Chinamyi Kotecha

Fantasy Inspirational Others

4.0  

Chinamyi Kotecha

Fantasy Inspirational Others

પ્રિય સખીને પત્ર

પ્રિય સખીને પત્ર

2 mins
356


વહાલી સખી પ્રતીક્ષા,

તારો પત્ર મને મળ્યો. બહુ ખુશી થઈ કે તે તારી યુનિક સ્ટાઇલથી દિવાળી ઉજવી અને એ પણ ઇકોફ્રેન્ડલી ઉજવી. વાહ.. નાનપણથી જ તું કંઈક અવનવું કરતી આવી છો. તારા અન્નનો બગાડ ના કરવો તે વિચાર ખુબ ખુબ ગમ્યો.

 તું સાચુ કહે છે, જેમ વીજળી બચાવવા અભિયાન ચાલે છે. તેમ અન્ન બચાવો ઝુંબેશ ચલાવવી જોઈએ. તું પહેલેથી જ હિંમતવાન હો, તારો અન્નદેવતા આર્ટિકલ છપાયો તે બિલકુલ સત્ય છે. અન્ન બગાડનારાઓ પણ દંડ, ચલણ કે એક્સ્ટ્રા ટેક્ષ લેવો જોઈએ.

એકબાજુ વિશ્વમાં અનેક લોકો ભૂખે મળે છે અને બીજી બાજુ સામાજિક તહેવાર કે ભોજનસમારંભમાં અન્નનો બગાડ. ચાઈનીઝ, સાઉથ ઇન્ડિયન, પંજાબી, ગુજરાતી કેટલી બધી વાનગીઓ, સૂપ,સલાડ, મીઠાઈઓ, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ આ બધુ તો એક્સટ્રા હો.

જગતનો તાત ખેડૂત દિવસ અને રાત, તડકો હોય, ટાઢ કે વરસાદ ખુબ મહેનત કરીને અનાજ ઉગાડે છે. એ અનાજ આપણા રસોડા સુધી પહોંચે, પછી અવનવી વાનગીઓ બને. કેટલા બધાની મહેનત હોય ! અને આપણે.. ચાંદલો વસુલવા અથવા સ્ટેટ્સ માટે ખુબ બગાડ કરીએ. શું હક્ક છે, આપણને અનાજ બગાડવાનો ? મને ખબર છે, તું કોઈપણ પ્રસંગમાં અનાજનો બગાડ સહન જ નથી કરતી. ગમે તેને કહી દે છે. તારા ખુદના પરિવારમાં કોઈ અનાજનો બગાડ નથી કરતું.

ચાલ આપણે નવી શરૂઆત કરીએ. આવા પ્રસંગ વખતે નાટક દ્વારા અનાજનો જે ખુબ બગાડ થાય છે તેને અટકાવીએ. સોશિયલ મીડિયામાં પણ આવા નાટકો, બાળવાર્તા વડે લોકોને જાગૃત બનાવીએ. હું તો કહું છું. જો શક્ય હોય, તો પ્રસંગ સાવ સાદાઈથી જ કરીએ અને તે દિવસે ભૂખ્યા લોકોને જમાડીએ. આપણા જન્મદિવસ હોય કે એનિવર્સરી તમામ પ્રસંગ પર અન્નદાન કરીએ. શું ખબર કોની દુઆ આપણા જીવનને મહેકાવી જાય !

સાથે સાથે નાના નાના લઘુઉધોગ કે કુટિર ઉધોગનો તારો વિચાર મને ગમ્યો. બેરોજગારને કામ પણ મળશે. અને અનેક કુટુંબને આર્થિક સહારો પણ. તારા વિચારો જલ્દી મને જણાવજે. અને હા.. નાટકની સ્ક્રીપટ મોકલ. હું મારા સખી મંડળની વહાલી સખીઓને માહિતગાર કરુ. નવા વર્ષનો શુભારંભ નવા સંકલ્પ સાથે.

લિ.

તારી વહાલી

સખી એકતા


Rate this content
Log in

Similar gujarati story from Fantasy