Kaushik Dave

Drama Tragedy Fantasy

2  

Kaushik Dave

Drama Tragedy Fantasy

પ્રકાશ

પ્રકાશ

1 min
52


બા...બા..આપણા ઘરમાં કેટલું બધું અંધારું છે ? આજે તો દીવો કે ચીમની પણ નથી કરી.

જો બેટા.. ઘરમાં તેલ નથી. આપણી ઝૂંપડીમાં લાઈટની સગવડ કરી શકાય એમ નથી.

પણ બા..આ નજીકના બંગલા અને ફ્લેટોમાં કેટલું બધું અજવાળું છે. મને અંધારામાં ખાવાનું ખાવું ગમતું નથી. દિવાળી વખતે કેટલી બધી લાઈટો કરે છે એ જોવી મને બહુ ગમે છે.

બેટા, દિવાળીનો પ્રકાશ બધાને ગમે પણ આપણા માટે તો બધા તહેવારો સરખા છે. દિવાળી હોય કે હોળી આપણે તો અજવાળું જોવાનું છે.

પણ બા.. થોડું તો અજવાળું થાય એવું તો કર. મને કશું ભળાતું નથી.

બેટા.. આજે મને એક મીણબત્તી મળી છે. એ મીણબત્તી કરીને તને રોટલો અને શાક આપું છું.

પણ બા.. રોટલા પર ઘી લગાડજે.

બેટા..ઘરમાં ઘી નથી. કાલે તારા માટે લાવી આપીશ.

બા.. તું કેટલી સારી છે. મારું ધ્યાન કેટલું બધું રાખે છે.

બેટા.. તું તો મારો આધાર છે. તારા બાપુના ગયા પછી તું જ મારા માટે જીવવાનો આધાર છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama