Ishita Raithatha

Romance

4  

Ishita Raithatha

Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં- ૧૭

પ્રેમની યાદોનાં ખાબોચિયાં- ૧૭

6 mins
15


તો વાચક મિત્રો આગળ જોઈએ કે શું કરણ અને પૂજા વચ્ચે બધું નોર્મલ થઈ જશે ? શું પૂજા પણ કરણના આવા ખરાબ વર્તનને ભૂલીને આગળ વધી શકશે ? શું બંને એકબીજાને સમજી શકશે ? શું પૂજા કરણ સાથે રૂમમાં જમશે ? આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા માટે આગળની વાર્તા વાંચતા રહેજો અને તમારા કિંમતી પ્રતિભાવ આપતા રહેજો.

અત્યાર સુધીની વાર્તા

માયાબહેન : "બેટા શું થયું ? કેમ એકલી એકલી બોલે છે ?"

પછી આરતી બધી વાત કરે છે અને એ સાંભળીને માયા બહેન પણ થોડા ખુશ થાય છે કે કરણ એ આજે પહેલી વાર આરતી સાથે વાત કરી. પછી બંને મળીને કરણ અને પૂજા માટે જમવાની થાળી તૈયાર કરીને સર્વેન્ટ ની સાથે તે લોકોના રૂમમાં મોકલે છે. આ બજુ કરણ પોતાના કર્યા પર અફસોસ કરતો કરતો રૂમાં જાય છે અને તરત સર્વેન્ટ જમવાનું આપી જાય છે પછી રૂમનો દરવાજો બંધ કરીને કરણ પૂજાની પાસે આવીને નીચે બેસીને હળવેકથી પૂજાના હાથ પર આઇસ બેગથી સેક કરે છે, જેનાથી પૂજાની નીંદર ઉડી જાય છે અને પૂજા, કરણ ને પોતાની પાસે આટલો નજીક જોઈને ડરીને ઉભી થઇ જાય છે.

***

હવે આગળની વાર્તા

કરણ તરત પૂજાને હાથ પકડીને તેને ખેંચીને સોફા પર બેસાડે છે, જેનાથી પૂજાથી રાડ પડાઈ જાય છે કેમ કે પૂજાને હાથ દુઃખતો હોય છે. કરણ તરત પૂજાના હાથ પર પાછો સેક કરવા લાગે છે. કરણ, પૂજાને સોરી કહે છે અને પૂજાની આંખ માં આંખ નાખીને જોઈ પણ નથી શકતો. 

પૂજા : "હાથ પરની છાપ તો જતી રહેશે, પરંતુ મારા દિલમાં તમારી જે કડવી છાપ છે તે ક્યારેય નહીં જાય."

કરણ : "મને તારી ચિંતા છે."

પૂજા : "એટલે તો આટલી જોરથી હાથ પકડ્યા હતા ?"

કરણ : "મે એના માટે તેને સોરી કહી દીધું છે."

પૂજા : "ઉપકાર કર્યો મારા પર."

કરણ : "હવે આ બધી વાતો મુક અને મને ભૂખ લાગી છે આપડે બંને જમી લઈએ."

પૂજા : "તમને ભૂખ લાગી છે એટલે તમે મને જમવાનું કહો છો, મારે નથી જમવું."

કરણ : "હવે તારા થોડા વધારે જ નખરા થાય છે."

પૂજા : "બસ આટલા દિવસમાં થાકી ગયા ? તો પછી જીવનભર કેવીરીતે સાથે રહેશું ?"

કરણ : "તું અત્યારે તો માની જા જીવનભર નું તો હું પછી જોઈ લઈશ."

પૂજા : "ના, હવે તમે મારો હાથ છોડો અને તમે સૂઈ જાવ, હું આજે અહીં સોફા પર જ સુઈસ."

કરણ : "તું આજે આમ નહીં માને, હવે તું જો."

