પ્રેમનો પર્યાય પતિ પત્ની
પ્રેમનો પર્યાય પતિ પત્ની


થઈ હશે મહોબ્બત ની શરુઆત,
જરૂર ખુદા થી,
એટલે જ તો એની બંદગી થાય છે..
થઈ હશે મહોબ્બત એને પણ,
એટલે જ તો ફકીરી થાય છે..
દીધા હશે એણે પણ પ્રેમ ના પારખા,
એટલે જ તો મહેફિલ રચાય છે..
તાળીઓના ગડગડાટથી આખું ઓડિટોરિયમ ગાજી ઉઠ્યું...વાહ વાહ....નું અભિવાદન કુંજ પ્રહષઁ સ્વીકારી ઊઠી જ રહી હતી ત્યાં..બીજી ફરમાઈશ આવી...એક કોઈ સરસ તારા રાધા કૃષ્ણની ઉપર સંભળાવ..
અમર છે પ્રેમ તારો ને મારો
રહેશે અમર હંમેશા
એક જ છે આતમ તારો ને મારો
રહેશે એક હંમેશા
મળ્યા નથી આ જ જન્મે આપણે
ભવનો છે સંગાથ તારો ને મારો
અમર છે પ્રેમ તારો ને મારો
રહેશે અમર હંમેશા
રડે છે તું
અને
આંસુડા ની ધાર મારી આંખો માં !!?
આ કંઈક જુદો જ નજારો..
વિચારું છું હું
અને
બોલે છે તું!!
કે,
યાદ કરું હું ને તરત જ
હાજર તું !!
આ કંઈક જુદો જ સથવારો..
અમર છે પ્રેમ તારો ને મારો..
લડાઈ કરી કરી ને પણ ત્યાં ના ત્યાં જ...
આ લડાઈ પણ ચકાશે પ્રેમ તારો ને મારો..
રાધા વિના કૃષ્ણ અધૂરો..
પૂર્ણ છે પ્રેમ તારો ને મારો..
ફરી એકવાર વાહ...અદભૂત....ગજબ.. સાથે તાળીઓ ઝીલતી કુંજ સ્ટેજ પરથી નીચે ઉતરે છે. દીપ એને લેવા સામે જાય છે... સામે થી જ એમના ફ્રેન્ડઝ નું ટોળું એમને ઘેરી વળે છે.. Happy Anniversary....Happy Anniversary... કહેતા બધા એમને ફૂલો ના બૂકે સાથે શુભેચ્છાઓ પાઠવે છે...
કેટલા વર્ષ પૂરા કર્યા આ લવબર્ડ્ઝએ એતો કહો...ચૌદ વર્ષ દીપ તરત જ બોલી ઊઠ્યો...અને કુંજ તરફ જોઈને મીઠું સ્મિત કરે છે... ખબર જ નથી પડી કે ચૌદ વર્ષ કયાં પતી ગયા...હજી તો હું આને કાલે જ તો પરણી ને લાવ્યો હતો... હજી તું તો એવી ને એવી જ લાગે છે. આ સાંભળી કુંજ નો ચહેરો ગુલાબી થઈ જાય છે...
કુંજ ની ફ્રેન્ડ એ બંને ને ડાન્સ કરવા આમંત્રણ આપે છે...પરંતુ દીપ ને એ બધું ફાવતું ન હોવાથી ના પાડે છે...છેવટે કુંજ ના આગ્રહ અને પ્રેમ ને માન આપી ડાન્સ કરવા તૈયાર થઈ જાય છે...
મિત જે કુંજ દીપ નો ભાણેજ છે એ પોતે બોજ સારો ડાન્સર છે...એ મસ્ત મઝા નું રોમેન્ટિક ગીત મૂકે છે..જે કુંજ દીપ નુ ફેવરીટ છે..
" લગ જા ગલે કે ફીર યે હંસી રાત હો ન હો...
શાયદ ઈસ જનમ મેં મુલાકાત હો ન હો...."
મમ્મા મારી સાથે પણ એક ડાન્સ....પ્રહષઁ..પાછળ થી કુંજ ને બોલાવે છે..
પ્રહષઁ..કુંજ અને દીપ નો 12વર્ષ નો દીકરો...એ પણ કોઈ હીરો થી ઓછો ન ઉતરે....માં દિકરા વચ્ચે ગજબ નું ટ્યુનીંગ...મા દિકરા કરતા gf bf વધારે ...
પ્રહષઁ નાનો હતો ત્યાર થી કુંજ એની સાથે ડાન્સ કરતી.. ખૂબ ડાહ્યો...ખૂબ નરમ..દાદા જેવો વ્યવસ્થિત,વ્યવહારુ,નાના જેવો સંસ્કારી,ધાર્મિક અને મામા જેવો દેશ ભકત.. કુંજ દીપ એને જન્મ આપી હંમેશા ધન્યતા અનુભવતા..
કુંજ અને પ્રહષઁ પણ ડાન્સ કરે છે...
આજની આ કોકટેઈલ પાર્ટી કુંજદીપ ની લગ્ન ના ચૌદ વર્ષ પૂરા થયાની ખુશીમાં હતી.. પરિવાર ના બધા જ સભ્યો અને ખાસ મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું..
બધું સરસ રીતે પતી ગયું ..દીપ...મને ચિંતા હતી કે બંધુ બરાબર હોય..અરે તારું મેનેજમેન્ટે કુંજ..એમાં કોઈ ખામી હોય!? એમ પણ તારુ હોસ્ટીંગ.. પહેલેથી જ એ બાબત માં હું નિશ્ચિંત...એમ કહી ને દીપ કુંજ ને પાછળથી આલિંગન આપે છે.
