Pratiksha Pandya

Inspirational Thriller

4.5  

Pratiksha Pandya

Inspirational Thriller

આમંત્રણ

આમંત્રણ

1 min
271


 ' વિકાસ કિશોર મંદિર ' માં શિક્ષક ગોવિંદભાઈ એક કડક શિક્ષક. વિદ્યાર્થીઓના વિકાસ માટે એ જરાય આઘું પાછું ચલાવી ના લે. પણ દરેક વિદ્યાર્થી પ્રગતિ કરે એની કાળજી ચોક્કસ રાખે. નિલય તેમનાં વર્ગનો જ વિદ્યાર્થી. ગરીબ ઘરનો છોકરો.., પણ ભણવામાં એક્કો.., બહુ હોંશિયાર. વર્ગમાં પ્રથમ આવે હંમેશ. " સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઘમઘમ " એ રીતે પાસાદાર બનેલો હીરો. શિક્ષકની દરેક વાત મનમાં ઊંડી ઉતારી દે.

ભણીગણી તૈયાર થઈ નિલય એક કંપનીમાં જોડાયો.., મોટાં ઈજનેર સાથે, ડિઝાઈનર તરીકે પણ. કંપનીને વિશાળ તબક્કે ફેલાવવાની હતી. છ મહિનાના તેની કાર્યક્ષમતા ને સફળતા આંક જોતાં કંપનીનાં એમ.ડી.એ તેને આ વિશાળ પ્રોજેક્ટમાં સંમિલિત કર્યો. બે ટકાના ભાગ સાથે જોડાવાનું આમંત્રણ આપ્યું. નિલયનો તો હૈયે હરખ ના માય. એને બધું સમજાવ્યું ને એક ફાઈલ આપી તેનો અભ્યાસ કરવા જણાવ્યું.

ઘરે આવી નિલયે ફાઈલ ટેબલ પર રાખી દીધી. બીજા દિવસની સવાર ચાની સંગત સાથે ખીલી ઊઠી. કંપની તરફથી જોડાવાનું આમંત્રણ આકર્ષક હતું. તેને ફાઈલ યાદ આવી. હાથમાં લઈ ખોલી. ધીરે ધીરે વાંચતા ચાનો નશો હવા થઈ ગયો. તેના નિયમ, દિલની ભાવના અને સિદ્ધાંત સાથે ફાઈલના નિયમ સુસંગત નહોતાં. હૈયું ભારે થઈ ગયું. આ ટાણે ગુરુજીની વાણી, શબ્દો નજર સમક્ષ નાચવા લાગ્યાં. ભલે પૈસાવાળાનાં દિલને ઠેસ પહોંચે પણ કોઈ ગરીબનું દિલ ના દુભાય એ ચોક્કસ નજરમાં રાખવું એ શિક્ષકના શબ્દો મનને પલાળી રહ્યાં....., ને અંતિમ વાત વાંચી નિલય જડવત બની રહ્યો. નજર સ્થિર થઈ ખોડાઈ ગઈ ત્યાં..!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational