પ્રણયત્રિકોણ
પ્રણયત્રિકોણ
સુજ્ઞા સુશીલને રટતી ને તેને પ્રિતેશની યાદ આવી જતી.. આહ.. આ પ્રણયત્રિકોણ ભાવ કેવો..? શું કરવું.. એ અવઢવમાં એ ગુંચાતી જતી હતી.. ઘેરાં વમળમાં ડૂબતી જતી હતી. પણ ભાવીને કોણ જાણી શકે..? એટલામાં મોટાભાઈ આવ્યાં, ને તેમણે સમાચાર આપ્યાં.. સાંભળીને સુજ્ઞા ચક્કર ખાઈને નીચે જમીન પર ફસડાઈ પડી., ને મૂઢ બની પછીતની દીવાલ સાથે જડાઈ ગઈ..!

