Ishita Raithatha

Romance

4  

Ishita Raithatha

Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં -૧૫

પ્રેમની યાદોનાં ખાબોચિયાં -૧૫

5 mins
10


અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે. તો વાચક મિત્રો આગળ જોઈએ કે, સચિન સાચે આ બનાવથી સુધારી ગયો હશે ? શું કરણ, પૂજાનો સાથ આપશે કે પછી પૂજાની સાથે ગુસ્સો કરશે ? આ બનાવથી પૂજા અને કરણના લગ્ન જીવન પર કોઈ અસર થશે ? આવા અનેક પ્રશ્નોના જવાબ અને અનેક ટ્વીટ્સ માટે મારી આગળની વાર્તા વાંચતા રહેજો અને તમારા કિંમતી અભિપ્રાય આપતા રહેજો.

અત્યાર સુધીની વાર્તા

આ બધી વાત બહાર ઊભો ઊભો સચિન સાંભળતો હતો. આ બધી વાતોથી સચિનને પસ્તાવો થાય છે, સચિન તરત અંદર આવે છે.

સચિન : "મને માફ કરિદે પૂજા, મે તારી સાથે ખરાબ વર્તન છતાંપણ તે મને બચાવ્યો, તરો ખૂબખૂબ આભાર."

વિપુલ ભાઈ : "તો તું છે એ સચિન, તને શરમ નથી આવતી, કોલેજ ભણવા જવાને બદલે તું આવા કામ કરશ ?"

સચિન : "સોરી અંકલ મને માફ કરી દો."

પૂજા : "જવાદો પપ્પાજી."

 પછી સચિન બધાને લઈને જતો રહે છે અને ઘરના લોકો પૂજાની સાથે ત્યાં થોડીવાર બેસે છે અને પછી ધીરેધીરે જતાં રહે છે. પૂજા ત્યાંજ કરણની રાહ જોવે છે. પૂજા વિચારે છે કે શું કરણને ખબર પડશે તો એ ગુસ્સો કરશે ? કે મને સમજીને મારો સાથ આપશે.

***

હવે આગળની વાર્તા

કરણની રાહ જોતાંજોતાં સાંજ થઈ જાય છે, પૂજા પોતાના રૂમની બહારના બગીચામાં એક સુંદર હીંચકો હોય છે તેના પર બેઠીબેઠી હજુ કરણની રાહ જોવે છે. એટલામાં ત્યાં ધીમોધીમો વરસાદ શરૂ થઈ જાય છે અને પૂજાના મોઢા પર થોડી ખુશી આવે છે, પૂજા ત્યાં વરસાદમાં નાહવા લાગે છે, એટલામાં ત્યાં કરણ આવી જાય છે અને પૂજાને જોયેજ રાખે છે. ત્યાં અચાનક વરસાદના પાણીમાં પૂજાનો પગ સ્લીપ થાય છે અને પૂજા પડવા જાય છે ત્યાં તરત કરણ દોડીને પૂજાને પકડી લે છે.

કરણ પૂજાને તેની કમરથી એકદમ ટાઇટ પકડી રાખે છે, પૂજાની આંખો હજુ બંધ હતી અને પૂજાએ પણ કરણ નો કોર્ટ બંને હાથોથી એકદમ ટાઇટ પકડી રાખ્યો હતો. કરણ તો બસ પૂજાને જોયેજ રાખે છે અને પૂજા તો એ વાતથી એકદમ અજાણ હતી.

પૂજા : "પ્લીઝ મને પડવા નો દેતા."

કરણ : "જ્યારથી તારા પ્રેમમાં પડ્યો છું ત્યારથી તને ક્યારેય પડવા નહીં દવ."

પૂજા : (તરત આંખો ખોલે છે.)"તમે ક્યારે આવ્યા ?"

કરણ : "તારે આવી રીતેજ મારા હાથોમાં રહીને વાતો કરવી લાગે છે."

પૂજા : "તમે મને છોડો તો હું જાવને."

કરણ : "પાકું છોડી દવ ? તું પડી જાઈશ, વિચારી લેજે."

પૂજા : "અરે ના ના એમ નહીં, હું જાતેજ સરખી રીતે ઊભી થઈ જાવ છું."

આટલું બોલીને પૂજા સરખી ઊભી થઈને ત્યાં પછી હીંચકા પર બેસવા જાય છે ત્યાં કરણ તરત પૂજાને તેડીને હીંચકા પર બેસી જાય છે અને પૂજાને કિસ કરવા લાગે છે, પૂજા પણ કરણ ને પોઝિટિવ રિસ્પોન્સ આપે છે અને બંને એકબીજાના પ્રેમમાં ખોવાઈ જાય છે. થોડીવાર પછી જ્યારે પૂજાને શ્વાસ લેવામાં તકલીફ થાય છે ત્યારે કરણ તરત પૂજાને કિસ કરવાનું મૂકી દે છે પરંતુ પૂજાને પોતાના ખોળામાંથી ઉતારવા નથી દેતો અને એકદમ ટાઇટ હગ કરે છે.

કરણ : "સવારથી રાહ જોતો હતો કે ક્યારે તને મળું. આજે ઑફિસ માં કામ ઘણું હતું."

પૂજા : "હું પણ તમારી રાહ જોતી હતી."

હજુ પૂજા આગળ કંઈ વાત કરે તે પહેલાં કરણના ફોનમાં રીંગ વાગી અને કરણ તરત પૂજાને ત્યાં બેસાડીને અંદર રૂમમાં જતો રહ્યો. એ ફોન હતો કરણના વકીલ વિકાસનો.