ચાલ તને આજે તારા ચાંદ ના અજવાળે જઈ ને બેસીએ.એમ કહી દીપ કુંજ નો હાથ પકડી ને ટેરેસ પર લઈ જાય છે..કુંજ ટેરેસ મીણબત્તીઓથી શણગારાયેલું જોઈ અવાચક થઇ ગઈ... કાયમ એ દીપ માટે કરતી એ આજે દીપ એ એના માટે કર્યુ હતું... દીપ ને આવવું બધું ના ગમે.. ગીફ્ટમા ન માને,ફૂલ આપવામાં ન માને.. ચોકલેટ આપવામાં ન માને..કંઈ જ નહીં... આમ તો એ enjoyment માં માને છે પણ આ બધી બાબતો માં સાવ નીરસ.. પણ આજે ગંગા ઉંધી વહેતી હતી...આવ ગાંડી આ બધું તારા માટે જ છે. આ સેંમ્પેઈન, આ રોઝ, આ ચોકલેટ અને હું તારા moon સાથે...કુંજ દીપ ને જોરમાં વળગી પડે છે..બંને કયાં સુધી આમ રહયા એ કદાચ એમને પણ ખબર નથી..
આવ બેસ મારી પાસે.દીપ કુંજ અને એના માટે સેંમ્પેઈન ના ગ્લાસ ભરીને કુંજ ને પોતાની નજીક બેસાડે છે. હવે તારી બોલતી કેમ બંધ છે..કેમ કંઈ બોલતી નથી... હું જાણું છું 14વર્ષ માં મેં આમ પહેલીવાર તારા માટે તને ગમે એવું કર્યુ છે.. તું મારા માટે ખૂબ જ ખાસ છે એ તું જાણે જ છે .પણ હું બતાવી નથી શકતો કે નથી જણાવી શકતો.. પણ તુ મને સમજે છે એ વાત નો મને વિશ્વાસ છે.. આમ કહી દીપ કુંજ ના ખોળામાં માથું મૂકીને સુઈ જાય છે... કુંજ એના માથા માં હાથ ફેરવે છે...
જો તારો ચાંદ પણ એની ચાંદની સાથે પ્રેમ માં વ્યસ્ત છે.તને એ બંને ગમે છે એટલે જ તો અહીં લાવ્યો છું. કંઈ બોલ હવે તું આમ ચૂપ સારી ન લાગે. તું જાણે છે કુંજ!?તું જયાં હોય ત્યાં નું વાતાવરણ ખૂબ જ ખુશનુમા થઈ જાય છે..બધું પોઝિટિવ બની જાય છે. તું હંમેશા બધા ને ખુશ રાખવા જ મથતી હોય છે.
ના દીપ, અહીંયા બધાં જ મારા છે તો બધા ને ખૂબ પ્રેમ કરું છું. તું જાણે છે કે મને હંમેશાં હસતા રહેવાનું જ ગમે છે તો હું મારા થી જોડાયેલ હોય કે ના હોય બધા ને ખુશ કરવા પ્રયત્ન કરતી હોઉં છું..
હા ગાંડી હા...તારી આ જ અદા પર તો હું ફીદા છું..
બસ કર દીપ હવે મારા વિશે બોલવા નું..
કેમ??તને નથી ગમતું કુંજ?? તું મારા માટે બધું જ છો...મારી માં,મારી બહેન, મારી દીકરી, મારી મિત્ર, મારી પત્ની..તું જ બધું છો..
દીપ,,,પપ્પા ગયા પછી તે મને ડગલે ને પગલે મારો સાથ આપ્યો છે. આભાર તો કઈ રીતે વ્યક્ત કરી શકું? તે મને હિંમત અને સાથ ન આપ્યો હોત તો હું કયાં જતે?ડીપ્રેશનમાં કેવી થઈ જતે??આજે જે કંઈ પણ છું તે તારા થકી જ છું.
કહેવાય છે કે "એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી નો હાથ હોય છે" પણ આજે હું આ કહેવત ને બદલું છું કે "મારી સફળતા પાછળ મારા પતિ નો હાથ છે" અને આ જ હકીકત પણ છે.
દીપ, જો ને આજે ચારેકોર પ્રેમ જ પ્રેમ લાગે છે...
હા...તો.!!.એકાદ તારી કવિતા બોલને...મસ્ત...પ્રેમ ની કવિતા..કુંજ તારી કવિતા તો મારા હદય સોંસરવી ઉતરી જાય છે..બોલ કંઈ બોલ યાર..
હંમમ..
...મસ્ત પવન માં બેસી તારો એહસાસ કરું છું....
આવે છે ઠંડી પવન ની લહેરખી ને..
તારો સ્પર્શ અનુભવું છું...
આકાશ આજે દીવડાઓથી ઝગમગી રહયું છે..
આપણા પ્રેમ ને કાના સજાવી રહયું છે ..
અને આ ચાંદ આપણા પ્રણય ની સાક્ષી પૂરી રહ્યો છે..
રાધા અને કૃષ્ણ એ કરેલો પ્રેમ નો એકરાર સાંભળી રહ્યો છે..
હે!ચાંદ તારું અને તારી ચાંદની નું પૃથ્વી પર સ્વાગત છે..
આવો ને ઘડી બે ઘડી તમે પણ..
અહીં પ્રેમ ની મૌસમ ચાલી રહી છે...
વાહ...આજે કુંજદીપ નું ફરી મિલન થઈ રહયું છે..
હા મોજ હા દીપ...
કુંજદીપ ખડખડાટ હસી પડે છે...!