Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

પ્રેરણાદાયી

પ્રેરણાદાયી

2 mins
394


એક વખતની વાત છે. એક રાજાનો જન્મ દિવસ હતો. એ દિવસે એ ખુશ હતો.

એ નગરમાં લોકો ના સુખ દુઃખ જોવા નીકળ્યા.

રસ્તામાં એણે એક ભીખારી જોયો. મારા રાજ્યમાં પણ ભીખારી છે.. ચાલ આનું દુઃખ ઓછું કરૂં.

રાજા એ તાંબા નો સિક્કો એ ભીખારી તરફ ફેંક્યો.. પણ એ સિક્કો ગબડી ને પાસેની ગંદી નાળીમાં પડી ગયો.

પણ એ ભીખારી ખુશ થયો.. હાશ.. હવે ગંદી નાળીમાંથી એ સિક્કો કાઢું.. એ ગંદી નાળીમાં હાથ નાખી સિક્કો શોધતો હતો.. પણ હાથમાં આવ્યો નહીં..

રાજાને દયા આવી. આજે તો જન્મ દિવસ છે.. ચાલને આને એક ચાંદીનો સિક્કો આપું.

રાજાએ ચાંદીનો સિક્કો એ ભીખારી ને આપ્યો..

ભીખારી ખુશ થયો. રાજાને આશીર્વાદ આપી પાછો એ તાંબાના સિક્કાની શોધમાં ગંદકી માં હાથ નાખ્યો..

રાજાને થયું કે આને સંતોષ નથી..ચાલ ને સોનાનો સિક્કો આપું.

રાજાએ સોનાનો સિક્કો ભીખારી ને આપ્યો.

ભીખારી ખુશખુશાલ થયો.

પણ પાછો તાંબાના સિક્કાની લાલસા તો હતી જ..

રાજાએ એ ભીખારી ને કહ્યું ભાઈ.. તને ચાંદી,સોનાનો સિક્કો આપ્યો..પણ તારી લાલચ રોકી શક્તો નથી.. હવે હું તને મારું અડધું રાજ પાટ આપું તો તું ગંદકી માં હાથ નાખ્યો નહીં.

આ સાંભળી ને ભીખારી બોલ્યો.. તમારા રાજ પાટ કરતા વિશેષ આનંદ તો મને એ ગંદકીમાં પડેલો તાંબાના સિક્કામાં આવશે...

મિત્રો આપણી પણ આજ સ્થિતિ છે.. ગંદકી માં બધાને આનંદ આવે છે... ન્યુઝ ચેનલો અને ફિલ્મી દુનિયા ની ચટપટી વાતો લોકો પસંદ કરે છે.. પણ માહિતી આપતી કે સારી રચનાત્મક વિચારોમાં હવે રસ ઓછો થતો જાય છે.

મિત્રો આ વાર્તા બહુ જુની છે.. કદાચ તમને યાદ હશે..

આ વાર્તા એટલે યાદ આવી કે લોકો ને સીધેસીધી વાત ઉતરતી નથી..

ઈશ્વરે આપણને ઘણી સારી વસ્તુઓ આપી છે.. આપણે ઈશ્વર નો આભાર વ્યક્ત કરી શકતા નથી... અને. ખોટી વાતો, ખોટી સંગતો અને અનિષ્ટો ને સાથ આપીએ છીએ.. સુખ માં ઇશ્વર ને ભૂલી જવાનું.. અને દુઃખ માં ઈશ્વર ને દોષી માની ને યાદ કરવાનું... એ માનવ સહજ સ્વભાવ થઈ ગયો છે. ઈશ્વરે આપણને જે સુખ આપ્યું છે એનો આનંદ માણવાને બદલે બીજા ના સુખ માં ઈર્ષા કરીએ છીએ.. સંતોષ ધન ગુમાવી રહ્યા છીએ.

ઈશ્વર સતત આપણને સારું જીવન જીવવાની પ્રેરણા આપે જ છે... માનવતાવાદી વલણ અપનાવવાની સમજ આપી છે..

જે દિવસે સમગ્ર માનવજાત વસુધૈવ કુટુંબકમની ભાવનાથી જીવશે એ દિવસથી દુનિયામાં લોભ,લાલચ અને યુધ્ધો બંધ થશે.


Rate this content
Log in

Similar gujarati story from Drama