STORYMIRROR

Bhanuben Prajapati

Romance

3  

Bhanuben Prajapati

Romance

પ્રેમની વસંત

પ્રેમની વસંત

5 mins
843

પ્રીતિ અને સુધા બંને ખાસ મિત્રો હતા. એક દીવાલે એમના ઘર હતા પણ પ્રીતિને એના પિતાની જોબમાં બદલી થવાથી એ ત્યાંથી બીજા શહેરમાં આવી ગઈ હતી, પરંતુ એક દિવસ અચાનક એક લગ્નમાં મળ્યા, ત્યારે પ્રીતિએ સુધાને કહ્યું; અરે..તું આ વખતે ખૂબ ખુશ લાગે છે. મેં જ્યારે ગયા વર્ષે જોઈ ત્યારે તું ખૂબ ઉદાસ હતી. અચાનક કેવી રીતે પાનખરમાં વસંત બનીને તું ખીલી રહી છે.

સુધાએ કહ્યું; એ બધી મહેરબાની મારા વાલમની છે. જોયા હતા સ્વપ્નાં કે કોઈ મારી ચિંતા કરવાવાળું હોય. મને સમજે, મારી લાગણીને સમજે.

પ્રીતિ કહે; તો મળ્યું કોઈ...!

સુધા કહે; હા, પણ જેને મેં પ્રેમ કર્યો તે નહિ...

પ્રીતિ કહે; તો...

સુધા કહે; જેને મેં પ્રેમ કર્યો તેને મારી સાથે વિશ્વાસઘાત કર્યો.

પ્રીતિ કહે; તો બીજું કોઈ આવ્યું જીવનમાં..!

સુધા કહે; હા, ખબર નહિ પ્રીતિ, અમે કેવી રીતે મળ્યા, ખબર ન પડી અને એ ક્ષણે મેં દિલ દઈ દીધું અને એ પ્રતિક મારા વાલમજી બની ગયા. ખરેખર દિલમાં પ્રેમનું દર્દ હતું તે હું ભૂલી ગઈ.

પ્રીતિ કહે; સાચી વાત છે, કોઈ આપણું હોય આપણી ચિંતા કરવાવાળું હોય એવી દરેક સ્ત્રીને ઝંખના હોય છે.

સુધાએ કહ્યું; પ્રીતિ જિંદગીમાં મેં ઘણી ઠોકરો ખાધી છે. મને તો માનવામાં પણ નથી આવતું કે' મારા જીવનમાં આટલી ખુશીઓ આવશે. પ્રતિકએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. હું ભૂતકાળને ભૂલી ચૂકી છું, છતાં પણ તને કહી દઉં કે; ' જ્યારે મારું દિલ તૂટ્યું ત્યારે દિલ પર જે વીત્યું હતું એ ક્યારેય પણ ભૂલાઈ જાય એમ નહોતું, પરંતુ પ્રતિક એ મને ખૂબ જ સમજાવી છે, પ્રેમ, હૂંફ, લાગણી આપી છે. એ મારો ભૂતકાળ જાણવા છતાં પણ મને ખૂબ જ પ્રેમ કર્યો છે.

પ્રીતિએ કહ્યું એવું તો શું બન્યું હતું ?

સુધાએ કહ્યું કે; પ્રતિક, મનીષ અને હું સાથે કૉલેજમાં હતા. અમે સારા મિત્રો હતા, ધીમે ધીમે મારી મનીષ સાથે દોસ્તી પ્રેમમાં પરિણમી. હું મનીષને પ્રેમ કરતી હતી અને પ્રતિક મને પ્રેમ કરતો હતો,પરંતુ મને ખબર નહોતી કે પ્રતિક મને પ્રેમ કરતો હતો.

પ્રીતિએ કહ્યું; તને ક્યારે ખબર પડી કે, પ્રતિક તને ચાહતો હતો.