પૂજા : "ડરાવો છો ? "

આટલું કહીને પૂજા કરણના શોલ્ડર પર બટકું ભરીલે છે. પૂજા આગળ કંઈ કરે તે પહેલાં તો કરણ ઊભો થઈને પૂજાને તરત તેડીને બાથરૂમમાં લઈ જાય છે, પૂજા, કરણ ના શર્ટને પકડીને "મને મૂકી દો" એવી રાડો પાડે છે, પરંતુ કરણ કંઈ સાંભળતો નથી અને કહે છે,"તે આ જે લવ બાઈટ મને આપ્યું છે તો હવે મારી વારી" આટલું કહીને તરત પૂજાને બાથરૂમમાં શાવર નીચે ઊભો રાખીને શાવર ચાલુ કરી દે છે. બંને શાવર માં ભીંજાવા લાગ્યા, પૂજા બોલવા જતી હતી ત્યાં તો કરણે, પૂજાને કમરથી ટાઇટ પકડીને પોતાની નજીક ખેંચી હગ કરવા લાગ્યો.

પૂજાએ એટલું જોરજોર થી કરણનું શર્ટ ખેંચિયું હતું કે કરણ ના શર્ટના ઉપરના બટન તૂટી ગયા હતા, જેના લીધે હગ કરવાથી પૂજાના હોઠ કરણની ચેસ્ટ પર ટચ થાય છે જેના લીધે બંને રોમેન્ટિક મોડ માં જતાં રહે છે, અને પૂજાનો ગુસ્સો શાંત થઈ જાય છે. થોડીવાર પછી કરણ શાવર બંધ કરીને પોતાના ભીના કપડા કાઢે છે જેના લીધે પૂજા શરમાઈને લાલ થઈને તરત ડ્રેસિંગ રૂમમાં જતી રહે છે. કરણ પણ પૂજાને આ રીતે જોઈને થોડી સ્માઈલ કરે છે અને પોતાના માથામાં હાથ ફેરવતા ફેરવતા કહે છે,

કરણ : "હવે તો આપડે લાઈફ ટાઈમ એકબીજા સાથે પ્રેમથી રહી શકશું ને ?"

પૂજા : (હસતાં હસતાં) વિચારું છું."

કરણ : "તો પાછી હાલ નાહવા."

પૂજા : "ના ના, આ લાઈફ તો શું આગળની સાતે સાત લાઈફ આપડેજ સાથે રહીશું બસ ખુશ ?"

કરણ : "હવે બરાબર, ગુડ ગર્લ."

આટલું બોલતાં બોલતાં કરણ રેડી થઈને બહાર આવી જાય છે અને પૂજા પણ રેડી થઈ ગઈ હોય છે. કરણ, પૂજાનો હાથ પકડીને પૂજાને રૂમમાં લઈ જાય છે અને બંને વાતો કરતા કરતાં જમે છે.

પૂજા : "હવે તો મારી આખી વાત સાંભળો."

કરણ : "જમીને આરામથી કહેજે."

પૂજા : "ઠીક છે. પરંતુ તમે પહેલાં એ કહો કે મને આટલી સરસ રીતે મનાવવાનો આઈડિયા તમને ક્યાંથી આવ્યો ? ક્યારેક તમે એટલાં બધાં રોમેન્ટિક હોય તો ક્યારેક ખૂંખાર બની જાવ છો અને ક્યારેક તો,,"

કરણ : "ક્યારેક શું ? ખડુશ, બરાબર ને."

પૂજા : "હા."

કરણ : "આટલો જલ્દી જવાબ આપી દિધો ? લાગે છે તારા મનમાં મારી એજ ઈમેજ છે."

પૂજા : "અરે ના ના એવું નથી મારા મનમાં તો,,"

 કરણ : "શું આગળ તો બોલ, ખાલી શરમાઈ ને બેઠી રહીશ ? કંઈ વાંધો નહીં તારા માટે એક સરપ્રાઇઝ છે."

પૂજા : "સરપ્રાઇઝ! પેલું કવર ને ?"

કરણ : "કવર! તે જોઈ લીધું ?"

પૂજા : (નીચું જોઈને)"હા એ તમારા કોર્ટ માંથી નીચે પડ્યું અને તે કવર પર મારું નામ હતું તો મારાથી રહેવાનું નહીં, સોરી આગળથી ક્યારે તમારી કોઈપણ વસ્તુ કે કવર ને હાથ પણ નહીં લગાડું."

કરણ : "ઈટ્સ ઓકે માય પ્રિન્સેસ."

