Meenaz Vasaya. "મૌસમી"

Romance Tragedy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Tragedy Inspirational

પ્રમાણપત્રો

પ્રમાણપત્રો

2 mins
223


સમીર છોડ મને આમ મને પકડીને ક્યાં લઈ જાય છે ? કાલે તો મારા લગ્ન છે. મારા પિતાની ઈજ્જત નું શું ? મે તારું શું બગાડ્યું ? ધમપછાડા કરતી સૃષ્ટિ સમીરનો હાથ છોડાવવાનો પ્રયાસ કરે છે. પણ સમીરના મજબૂત હાથમાંથી એ છૂટી શકતી નથી. સમીર એના મોઢા પર પટ્ટી લગાવી ખુરશી સાથે બાંધી દે છે.

સૃષ્ટિની આંખ રોઈ રોઈને સુજી જાય છે. પરંતુ સમીર એક ના બે ના થયો. સમીર સૃષ્ટિની આંખોમાં ઉદભવેલા સવાલને સમજી જાય છે. અને કહે છે. "કોલેજ કાળથી તને બેપનાહ મહોબત કરું છું પણ તારી સાથે એકરાર કરતા ડરતો હતો. પણ આજે જ્યારે તું બીજાની થવા જઈ રહી છો, હું કેમ જોઈ શકું ?

એટલે જ તારું અપહરણ કર્યું મે, હું તને ખૂબ ચાહું છું, હુંમને ખબર છે, તારો થનાર પતિ વ્યભિચારી અને જુગારી છે. મે કહ્યુ હોત તો તું માનત નહિ. હું નથી ઈચ્છતો કે તારી જિંદગી ખરાબ થાય. હા હું તને ખૂબ ચાહું છું. પણ તને ચાહવા મજબૂર નથી કરતો. તારી આંખહું એક આંસુ મને બેબસ બનાવી દે છે.

હા હું તને ચાહું છું એટલે તું સુખી હોત તો ક્યારેય તારું અપહરણ ના કરત. પણ આ ખરાબ માણસથી તારો પીછો છોડાવવા મને આ પગલું ભરવું પડ્યું.

સૃષ્ટિની આંખો આંસુથી છલકાઈ જાય છે. જેને તે પણ પ્રેમ કરતી હતી. પણ પૈસાદાર બાપનું બગડેલું સંતાન સમજી હંમેશા ઇગ્નોર કરતી રહેતી હતી. પણ આજે સાચી મહોબત સમજમાં આવતા ,તે ખૂબ ખુશ થાય છે.

પણ પિતાની ઈજ્જત દાવ પર લગાવવા માગતી નહોતી. તેના પતિ વિરુદ્ધના બધા પ્રમાણપત્રો રજૂ કરે છે. અને એની સાથે બધાની વચ્ચે શાદી માટે મનાઈ ફરમાવે છે. અને એજ લગ્ન મંડપમાં શાદીના સાત ફેરા સમીર સાથે લે છે.

આમ અપહરણ એક સુખદ ઘટનામાં ફેરવાઈ ગયું. સૌની આંખોમાં હર્ષનાં આંસુઓ હતા.


Rate this content
Log in

Similar gujarati story from Romance