે ભવિષ્યની વાત કરી છે. વિષ્ણુયશ ( કલ્કિના પિતાજી) એટલે ઈશ્વર ભક્ત, ભગવાન વિષ્ણુના ઉપાસક,તેમના જ્ઞાન અને બુદ્ધિ ચાતુર્યના લીધે તેમને યશ અને કીર્તિ પ્રાપ્ત થશે. કલ્કિના માતા નું નામ સુમતિ છે. સુમતિ એટલે જેનામાં વિવેકબુદ્ધિ,સારી સમજણ, અને કર્તવ્ય પરાયણ.      

 સંભલ ગ્રામના( વિષ્ણુ યશ )એટલે એવું ગામ,નગર ,પરિવાર કે સમાજ જ્યાં ભારતીય પરંપરા મુજબ નું આચરણ,જીવન શૈલી અને ઈશ્વર પ્રત્યેની સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણની ભાવના. અને વિષ્ણુ ભગવાનના આખરી અવતાર કલ્કિ.  કલ્કિ એટલે મળ, કાદવ અને અનેક પ્રકારના અનિષ્ટોમાંથી ઉગારનાર વ્યક્તિ. હાલ ના કનિષ્ઠ યુગમાંથી શ્રેષ્ઠ યુગમાં લઇ જનાર વ્યક્તિ. હાલના કલયુગમાં થી મુક્તિ અપાવીને કૃત યુગમાં (સતયુગ) લઇ જનાર વ્યક્તિ.                  

  ઈશ્વર તો દયાળુ અને કૃપાળુ છે. કલયુગમાં થી કૃત યુગમાં જવાની તૈયારી અને કૃત નિશ્ચયી આપણે બનવાનું છે. ઈશ્વરે તો માનવજાતની મુક્તિ માટે હાથ લંબાવેલા છે.    .                 

  સંભલ સંભલ કે જીયો,સંભલ કે ચલના હૈ હમેં,ખુદા કે રાહ પર ચલના,સંભલ કે જીના હૈ  હમેં,       

એ વખતે એક ભગવત ભક્ત સવાલ કરે છે કે. . . હે મહારાજ , સાંભળ્યું છે કે કલ્કિ ભગવાન ઘોડાપર આવશે અને હાથમાં તલવાર હશે. . તો આ કલયુગમાં એ કલિનો ધ્વંસ કેવીરીતે કરશે?

       ચારણ કથાકારે આ કાવ્ય સ્વરૂપે સમજાવે છે. .    

        તારી વાત સાચી છે. . ઈશ્વર કોઈ પણ સ્વરૂપે આવે છે. . આતતાયિઓ નો નાશ કરે છે.  

             એક ભગવત ભક્તે સવાલ કર્યો કે. . હે ચારણ કથાકાર કલ્કિ ભગવાનનું નામ જન્મે બીજું હતું તો એ કલ્કિ ભગવાન તરીકે કેવી રીતે ઓળખાયા. . થોડું વિસ્તારથી આપની કાવ્ય શૈલી થી સમજાવો . અમને આપની કથામાં ઘણો રસ પડ્યો છે.     ચારણ કથાકાર કહે છે. . સાંભળો. . .

  કાલ ની કોને ખબર,

જે સંત જાણે એ ભક્ત જાણે,

હવે જાણશે માનવ,

શંકા વ્યક્ત થઈ છે,

ઈશ્વર હવે ક્યાં છે,

દુનિયા બદલાઈ ગઈ છે,

ધન છવાઈ ગયું છે,

કાલ ની કોને ખબર. .

નવો યુગ આવવા વાળો છે,

માનવ બનવા વાળો છે,

નર ને મળવા વાળા છે,

નારાયણ આવવા વાળા છે,

કાલ ની કોને ખબર. . . .

સત્ય માં છે એ શક્તિ,

સંઘભાવના ની છે શક્તિ,

કલંક ને ધોવા વાળા છે,

નારાયણ આવવા વાળા છે,

કાલ ની કોને ખબર. . . .

