પ્રકૃતિ પ્રેમ
પ્રકૃતિ પ્રેમ
મહામારીમાં ઘેરઘેર ઉપાધિ આવી જોઈ ડો.માઈક ને ડો.કેરન દિવસ રાત જોયા વગર સેવા આપતા હતા. ક્યારે કોણ કોને છોડી જાય. રોજ કણસતા દર્દી ઓની દુર્દશા અસહ્ય હતી.
“ પ્લીઝ ડાક ડુ સમથીંગ “ કેરને ઉપર જોયું તો રેવાનો ચહેરો લોહીલુહાણ થયેલો હતો. તેનું માસ્ક પણ લોહીથી લદબદ હતું ને કાન પર લટકતું હતું. દોડી આવેલો રમેશ ડોકટરને આજીજી કરતો હતો. ચિંતીત બા બાપુજી પાંચ મિનીટ પછી આવી ગયા. દીકરાને સાંત્વન આપવા લાગ્યા. નર્સે બધાને ત્યાંથી દૂર કર્યા. તપાસ ચાલુ કરાઈ રિપોર્ટ આવ્યો ઓવરડોઝ !
બીજી જ ક્ષણે રેવા કોમામાં ચાલી ગઈ. રેવા ને વાગેલું પણ રમેશ બા બાપુજી અવાક હતા કે રેવાને થયું છે શું ? હા રેવાના પોતાના માતા ભાઈ બહેન ને પિતાનું ટેલિફોનિક બેસણું રાખવામાં આવેલું. આફટર શોક રિએકશન સુસાઈડલ એકશન ને હવે કોમા. રમેશ ને સાચવવો મુશ્કેલ થાત જો બા બાપુજી ન હોત. ત્રીજે દિવસે રેવા ભાનમાં આવી ને ત્યારે બા બાપુજી બોલી પડ્યા મોતની ઘાત ગઈ. ઘરે આવી બા બાપુજીએ દીકરીની જેમ સાચવી. સમાજમાં ઘૃણા વધી છે. કાળા ગોરા ના ભેદ પરખાયા ના બદલાની ભાવના જાગી છે ત્યારે મારો ને મરો ની ખબરો રોજ અખબારે ચડ્યા કરે છે. બીજી તરફ દવા દારૂ ને શોપિંગમાં પૈસાની બચત થઈ. કસરત પ્રાણાયામ વધ્યા જેથી પોતાનું ધ્યાન રાખતા શીખ્યાં ને ભક્તિ કરી સ્વાવલંબી બન્યા. વ્યક્તિ ને મહત્તા મળી ક્ષણ ને માણી માનવતા ને પ્રકૃતિ પ્રેમ વધ્યો.
