Kaushik Dave

Drama Inspirational Others

4.3  

Kaushik Dave

Drama Inspirational Others

પ્રેમનું પ્રતિક

પ્રેમનું પ્રતિક

2 mins
331


તાપ્તીગંગા ટ્રેન વારાણસીથી ઉપાડીને સૂરત તરફ જવા રવાના થઈ. કાશી સ્ટેશન આવી ગયું. ટ્રેનમાં બેસેલા ગુજરાતી પતિ પત્ની એકબીજા સાથે વાત કરે છે.

પતિ:- તારી પાસે એક રૂપિયો છે.

પત્ની:- હા, શું કામ છે ?

પતિ:- તો પછી રૂપિયાના બે સિક્કા કાઢીને રાખ. એમાંથી એક સિક્કો મને આપ.

પત્ની:- લો આ સિક્કો. હું સમજી ગઈ. હવે ગંગાજી પરનો બ્રીજ આવશે. ને આપણે ગંગાજીમાં સિક્કો નાખીને વિશ માંગવાની છે. બરાબર કહ્યું ને !

પતિ:- અરે વાહ, તું તો હોંશિયાર બની.

પત્ની:- હું તો પહેલેથી જ છું.

પતિ:- જો હવે ગંગાજી આવશે. બરોબર મધ્યમાં ટ્રેન આવે એટલે આપણે સાથે જ સિક્કો પધરાવવાનો છે. ને. . હા. . ગંગામૈયાકી જય બોલવાનું. હર હર મહાદેવ સાથે.

પત્ની હસી પડી. બોલી:- ઓકે.

એટલામાં એમની પાસે એક બાળક ભીખ માગવા આવ્યો.

દો દિન સે ભૂખા હૂં. . કોઈ ખાના દો.

પતિએ પત્નીને ઈશારો કર્યો.

પત્નીએ નાસ્તાનો ડબ્બો કાઢ્યો.

એક પેપર ડીશ લીધી. બે થેપલા અને થોડું અચાર કાઢીને એ બાળકને આપ્યા. સાથે દસ રૂપિયાની નોટ આપી.

બાળ ભિખારીએ બંનેને દુઆ આપી.

પુલનો છેડો પુરો થવા આવવાનો હતો.

પતિ અને પત્ની એ એકબીજા સામે જોયું.

બંને એ એકસાથે રૂપિયાનો સિક્કો ગંગાજીમાં નાખીને વિશ માંગી. ગંગામૈયાકી જય. . હર હર મહાદેવ. .

ટ્રેન પુલની બહાર નીકળી ને આગળ ધપતી જવા લાગી.

પતિ:- શું માગ્યું ?

પત્ની:- તમે શું માગ્યું એ કહો.

પતિ:- મને ખબર પડી ગઈ કે તેં શું માંગ્યુ !

પત્ની:- જે તમે માગ્યું એ જ મેં માંગ્યુ.

પતિ અને પત્ની એક સાથે હસી પડ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Drama