આટલું કહીને કરણ તરત તે કવર લઈને પૂજાને આપે છે અને કહે છે, " આપડે પરમ દિવસે વહેલી સવારે હનીમૂન માટે બાલી ફરવા જશું."

પૂજા : "હનીમૂન! આપડું ?"

કરણ : "આપડા લગ્ન થઈ ગયાં છે તો પછી આપડું જ હોય ને."

પૂજા : "પરંતુ મારી કોલેજ માંથી મને રજા મળશે ?"

કરણ : "લાગે છે તે હનીમૂન ની ડેટ સરખી નથી જોઈ, આપડે ફક્ત પાંચ દિવસ માટેજ જવાના છે, મારે અહીં કામ ઘણું છે માટે વધારે હું તને અત્યારે નહીં લઈ જઈ શકું. બાકી વાત રહી તારી કોલેજની તો આ પાંચ દિવસમાં તો વચ્ચે શનિવાર અને રવિવાર આવે છે તો બચ્યા બીજા ત્રણ દિવસ તો એ તો એટલી તો રજા બધા આપે."

પૂજા : "એમ, તમે કોલેજ ટાઈમે રજા લેતા ?"

કરણ : "અરે હું તો કોલેજ બંક બહુ કરતો, ત્યારે તો મે બધી મજા અને મોજ શોખ પુરા કરી લીધા હતા."

પૂજા : "તો હવે આ બધા શોખ પાછાં ?"

કરણ : "ના આ બધા તો મારા સપનાં હતાં જે હું તારી સાથે પૂરાં કરું છું."

પૂજા : "આ બધામાં તમે મને એક વાતનો તો જવાબ જ ના આપ્યો."

કરણ : "એજ ને કે તારો ગુસ્સો આ રીતે શાંત થશે અને તું માની જઈશ એજ ને." 

પૂજા : "હા એ વાત નો તમે હજી મને જવાબ નથી આપ્યો."

કરણ : "હું જ્યારે નાનો હતો ત્યારે મને ગુસ્સો જલ્દી આવી જતો અને મારી મમ્મી મને શાવર નીચે ઊભો રાખી દેતી અને બહાર રૂમમાં મારા માટે જમવાનું પણ લઈ આવતી, શાવર નીચે થોડીવારમાં મારો ગુસ્સો શાંત થઈ જતો અને પછી હું બહાર આવતો તો મારી મમ્મી મને પોતાના હાથેથી જમાડતી. બસ એ વાત આજે મને યાદ આવી ગઈ અને મેં પણ એ ટ્રાય કર્યું તો મારું કામ પણ થઈ ગયું."

આટલું કહે છે ત્યાં કરણની આંખોમાં આંશુ આવી જાય છે એ જોઈને પૂજા કરણને પોતાના ખોળામાં સુવડાવે છે અને કહે છે," આજે મેં તમારું ઈમોશનલ રૂપ પણ જોયું." આગળ પૂજા કંઈ કહે તે પહેલાં રૂમનો દરવાજો કોઈ ખખડાવે છે. કરણ તરત પોતાના આંસુ લુઈને દરવાજો ખોલે છે તો સામે એક નાનકડી છોકરી હોય છે, પૂજા પણ ત્યાં બાજુમાં જ ઊભી હોય છે. દરવાજો ખોલતા ની સાથેજ એ નાનકડી છોકરી ને તરત કરણ તેડી લે છે અને તે છોકરી પણ કરણ ને ટાઇટ હગ કરીને કહે છે,"સરપ્રાઇઝ, પપ્પા હું જલ્દી આવી ગઈ." આ સાંભળીને પૂજાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોય તેવો આઘાત લાગ્યો પૂજાને.

***

તો વાચક મિત્રો, શું કરણે, પૂજાને અંધારામાં રાખી ? પૂજાના કરણ સાથેના સપના, પ્રેમભરી વાતો, વિશ્વાસ બધું તૂટી જશે ? આ દીકરી કોની છે ? અને તે કરણને શા માટે પપ્પા કહે છે ? આવી અનેક વાતો માટે મારી નવલકથા વાંચતા રહેજો અને તમારો કિંમતી પ્રતિભાવ આપતા રહેજો.

ક્રમશ...


Rate this content
Log in

Similar gujarati story from Romance