Rutambhara Thakar

Romance Inspirational

3  

Rutambhara Thakar

Romance Inspirational

પ્રેમનું ઋણ - દેશસેવા

પ્રેમનું ઋણ - દેશસેવા

13 mins
132


આ એક એવા કોરોનાં વોરીયરની પ્રેમગાથા છે જેમાં એક વ્યક્તિ વ્યવસાયે નર્સ અને એ પણ વિદેશી હોવાં છતાંય આપણાં ભારત દેશને પોતાનો ગણી અને અહીંની જ થઈને રહીને હજીય લોકોની સેવા કરી રહી છે !

આ રીયલ હિરો કરતાં જરાય ઉતરતી કક્ષાની હીરોગીરી નથી !

પ્યોર અને પ્રેમ નિતરતી હીરોગીરી છે એ ય પાછી દેશભક્તિમાં તરબોળ !

કહેવાય છે ને કે પ્રેમને કોઈ સીમાડા નથી હોતા !

માર્ગારેટએ સાઉથ આફ્રિકાની રહેવાસી, વ્યવસાયે નર્સ અને તેય પાછી નીગ્રો હતી. અને મનીષ પંજાબનો વતની !

મનીષ મોટો બિઝનેસમેન હતો. સુખી,સાધનસંપન્ન અને રુઢીચૂસ્ત પરિવારનો દીકરો હતો. એ મોજમજા અને ફરવાનો શોખીન હતો એનાં બિઝનેસને કારણે એમ પણ એને ફરવાનું ખૂબ મળતું.

મનીષને કોરોનાને કારણે ફરજીયાત ઘરમાં રહેવું પડ્યું તે ખૂબ આકરી સજા સમાન લાગ્યું. મોટા ભાગનો સમય એ કમ્યુટર પર ઓનલાઈન જ પસાર કરતો. જેમાં એનાં બિઝનેસનાં વર્ક ઉપરાંત બીજી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર સમય પસાર કરતો. મનીષને ઘણીવખત ફાજલ સમયમાં કમ્યુટર પર ગેમ રમવી ગમતી,ઘણી વખત સ્ટારમેકર પર ડ્યુએટ સોંગ ગાવા પણ ગમતાં.

સાઉથ આફ્રિકાની માર્ગારેટ પણ વ્યવસાયે નર્સ અને એક કોરોના વોરીયર હોવા છતાંય દર્દીઓની સારવાર ઉપરાંત ફ્રેશ થવા માટે કમ્યુટર પર ગેમ્સ રમી અને ગીતો ગાઈ સમય પસાર કરતી.

એ પણ જોબ ઉપરાંત નો સમય કમ્યુટર પર જ વિતાવતી. . !

આમને આમ,બંનેની એકસરખી આદતો અને કમ્યુટર, સોશિયલ મિડીયાનું એડિક્શન એક દિવસ. . બંનનો એકમેક સાથે ભેટો કરાવીને જ રહ્યું ! 

એકવખત સાઉથ આફ્રિકાની માર્ગારેટ અને ભારત, પંજાબનો મનીષ સોશિયલ મિડીયાની ઓનલાઈન ગેમીંગમાં કલાકો સુધી સાથે રમ્યાં. . !

પછી બંનેને ચસ્કો લાગ્યો. . એકમેક જોડે મજા પડવા લાગી. . !

આવું વારંવાર બનતું,અને તેઓને એકમેકની કંમ્પની ગમવા લાગી. . !

ઓનલાઈન થઈને પછીથી

પરીચય કેળવવાની ઈચ્છા થઈ !

પરાણે એ ઈચ્છાને બંનેએ જાકારો આપ્યો. . !

તો એક વખત સ્ટાર મેકર પર હિંદી ફિલ્મી ગીતોની શોખીન માર્ગારેટનો ભેટો ફરીથી મનીષ સાથે થઈ ગયો. . !

બંનેએ ડ્યુએટ સોંગ સીલેક્ટ કરી ગાયાં. . !

ધીરેધીરે બંને અનુકુળ સમય નક્કી કરી કલાકોનાં કલાકો ઓનલાઈન ગેમ્સ અને ડ્યુએટ સોંગ ગાવામાં વિતાવવાં લાગ્યાં. . !

માર્ગારેટ એનો સેવાનો ધર્મ પણ બજાવી ફરીથી શોખ અને સરસ મજાની કંપની માટે થાક ,ઊંઘ,ભૂખ બધાને તિલાંજલી આપી ઓનલાઈન જ રહેવા લાગી. . !