જૂઠાં કરશે સમિક્ષા,

સત્ય ની લેશે પરિક્ષા,

માનવ બનવા નો નેક,

એક ધર્મ એક દેશ,

કાલ ની કોને ખબર. . . .

નવું કરશે નિર્માણ,

કૃત યુગ નું નિર્માણ,

કર્મ થી બનશે એ 'કલ્કિ',

સત્ય છે 'નિષ્કલંકી',

કાલ ની કોને ખબર,

જે સંત જાણે એ ભક્ત જાણે,

હવે જાણશે માનવ.

 આ કહીને ચારણ કથાકાર બોલ્યા. . આ કલયુગ માં ભગવાન ના બીજા કયા કાર્યો હશે એ આપ સર્વે સાંભળો. હવે કલયુગ નું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે. . . બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. . . . સાંભળો. . . હવે. . . .    

  એક બે ત્રણ,

શંભલ ના વાસી,

આવો તમે અહીં,

પરશુ ના શિષ્ય,

વેદ નું જ્ઞાન એવું કે,

તમે આપો વેદ નો સાર,

એક બે ત્રણ. . . . .

કોક વિ કોક ને માર્યા તા,

લોકશાહી ને તાર્યા તા,

પદમા ને તમે મલ્યા તા,

શાપ થી મુક્તિ આપતા તા,

એક એક બુદ્ધ ને ,

તમે કળ થી હાર આપી,

એક બે ત્રણ. . . . .

મ્લેચ્છોને તમે હરાવતા તા,

બધાનું મન જીતતા તા,

નવું નિર્માણ કરતા તા,

સતયુગને તમે લાવતા તા,

ભારતની ભૂમિ એવી કે,

તમે કરો એને પ્રણામ,

એક બે ત્રણ,શંભલ ના વાસી,

આવો તમે અહીં,પરશુ ના શિષ્ય. . . . . . . .


એવું કહેવાય છે કે કલયુગ ના અંતની શરૂઆત છે. શાસ્રમાં જણાવ્યા મુજબ નારાયણના અવતાર કલયુગનો અંત લાવશે. (એક બે . . ત્રણ. એટલે કલયુગ ના અંત ની શરૂઆત)

કોક વિ કોક એટલે દુષ્ટ લોકો,

મ્લેચ્છો એટલે જેના ઈરાદા મલીન છે,

અને નિર્દોષ ને હેરાન કરનાર,

એક બુદ્ધ એટલે કહેવાતા બુદ્ધિજીવીઓ,

જેમની સોચ નકારાત્મક છે. જે ઈશ્વરના અસ્તિત્વને નકારે છે. .

બોલો શ્રી કૃષ્ણ ભગવાન ની જય,બોલો સાચે દરબાર કી જય. . બોલો અંબે માત ની જય,બોલો. . . સદગુરુ દેવની જય. . . બોલો. . . હર હર મહાદેવ ની જય. . . . .                

  ( નોંધ:- આ વાર્તા ભાગવત્ પુરાણ, સ્કંદપુરાણ અને કલ્કિ પુરાણ પર આધારિત છે. . જે મેં મારા શબ્દોમાં વ્યક્ત કરી છે. . આ વાર્તામાં લખેલી કવિતાઓ મારી સ્વયં રચિત છે. . . પુરાણોમાં જણાવ્યા મુજબ કલ્કિ ભગવાન નો જન્મ ભાદરવા સુદ ત્રીજ ના દિવસે સાયંકાળે થયો હતો. એ દિવસને કલ્કિ જયંતિ તરીકે મનાવવામાં આવે છે. પણ કલ્કિ પુરાણ અને એક બીજા પુરાણમાં જણાવ્યા મુજબ કલ્કિ અવતાર વૈશાખ સુદ બારસના દિવસે સંધ્યાકાળે થયો હતો. . . . . આ બંને દિવસે રાશિ કન્યા આવે છે(પ,ઠ,ણ). . એટલે જન્મનું નામ " પ્રથમ " પાડેલું છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama