rekha shukla

Drama

3  

rekha shukla

Drama

પ્રકૃતિ

પ્રકૃતિ

1 min
276


પ્રકૃતિની સૌંદર્યતાનું અવલોકન દરેક ની આંખો કરવા તરસે ને માણે છે તેનું વર્ણન અંકાય છે. નવનીતરાય ને શિરિષ વાત કરતા હતા આ વખતે હવાઈ જઇશું ને પપ્પા. હા બેટા કેમ નહીં ? જરા ફોન પર ભાવતાલ જોઈને રજા નો મેળ બધાને પડે તે પ્રમાણે બુકિંગ કરીશું. આ મોબાઈલ ની સગવડતા ગમે પણ સતત આવતા માર્કેટીંગના ફોનકોલ ના ગમે.. થોડા સમયે બુકિંગ પણ થઈ ગયું. બધાએ જાતભાતનું નાનું મોટું શોપિંગ પણ કર્યું. ચાય નો ઉભરો આવે ને આખો ગેસ ખરાબ થઈ જાય તેમ ફાટી ઉઠેલા કરોનાનાં લીધે રડમસ ચહેરાઓ બધાના થઈ ગયા. ને નવનીતરાયની વર્ષગાંઠ ઉજવવાના સપનાનો મહેલ ભોંય ભેગો થઈ ગયો બધાના મૂડ મરી ગયેલા. દીકરા શિરિષે પૂછ્યું પપ્પા હવે તો લોક ડાઉન !! ફોનમાં જ જોવાનું ને મળવાનું !! બેટા,સ્વપ્નોના ગુણાકારોથી બનેલી આ જિંદગી, ભૂતકાળની બાદબાકીઓથી ઉભરતી આ જિંદગી, તો ક્યારેક ભવિષ્યમાં વર્તમાનનો તાળો મેળવતી આ જિંદગી, પરંતુ સરવાળે તો ખાલી શૂન્ય જ પામવા હોવાના છ્તાં કંઈ ગણતરીઓ થોડી છોડે છે આ જિંદગી ? 

ઇતિહાસની ઘટનાઓ પરિવર્તન આવ્યા પછી પુનરાવર્તન કરવાનું ભૂલતી નથી અને માનવ મોતને સામે જોતા નથી ત્યાં સુધી વિશ્વાસ કરતા નથી. 

પપ્પા સરસ તારણ છે આપનું ઃ પરિવર્નતમાં વગર તલવારે એકલાએ લડવાનું છે આપણે જિમ્મેદારી આપણે શિર લઈને...ઘરે બેઠા માણીએ પ્રકૃતિની સુંદરતા ને નાના મોટાની સાથે કરીએ મજા.


Rate this content
Log in

Similar gujarati story from Drama