હવે આ ઓનલાઈન કંપની દેશનાં ,કાળનાં ,સમયનાં અને ચામડીનાં રંગનાં,જાતીનાં અને ઉંમરનાં સીમાડાને અને ભેદભાવને ભૂલી બધી હદો વટાવી ચૂકી હતી. . !

બંનેને એકમેકનો સહવાસ ખૂબ ગમતો,ફક્ત અવાજ અને મગજનાં સ્પંદનો પૂરતી જ વાત મર્યાદીત ન રહેતાં ,એકમેકને સદેહે ,સામસામે મળવા માટે બંનેનાં મન આતુર થયા.

વાત એટલી બધી આગળ વધી હતી કે. .

એક દિવસ પણ જો મળવાનું ના થાય તો બંનેને બેચેની લાગતી,કાંઈક ખૂટતું હોય એવી લાગણી થતી. . !

મનીષને હવે એવો ખ્યાલ આવવા માંડ્યો હતો કે એમની બંને વચ્ચે કાંઈક શોખ,પસંદ અને સરખી લાગણીઓ ઉપરાંત કશુંક બીજું જ છે,જે એકમેકને જોડેલાં રાખે છે.

ઉંઘમાં-જાગ્રત અવસ્થામાં, ખાતાં-પીતા,ઉઠતાં -બેસતાં,બાર-અંદર,ઉપર-નીચે અને ચારેબાજુ એ સતત માર્ગારેટને યાદ કરતો એનાં જ વિચારો એને સતાવતાં. એનો સહવાસ એ સતત ઝંખતો હોય એવું એને લાગતું. એને સતત 'મીસ' કરતો,એનાં વગર જીવનમાં કાંઈક ખૂટતું હોય એવી એને લાગણી થતી. . !

એ કોરોનાકાળમાં સતત ઘરમાં રહેતો હોય તો પણ એ ઘરમાં નથી એવું એનાં પરિવારનાં સભ્યોને લાગ્યાં કરતું. . !

એ સદેહે તો વર્તાતો પણ આત્મા,મન એનું માર્ગારેટ સાથે જોડાયેલું રહેતું હોય એવું લાગ્યાં કરતું. . !

ઉછળકુદ કરતો બહારફરવાનો શોખીન મનીષ હવે ઘરમાં એક રૂમમાં કમ્યુટર સામે જડાઈ રહેતો. . !

મનીષને પરિવારનાં સભ્યોએ પુછવા ઘણાં પ્રયત્નો કર્યા પણ એ પોતેજ સ્યોર નહતો તો, એ એમને શું જવાબ આપે. . ?

ઘણાં બધાં દિવસની આવી ગડમથલ અને મગજમાં ચાલતી ભાંજગડને અંતે એ સ્યોર થઈ ગયો કે આ બીજુ કશું નથી પણ પ્રેમ જ છે. . !

બંનેની સોશિયલ મીડિયામાં ફેસબુક મારફતે એકબીજા સાથે ફ્રેન્ડશીપ થઈ,ત્યારથી બંને અવારનવાર ચેટ પણ કરતા હતા. હવે તો ધીમે ધીમે એ બંનેએ વિડીયો કોલિંગ ચાલુ કર્યું ! બંને જણા ગાઢ સંપર્કમાં આવવા લાગ્યાં. પરીચય પ્રગાઢ થતો ગયો ને પ્રેમ હવે પરવાને ચઢતો ગયો. . !

 પ્રેમની પ્રગાઢતા હવે શબ્દો બની એકમેક આગળ વ્યક્ત થવા લાગી. . !

પ્રેમ ક્યાં ક્યારેય રંગ, રુપ,દેશની સીમાઓ,ઉંમર કે જાતીનો મોહતાજ રહ્યો છે. . !

મનીષ અને માર્ગારેટનાં હિસ્સામાં આવો ચકચૂર પ્રેમ આવ્યો હતો. બંને દિવસમાં જ્યારે પણ સમય મળે તો એને ચોરીને કલાકો ઓનલાઈન ચેટમાં જ વિતાવતાં. . !

એક દિવસ પણ ચેટ કે કોલ્સ ના થાય તો બંનેને કાંઈ ખૂટતું હોય એવું લાગતું. . !

