Pratiksha Pandya

Drama

3  

Pratiksha Pandya

Drama

ભરોસો

ભરોસો

1 min
139


રઘુ પર જાણે વીજળી પડી.. એનાં શેઠ મનોરચંદે એનાં છોતરાં કાઢી નાખ્યા. લઢવામાં પાછું વાળીને નાં જોયું શેઠે. આમ તો રઘુ શેઠનો વફાદાર, જૂનો વિશ્વાસુ નોકર. મનોરચંદને રઘુ પર અતિ ભરોસો. પણ આજે હિસાબ કરતાં મોટો ગોટાળો નીકળ્યો..,ને " હલકું લોહી હવાલદારનું " એ રીતે એનાં પર સંશય જાગ્યો. પેઢી પર મોટે ભાગે રઘુ રહેતો, તે જ સાંભળતો શેઠની ગેરહાજરીમાં ય. શેઠનો દીકરો સનમ ભણવામાં રહેતો ને લાપરવાહ પણ ખરો. લઢીને શેઠ તો એમના કામમાં વ્યસ્ત થઈ ગયાં.. પછી જોયું જશે એમ મનમાં ધરી સાંજ થઈ. ઘરે જવાનો સમય થયો. ડ્રાઇવરને ગાડી નિકાળવાનું કહ્યું.

ગાડીમાં શેઠ ગોઠવાયાં. ઘરે પહોંચ્યાં ત્યારે આગળનું દ્વાર બંધ હતું તેથી ગાડી પાછળના દરવાજે લેવાનું કહ્યું. મોટો બંગલો શેઠનો. પાછલું દ્વાર ખુલ્લું જ હતું. ગાડીમાંથી ઉતરી મનોરચંદ દરવાજામાં પ્રવેશ્યાં.. ને પત્ની રિચા ને દીકરા સનમની વાતચીત કાને પડી બંનેનું હાસ્ય ને શબ્દો સાંભળી શેઠ દરવાજામાં જ ઠરી ગયાં એમના માથે પણ વીજળી પડી.. ને દરવાજામાં જ ફ્સડાઈ પડ્યાં...!


Rate this content
Log in

Similar gujarati story from Drama