કરણ : "યેસ વિકાસ, કંઈ ખાસ કામ ન હોય તો પછી વાત કરું ?"

વિકાસ : "એકજ મિનિટ સર, મારે ખાલી પૂજા મેડમ ની એ સિગનેચર જોઈએ છે, હું નીચે તમારા ઘરે આવ્યો છું."

કરણ : "સિગનેચર! પૂજાની ?"

વિકાસ : "હા સર, આજે જે પૂજા મેડમ પર કેશ થયો હતો તેના માટે વિપુલ સર નો ફોન આવ્યો હતો, આ સિગનેચર જરૂરી છે નહીંતર હું અત્યારે અહીં આવત નહીં."

કરણ : "ઠીક છે સર્વેન્ટ ને કહી દે એ પેપર લઈ આવે એટલે હું પૂજાના સિગનેચર કરાવીને મોકલી દવ."

વિકાસ સર્વેન્ટ સાથે પેપર મોકલે છે અને કરણ ને ખુબ ગુસ્સો આવે છે કે ઘરમાં શું ચાલે છે તેની કોઈ મને જાણ પણ નથી કરતા. એટલામાં પૂજા ત્યાં રૂમમાં અંદર આવે છે અને કંઈ કહે તે પહેલાં સર્વેન્ટ આવીને કરણ ને પેપર આપે છે. કરણ તે પેપર વાંચીને તરત પૂજાને સિગનેચેર કરવા કહે છે. પૂજા સમજી જાય છે કે, કરણ ગુસ્સા માં છે. 

પૂજા તરત જોયા વગર સીગનેચર કરી આપે છે અને સર્વેન્ટ તે પેપર ત્યાંથી લઈને જતો રહે છે. પૂજા કાઇપણ કહે તે પહેલાં કરણ ખૂબ ગુસ્સે થઈને પૂજાના બંને હાથ એટલાં જોરથી પકડે છે અને કરણ ની આંખો પણ લાલ થવા લાગે છે, કરણ ના કપાળ પર કરચલી આવવા લાગે છે અને કરણની પકડ પૂજાના હાથ પર વધુ ટાઈટ થવા લાગે છે.

પૂજા : "આ તમે શું કરો છો ? મને દુઃખે છે, પ્લીઝ એકવાર મારી વાત સાંભળો, હું તમને કહેવાની હતી પણ,"

કરણ : "પણ શું ?(ખૂબ ગુસ્સે થઈને રાડો પાડીને બોલે છે.)

પૂજા : (પૂજાની આંખો માંથી આંસુ વહેવા લાગે છે અને પૂજા રડતા રડતા કહે છે)"તમે ઓફિસે બીઝી હશો માટે મને થયું કે તમે ઘરે આવો પછી હું નિરાંતે વાત કરું."

કરણ : "હું બીઝી છું કે નહીં એ તારે જોવાનું નથી અને બીજી વાત મારા માટે તારાથી વધારે કંઈ વધારે જરૂરી નથી."

પૂજા : "પણ એકવાર મારી પૂરી વાત તો સાંભળો."

કરણ : "એ સચિન કોણ છે ?"

પૂજા : "મારા ક્લાસમાં છે અને,"

કરણ : "અને શું ? હું એને છોડીશ નહીં, એની એટલી હિમંત કે મારી પત્નીને હેરાન કરે."

પૂજા : "અત્યારે તમે પણ એજ કરો છો. મને હાથ દુઃખે છે, પ્લીઝ મૂકી દો."

કરણ : (તરત પૂજાના હાથ પરથી પોતાના હાથની પકડ મૂકી દે છે.)" તો હવે તું મારી સરખામણી પેલા છીછોરા સચિન સાથે કરીશ ?"

પૂજા : (રડતા રડતા અને પોતાના બંને હાથથી બીજા હાથ ને દબાવતા બોલે છે.)"મારો એમ મતલબ નહોતો."

કરણ : "હું તારા માટે વહેલો આવ્યો અને તું અહીં મને ગમેતેવા લોકો સાથે સરખાવે છે ?"

કરણ તરત પોતાનો કોર્ટ કાઢીને ફ્રેશ થવા જાય છે બાથરૂમમાં જાય છે, ત્યારે પૂજા રડતા રડતા કરણ નો કોર્ટ ઉપાડી ને સાઈડ પર રાખવા જાય છે ત્યારે તે કોર્ટમાંથી એક કવર નીચે પડે છે. પૂજા તરત તે કવર ઉપાડીને ત્યાં ટેબલ પર રાખવા જાય છે તો પૂજાની નજર તે કવર પરના નામ પર જાય છે, તે કવર પર પૂજાનું નામ હોય છે. પોતાનું નામ વાંચીને પૂજા તે કવર ખોલે છે, અને તે કવર માં જે લખ્યું હતું તે વાંચીને પૂજા આશ્ચર્ય માં પડી જાય છે.

તો વાચક મિત્રો શું લાગે છે તે કવર માં એવું શું હશે જેનાથી પૂજાને આશ્ચર્ય થયું ? શું કરણ પૂજાની સાથે હજુ વધારે ખરાબ વર્તન કરશે ? પૂજા કરણ ને સમજાવી શકશે ? કરણ નો ગુસ્સો પૂજા કેવીરીતે શાંત કરશે ? આવા અનેક ટ્વીસ્ટ અને ટર્નસ માટે વાંચતા રહેજો મારી ધારાવાહિક    "પ્રેમની યાદોના ખાબોચિયાં" અને તમારા કિંમતી અભિપ્રાય જરૂરથી આપજો.

ક્રમશ :..


Rate this content
Log in

Similar gujarati story from Romance