બંનેને હવે તો ખાતરી પૂર્વક લાગ્યું કે આ લાગણી મિત્રતા કરતાં કાંઈક વિશેષ અનુભૂતિ છે.

બંનેને નક્કી કર્યુ કે આ સંબંધને એક ચોક્કસ નામ આપવું જોઈએ, હવે તો લગ્ન કરવા જોઈએ.

બંનેનાં શરીર પોતપોતાનાં છે પણ મન અને હ્દય હવે એમનાં કહ્યાંમાં નથી. . !

એટલે અંતે. . .

કાયમની જેમજ,મોટાભાગે પ્રેમની અભિવ્યક્તિની પહેલ પુરૂષ જ કરે છે એમ માની

એકવખત મનીષે પોતાની આ વ્યથાની રજૂઆત અને પ્રેમની કબૂલાત માર્ગારેટ આગળ કરવાનું નક્કી કર્યું. . !

દરરોજની જેમ ફોનનાં વિડીયો કોલ અને ચેટમાં એણે પોતાનાં પ્રેમનો એકરાર બોલી અને લખીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. . !

"આઈ લવ યું,માર્ગારેટ. . !"

"વીલ યુ મેરી મી. . ?"

"આઈ વીલ સ્પેન્ટ માય હોલ લાઈફ વીથ યું. . !"

"આઈ લવ યુ ડીયર. . !"

સામે છેડેથી માર્ગારેટ આંસુ મિશ્રિત સ્માઈલ સાથે "યસ" "ઓલ્વેઝ"બોલીને મનીષને વધાવી લીધો. . !

અહીં દેશદેશાવરની દૂરી જો ના હોત તો મનીષ ચોક્કસ એક જડબેસલાક આલિંગન આપીને માર્ગારેટનાં માથા પર એક મીઠું ચુંબન અવશ્ય કર્યું હોત. . !

મનીષને આવે વખતે સોશિયલ મિડીયાનો,ગેમ બનાવનાર એપનો,અને સ્ટારમેકર એપનો મનોમન આભાર માન્યો. . !આ બધાએ તો એમને એકમેકની નજીક લાવવામાં કેવડો મોટો કિરદાર ભજવ્યો હતો. . !

એમનું આવનારૂ ભવિષ્ય સોશિયલ મિડિયાએ ઘડ્યું હતું. ખરા અર્થમાં એક મિડીયમ સાબિત થયું હતું.

હા, ઓફકોર્ષ. . . . ઈશ્વરની મરજીથી આ બધું સુપેરે પાર પડશે એવી એને ચોક્કસ આશા હતી.

એકમેકની હામી થકી બંનેને હવે છૂટ્ટો દોર મળી ગયો હતો,હવે પૂરા હક્કથી એકબીજા સાથે વાર્તાલાપ કે પ્રેમાલાપ કરતાં. . !

હવે તેઓ એકમેકનાં મિત્રની સાથેસાથે ઓફીશીયલ પ્રેમી બની ગયાં હતાં. હવે એમણે આ પ્રેમને કાયદેસર બનાવી લગ્ન કરવાનો નિર્ધાર કર્યો. . !

બંનેએ પોતાની નવી પાંગરેલી પ્રેમકથાની વાત પોતપોતાનાં પરિવારમાં જણાવી. . !

માર્ગારેટનાં માતા- પિતાએ તરતજ સહમતી નોંધાવી દીધી. . !

પણ આ લગ્ન મનીષના માતા-પિતા અને કુટુંબીજનોને અસ્વીકાર્ય હતા. પરિવારની રૂઢીગત પ્રથાઓ,સંસ્કાર, દેશ,સમાજ, જાતી, રંગ,રૂપ અને ઉંમરની દૂહાઈ આપી દરેકે મનીષને આ લગ્ન ના કરવા માટે સમજાવવા ખૂબ પ્રયત્નો કરી જોયાં. . !

અહીંયા માર્ગારેટ એ મનીષ કરતાં ઉંમરમાં ત્રણ વરસ મોટી હતી. વળી એનો સ્કીનનો અતિશય "ડાર્ક ટોન" પણ અસ્વીકાર્ય હતો. એની બોલી કે ભાષા ભારતીય નહતી. તે ફક્ત ઈંગ્લીશ જ સમજતી હતી. મનીષનાં પંજાબી સમાજ અને કોટુંબીક રહનસહન અને રુઢીચૂસ્ત આદતો સાથે માર્ગારેટ સહેજ પણ ફીટ નહીં થાય એવું એનો પરિવાર દ્રઢ પણે માનતો હતો. એનું "વિદેશી કલ્ચર" પણ અહીં કારણભૂત હતું.

મનીષનાં પરિવારજનોએ આ લગ્ન અટકાવવાનાં સામ,દામ,દંડ,ભેદવાળા બધાંજ પેંતરા અજમાવી જોયા પણ મનીષ ટસ નો મસ ના થયો. . !

પરિવારે માર્ગારેટને પણ સમજાવી કે તું અમારા કલ્ચરમાં નહીં ગોઠવાઈ શકે પણ એણે દરેક રીતે એડજસ્ટ થવાની ખાતરી આપી. . !

એણે પંજાબી અને હિન્દી ભાષા પણ શીખવા માંડી. . !

ભાંગ્યુ તુટ્યું હિન્દી મિશ્રિત પંજાબી બોલી પરિવારનાં સંપર્કમાં રહેવા લાગી ,પંજાબી ફુડ બનાવતા પણ શીખી લીધું. . !

એનાં સૌમ્ય અને મીઠડાં સ્વભાવે મનીષનાં પરિવારનાં લોકોનાં મન પણ જીતી લીધાં. . !પણ પરિવારનાં સભ્યોનો હ્રદયનો એક ખૂણો એને માટે કાયમ ખાલી જ રહ્યો. . જેમાં એ જગ્યા બનાવવામાં અસફળ જ રહી.

મનીષ માર્ગારેટ એકમેકનાં નિર્ણય પર અડગ હતાં એટલે કુદરત પણ એમને સાથ આપતી ગઈ.

આખરે પ્રેમ તો એકમેકનો સાચો અને નિર્મળ જ હતો ને. . !

અંતે તો પ્રેમ જ જીત્યો. . !

લોકડાઉનનાં નિયમો હળવાં થયાં ,સરકાર તરફથી કોરોનાં પ્રોટોકોલ અનુસાર લગ્ન કરવાનાં નિયમોનું પાલન કરીને. . .

માર્ગારેટ અને મનીષનાં બંને પરિવારનાં ગણ્યાં ગાઠ્યાં સભ્યોની હાજરીમાં લગ્ન થયાં. . !

સરસ રીતે જોઈતી દરેક રીતરસમ નિભાવી ,લગ્ન સમારંભ પૂર્ણ થયો. . !

લગ્ન પછી પોતપોતાના પરિવારનાં સભ્યો યથાસ્થાને પોતાનાં કામકાજમાં ગોઠવાઈ ગયાં.

મુખ્ય પાત્ર માર્ગારેટ અને મનીષ. . . . કે જેઓ અત્યાર સુધી "દો જીસ્મ દો જાન" હતાં તે હવે "દો જીસ્મ એક જાન"

બની ગયાં. . ! એમનો આટલાં લાં. . . બા સમયનો દેશની સરહદો વટાવી પાંગરેલો પ્રેમ હવે શારીરિક સરહદોને પણ પાર કરી ચૂક્યો હતો. . !

સમયથી પરીપક્વ બનેલાં શરીર અને હ્રદયનાં આંદોલનો હવે એકમેકની પ્રગલ્ભતાનાં આવેગો બની અવારનવાર સંવેદનોનાં ઉભરા બની ચુંબનો અને આલિંગનનોમાં સમાઈ જતાં હતાં !

સમય આ ચકચૂર પ્રેમનો સાક્ષી બની એમની સહ્રદયતાની નોંધ લેતો હતો. . !

થોડાક સમયમાં એમને ત્યાં પ્રેમનાં પ્રતિક સમાં  એક સરસ મજાના બાળકનો જન્મ થયો. . !

નામ રાખ્યું અગત્સ્ય. . !

બંનેની દુનિયા બાળકની આસપાસ ગુંથાવા લાગી.

રોજ અવનવાં રમકડાં, કપડાં અને આનંદ,કિલ્લોલ સાથે દિવસો પસાર થવા લાગ્યાં. હરવું, ફરવું ,મોજેમોજ રોજેરોજ અને નકર્યો આનંદ જ આનંદ !

આ સિવાય બીજી કોઈ વાતનો વિકલ્પ જ નહતો. . !

ત્રણેય ખુબજ સરસ રીતે જીવન વ્યતિત કરતાં. અગત્સ્યની કિલકારીઓથી બંનેનું ઘર કિલ્લોલ કરતું હતું.

હવે બેમાંથી ત્રણ થવાથી પ્રેમ પણ ત્રણગણો થતો હોય એવી અનુભૂતિ બંનેને થવા લાગી. . !

અગત્સ્યની આસપાસ એમનું વર્તુળ રચાતું હતું,તેમનાં દિવસો ક્યાં પસાર થતાં હતાં તેની ખબર જ ના પડતી. . !

મનીષ મનોમન ઈશ્વરનો પાડ માનતો, રોજ સારે પ્રભુને દીવો કરી પોતાને ખૂબ નસીબદાર માની રોજ પોતાનાં દીકરા અને પત્ની માર્ગારેટનું સાગમટે આલિંગન કરતો. . ! આ એણે રોજનો ક્રમ બનાવી લીધો. . !

આમ સરસ રીતે દિવસો પસાર થવા લાગ્યાં. . !

વિધાતાએ વિધિના લેખ વિચારીને લખીને દરેકને મોકલ્યાં હોય છે. દરેક ફક્ત એમની ફક્ત કઠપૂતળી જ છે !

એ જેમ નચાવે એમ આપણે નાચીએ છીએ અને વિચારીએ છીએ કે બધુ આપણે કરીએ છીએ. . !

કેટલો મોટો વહેમ પાળી દરેક જણ ફર્યા કરે છે. . !

આ દરમ્યાન ભારતમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો. ડેલ્ટા વેરીયન્ટ તરીકે ઓળખાતાં કોરોનાએ પંજાબમાં પણ દેખા દીધી. માંડ માંડ કોરોનામાંથી રાહતનો શ્વાસ લીધો હતો ત્યાંજ આ બીજા વેરીયન્ટે ભારત દેશનાં લગભગ બધાંજ રાજ્યોને ભરડામાં લેવા માંડ્યાં, તો પંજાબ પણ એમાંથી બાકાત નહતું. . !

મનીષ એક પ્રતિષ્ઠિત હોટલનો કર્તાહર્તા હતો. એને લોકડાઉનાં નિયમો હળવા થયા એ દરમ્યાન હોટલનાં કામકાજ અર્થે બહારગામ જવાનું થયું અને એ દરમિયાન કોરોનાનાં બીજા વેરીયન્ટનાં સંક્રમણનો એ ભોગ બન્યો.

મનીષનાં પ્રફુલ્લીત પરિવારને કોઈની "નજર" લાગી ગઈ. . !

મનીષને કોરોના પોઝિટિવ આવ્યો. ઓક્સિજન લેવલ ધીમે ધીમે ઘટવા લાગ્યું એને હોસ્પિટલમાં એડમીટ કરવો પડ્યો. અવારનવાર એ હોસ્પિટલ થી માર્ગારેટ અને અગત્સ્યની ખબરઅંતર પૂછતો રહેતો. વિડિયોકોલ્સથી પણ નિયમિત વાતચીત થતી રહેતી.

ધીમે ધીમે મનીષની તબિયત વધુ લથડવા લાગી. . !

ઘણી બધી સારવાર કરવાં છતાંય કાળમુખો કોરોના જીત્યો અને મનીષનું મૃત્યુ થયું.

માર્ગારેટ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. . !એનાં પ્રેમનાં અંતિમ દર્શન પણ એને ના સાંપડ્યાં. . !

જેના ભરોસે પોતાનાં માબાપ,દેશ ,કારકીર્દી અને પોતાનાં લોકોને છોડીને આવી હતી એ વ્યક્તિ જ હવે એને છોડીને સદાને માટે ચાલી ગઈ હતી.

મનીષનાં પરિવારનાં લોકો મનીષનાં મૃત્યુ માટે માર્ગારેટને જવાબદાર ગણાવતાં હતાં. એમનું કહેવું હતું કે માર્ગારેટનાં ખરાબ પગલા છે,એ છપ્પરપગી છે,એનાં કારણે જ મનીષનો જીવ ગયો.

મૂળ કારણ એમનું ફરીથી પ્રગટ થયું અને વાધાં વચકા અને વિરોધ એમનો બળવત્તર થવા માંડ્યો.

અગત્સ્યમાં એમનું જ લોહી વહેતું હોવા છતાં એ નાના બાળક પર પણ મનીષનાં પરિવારજનો એને તિરસ્કૃત કરતાં ,હડધૂત કરતાં. એનો પણ હવે અસ્વીકાર કરીને વારંવાર અપશબ્દો બોલી અપમાનિત કરતાં.

આ બધું માર્ગારેટથી સહન થતું નહીં. એ ખૂબ એકલતા મહેસૂસ કરતી. પોતાનું દુઃખ પોતાના માબાપને પણ જણાવી એમને દુઃખી કરવા માંગતી નહતી. અગત્સ્યને ખબર ના પડે અને એનાં કુમળા મગજ પર ખોટી અસર ના પડે એ માટે એ ઘણી વખત બાથરૂમમાં જઈ ધ્રુસકે ધ્રુસકે રડી લેતી. . !

માર્ગારેટ અને અગત્સ્ય હવે ખરા અર્થમાં એકલાં પડી ગયા !

એની સામે ઘણાં વિકરાળ પ્રશ્નો મોં ફાડીને ઉભા હતાં. . !

હવે શું કરવું. . ?

ક્યાં જવું. . ?

કોની સહાય માંગવી. . ?

અજાણ્યો દેશ અને અજાણ્યાં લોકો !

કોણ એની વહારે ધાશે. . ?

પહાડજેવી જિંદગી હજુ તો શરૂ જ થઈ ત્યાં વંટાળે બધુ જ તહસનહસ કરી નાંખ્યું. . !

માર્ગારેટે હવે પોતાનાં દીકરા અને મનીષનાં પ્રેમની એકમાત્ર નિશાની સમાન અગત્સ્યને અને ખુદને માનભરી,ખુમારીથી જીવાય એવી જિંદગી આપવા માટે કાંઈક નક્કર વિચારવાનું શરૂ કર્યુ.

પોતે ભણેલી ગણેલી બહાદૂર સ્રી છે, પાસે નર્સિંગની ડિગ્રી છે અનુભવ છે તો એનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ. તેણે પોતાની કારકિર્દી આગળ ધપાવવાનું નિર્ધાર કરી લીધો. અત્યાર સુધી પરિવારની રૂઢી, પ્રણાલી અને સંસ્કારને અનુસરીને માર્ગારેટ પોતાની આવડત અને કાબેલિયત ધરબીને મનીષનાં પરિવારને એડજસ્ટ થઈ હતી. પણ હવે એ સ્વતંત્ર રીતે પોતાનું અને પોતાના બાળકનું ધ્યાન રાખશે એવું મન બનાવી અને પંજાબ સરકારની સહાય માંગી.

એણે પંજાબ સરકારને ઈ મેલ કરી પોતાની આખી વાત રજૂ કરી.

સરકારના લાગતાં વળગતાં અધિકારોએ એની વાતને સ્પેશિયલ કેશ તરીકે ટ્રીટ કર્યો.

એણે ઈમેલમાં પોતાની નર્સિંગનાં વ્યવસાયનો ઉલ્લેખ કરી કોરોનાનાં પેશન્ટ્સ માટે સ્પેશિયલ ડ્યુટી કરવાની તૈયારી બતાવી !

આ વાત પંજાબ સરકારે સહર્ષ વધાવી એને ગવર્નમેન્ટ હોસ્પિટલમાં સ્પેશિયલ કોવીડ વોર્ડમાં ડ્યુટી આપી દીધી !એને તરતજ કોવીડ પેશન્ટની સાર સંભાળ કરવા માટે સરકારી હોસ્પિટલમાં નિયુક્તિ પણ મળી ગઈ. !

અગત્સ્યને પોતાની સાથે હોસ્પિટલના ચિલ્ડ્રન ડેકેર સેન્ટરમાં મૂકી અને માર્ગારેટ

કોરોના વોરિયર તરીકે ઘણા બધા કોવીડ પેશન્ટનો સેવા ઉપચાર કરવા લાગી !

દરેક કોરોનાનાં દર્દીમાં પોતાના સાચા પ્રેમ મનીષની છબી જોતી,મનીષના મૃત્યુ પછી છેલ્લે એનું મોઢું પણ જોવા ના મળી શક્યું એનાં અફસોસ સ્વરૂપે દરેક કોવીડ પેશન્ટમાં એને મનીષનો જ ચહેરો દેખાતો. . !

એને મનીષની વારંવાર યાદ આવતી,હજી લગ્ન જીવન પૂરેપૂરૂ માંણ્યુ પણ નહતું અને મનીષ એને છોડીને અનંતની યાત્રાએ ઉપડી ગયો. . ! કોરોનાનાં દર્દીમાં પોતાના ગુમાવેલ પ્રેમનો ચહેરો જોતી અને કોવીડનાં દર્દીઓ સાથે પોતાનાં દર્દની પણ હારોહાર સારવાર કરતી ! આ અરસપરસનાં દર્દોની આપલેનાં મલમથી એનો ઝખમ પણ ભરાતો !

કોરોના હવે એની ચરમસીમાએ પહોંચ્યો હતો અને માર્ગારેટની સારવાર કરવાની ઢબ અને એક અદનો કર્મંશીલ યોદ્ધો બની સારવાર કરવાની ક્ષમતા બીજાથી એને અલગ જ તારવતી. તે પેશન્ટ્સમાં ખૂબ લોકપ્રિય થવા માંડી. . !

દરેકને સાત્વનાં અને જીવવાનું બળ પૂરૂ પાડતી. . ! આ બધી જ જવાબદારીઓ સાથે પોતાનાં દીકરા અગત્સ્યની સારસંભાળ પણ ઘણીજ સારી રીતે રાખતી.  અગત્સ્યને માઁ અને બાપ બંનેનો પ્રેમ આપતી. એનાં ઉછેરમાં ક્યાંય કચાશ ના રહી જાય એ વાતનું એને સતત ધ્યાન રહેતું. . !

હા,ચોક્કસ. . .

મનીષની યાદ એને એક પળ માટેય પીછો ના છોડતી. . !

માર્ગારેટ ત્યારે ખુણો કે એકાંત શોધી ડૂસકા કે અશ્રુઓને વહાવી દેતી,કોરોનાનાં પેશન્ટની વ્યથા સાથે સાથે એ પણ પોતાની વ્યથા આંસુ સ્વરૂપે કાઢી ધ્રુસકેને ધ્રુસકે રડી લેતી. . !

છતાંય આટલી બધી વિટંબણાઓ વચ્ચે એના સેવાભાવમાં સહેજ પણ ઉણપ ના આવી ,એ બમણાં જોરથી સેવા કરતી રહેતી.

માર્ગારેટને પોતાનું નાનું બાળક હોવા છતાં, અને પોતાનાં પતિને થોડોક સમય પહેલાંજ કોરોનામાં જ ગુમાવ્યો હોવા છતાં પણ પોતાનું ધૈર્ય અને જોશ જાળવી રાખી,ધગશ અને લગનથી પોતાના વ્યવસાયને ઉજાળ્યો !

માર્ગારેટની આવી અદમ્ય સેવાભાવનાની લાગણીથી પ્રભાવિત થઈ પંજાબ સરકારે એનું ફેન્ટાસ્ટીક ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સમાં નોમીનેશન કર્યુ , અને એનાં ફળ સ્વરુપે પંજાબ સરકારે એનાં કામની ભરપૂર પ્રસંશા કરી એને "મોસ્ટ કોમ્પીટન્ટ કોરોના વોરીયર"નો એવોર્ડ અને પ્રશસ્તીપત્રક એનાયત કર્યા !

જ્યારે આ એવોર્ડ એનાયત થયો અને એને લેવા એ સ્ટેજ પર ગઈ ત્યારે માર્ગારેટની આંખોમાં અશ્રુઓની અવિરત ધારા વહેતી હતી, એ આંસુ એનાં પ્રેમની ગાથા ગાઈ રહ્યાં હતાં !

પ્રેમ એ ક્યારેય ધર્મ, દેશ,જાતિ ,ભાષા કે રંગનો મોહતાજ નથી હોતો. તમારા ભાગ્યમાં લખેલ પ્રેમ તમને સાત સમુદ્ર પારથી પણ ખેંચે છે !

તમે એ પ્રેમને કેવી રીતે જીવો છો એને કયાં અર્થમાં સાર્થક કરો છો તે તમારી પ્રેમની પરીભાષા બની જાય છે અને દરેક આવનાર પ્રેમીઓ માટે એક ઉદાહરણ પૂરૂ પાડે છે.

ફિલ્મી પડદે દેખાડાતો પ્રેમ એ ફક્ત ગેરમાર્ગે દોરનારો, આછકલો,હવાઈ કિલ્લા રચાવનારો અને રોજબરોજમાં જીવાતી સચ્ચાઈથી જોજનો દૂર હોય છે. વાસ્તવિક જિંદગી સાથે આવા પ્રેમને દૂરદૂર સુધી કોઈ લેવાદેવા હોતી નથી. આવા પ્લેટોનીક "લવ"નાં ઝીણાઝીણા ટૂકડાઓ થાય છે અને પછી તે ક્યારેય શોંધ્યાય જડતા નથી. વાસ્તવિકતામાં પ્રેમ એ ક્ષણે ક્ષણે, શ્વાસ પ્રસ્વાસે યોગ બની જીવાતો હોય છે. એમાં બેમાંથી એક ગેરહાજર હોય તો પણ !

બસ બેમાંથી એકનું "જીવંત" રહેવું ઘણું અગત્યનું છે !

સ્વર્ગમાંથી મનીષ એનાં પ્રેમની તાકાત અને અસિમતા જોઈ ચોક્કસ હરખાતો હશે !

આમ સોશિયલ મીડિયા ઉપર પાંગરેલી પ્રેમ કહાની થકી એક વિદેશી યુવતી કે જેણે ભારતમાં રહીને ઘણી મુશ્કેલી વેઠી પોતાના પતિની જન્મભૂમિને જ કર્મભૂમિ બનાવી અને સેવા કરી. !!!

કહેવાય છે ને કે તમે ગમે તેટલાં દુઃખી હોવ પણ જો જાતે તેમાંથી રસ્તો કાઢશો તો રાહ આપોઆપ બનતી જશે,નવી દિશા ચિંધાતી જશે.

પ્રેમની તાકાત તો એમાં

બેવડો જોશ અને જુસ્સો પૂરો પાડશે.

એક અજાણી છોકરી કે જે પોતાનાં પ્રેમ ખાતર પોતાના દેશને છોડી ,પ્રેમીનાં દેશ અને એનાં લોકોને અપનાવી પોતાનાં નિર્મળ, સ્વચ્છ પ્રેમ થકી માનવતાની મિસાલ કાયમ કરી !

પ્રેમ એ ફક્ત વેવલાંવેડા, આછકલાંવેડા અને દંભ -દેખાડાનો મોહતાજ નથી હોતો,એની અસીમતા અપાર છે. એમાં જેટલા ઊંડા ઉતરો એટલી એની ગહેરાઈનો પાર પામી શકાય. પ્રેમ એ લેવાનું નથી શીખવતો,

વહેંચવાનું શીખવે છે.

માર્ગારેટે દુનિયામાં પ્રેમની એક નવી મિશાલ કાયમ કરી !

સંત ભક્ત સુરદાસજીનું એક સુપ્રસિદ્ધ ભજન છે જેમાં ફક્ત નિર્મળ પ્રેમનો જ મહિમા વર્ણવ્યો છે. . !

જેનાં શબ્દો એટલાં બધાં અર્થ સભર છે કે જેને ટાક્યાં વગર મારી કલમને હું રોકી નથી શકતી. . !

સબસે ઊંચી પ્રેમ સગાઈ,

દુર્યોધન કા મેવા ત્યાગી,

સાગ વિદુર ઘર ખાઈ ,

જુઠે ફલ શબરી કે ખાઈ,

બહુ બિધી સ્વાદ બતાઈ,

પ્રેમ કે બસ નૃપ સેવા કિન્હી,

આપ બને હરી નાઈ …. સબસે ઊંચી …

રાજસુ યજ્ઞ યુધિષ્ઠિર કીન્હો,

તામે જૂઠ ઉઠાઈ,

પ્રેમ કે બસ પારથ રથ હાંક્યો,

ભૂલ ગયે ઠકુરાઈ …. સબસે ઊંચી ….

ઐસી પ્રિતી બઢી વૃંદાવન,

ગોપીયન નાચ નચાઈ,

‘સુર’ ક્રૂર ઈસી લાયક નાંહી,

કહાં લગી કરું બડાઈ …. સબસે ઊંચી

આવી અદ્ભૂત પ્રેમસગાઈ લઈને ભારત આવેલી સાક્ષાત મા જગદંબા, શક્તિસ્વરુપા અને કોરોના વોરીયર એક ઝળકતાં હિરાને પણ ઝાંખો પાડી શકે !

દેશ સાથે સેવાને શું લેવાં દેવાં. . ?જેને પણ સેવા કરવી છે ધરતી ,જાત,દેશ થોડો જૂએ છે. . !

એમને માટે પ્રેમ, દેશ અને માણસાઈ સર્વોપરી !


Rate this content
Log in

Similar gujarati story from Romance