સુધાએ કહ્યું; જ્યારે મનીષ મારા જીવનમાં નહોતો ત્યારે જ ખબર પડી. મનીષ અને હું એકબીજાને ખૂબ ચાહતા હતા એટલે અમે બંને જણા ખૂબ જ મોજ કરી. હર્યા - ફર્યા સમય વીતતો ગયો, એક દિવસ મેં મનીષને કહ્યું કે; આપણે હવે લગ્ન કરી લઈએ. હું મારા ઘરે વાત કરીને કહી દઉં કે' આપણે લગ્ન કરવા માંગીએ છીએ. પરંતુ મને તરત જ મનીષે કહી દીધું કે, મારી તો સગાઈ થઈ ચૂકેલી છે, હું તો ફક્ત તારી સાથે એક મિત્ર તરીકે જ રહેતો અને ફરતો હતો. ત્યારે મેં કહ્યું હતું કે તો પછી તે મારી સાથે પ્રેમનું નાટક કેમ કર્યું ? ત્યારે મને કહ્યું કે; મેં પ્રેમનું નાટક નથી કર્યું. હું તને પ્રેમ કરતો હતો પરંતુ મેં તને દોસ્ત તરીકે પ્રેમ કરતો હતો. હું સગાઈ તોડી શકું એમ નથી એટલા માટે તું મને ભૂલી જાય તો સારી બાબત છે.

પ્રીતિએ કહ્યું; સુધા તે મનીષને ઓળખવામાં ભૂલ કેમ કરી !

સુધાએ કહ્યું; જ્યારે પ્રેમ થાય છે ત્યારે આપણને તેની આગળ કંઈ પણ દેખાતું નથી. પ્રેમ હંમેશા આંધળો જ હોય છે. ગમે તેટલું દિલને કહીએ તો પણ આપણું દિલ આપણા હાથમાં રહેતું નથી અને આપણું હૃદય પણ એની સાથે સમય વિતાવવા માગે છે અને આપણે એને જીવનભરના વાલમજી માની લઈએ છીએ પરંતુ ખરેખર સત્ય સામે આવે છે ત્યારે ખૂબ જ મોડું થઈ જતું હોય છે અને મારી સાથે એવું જ બન્યું.

પ્રીતિએ કહ્યું; સુધા દિલ તૂટ્યું હશે ત્યારે તારી હાલત કેવી બની હશે !

સુધાએ કહ્યું; પ્રીતિ ખરેખર મારી હાલત જ ખરાબ બની ગઈ હતી. હું ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. મને કંઈ પણ સૂઝતું નહોતું. હું મારી જાતને માફ પણ કરી શકતી નહોતી. મને વારંવાર એમ જ થઇ જતું હતું કે મેં મનીષને ઓળખવામાં કેમ ભૂલ કરી દીધી ! એની સાથે મેં જેટલો સમય પસાર કર્યો એમાં હું એનામાં એટલી બધી ખોવાઈ ગઈ કે એનું અસલી સ્વરૂપ સમજી ન શકી અને જ્યારે સમજવાનો સમય આવ્યો ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું.

પ્રીતિએ કહ્યું; તો પછી પ્રતિક સાથે કેવી રીતે ફરીથી મુલાકાત થઈ.

સુધાએ કહ્યું; આ બધી જ બાબત પ્રતિક જાણતો હતો. એક દિવસ એ મારી સાથે આવ્યો અને કહ્યું કે; હું તારી દરેક વાતને જાણું છું અને સમજી પણ શકું છું તારી હાલત કેવી છે એ પણ હું જાણું છું. એને એ વખતે જ્યારે મનીષે મને તરછોડી ત્યારે પ્રતિકે મને સંભાળી લીધી એને મને કહ્યું કે; જે થવાનું હતું તે બની ગયું પરંતુ હવે તું આટલી બધી નિરાશ ન થઈશ. જિંદગીમાં ઠોકર વાગે તો ફરીથી એ ઠોકર ના વાગે એનું ત્યારે ધ્યાન રાખવાનું છે.

પ્રીતિએ કહ્યું; તું પ્રતીકને ક્યારેય પ્રેમ કરતી થઈ ગઈ.

સુધાએ કહ્યું; હું પ્રતિકને ત્યારે તો પ્રેમ કરી શકતી નહોતી. કારણ કે હું મનીષને ખૂબ પ્રેમ કરતી હતી. મેં દિલથી એને મારું તન - મન બધું સમર્પિત કરી દીધું હતું. છતાં પણ હું મારી જાતને એ બધા આઘાતમાંથી કેવી રીતે ભૂલાવી દઉં એ મને સમજાતું નહોતું. મારી જિંદગીમાં હું ધીમે - ધીમે ઉદાસ થવા લાગી પરંતુ પ્રતિકે મારો સાથ ના છોડ્યો અને પ્રીતિ હૂંફ અને પ્રેમ મળે ત્યારે લાગણી ઉદભવે અને એની નિ:સ્વાર્થ લાગણીએ મને ખબર ન પડી અને મારા દિલને જીતી લીધું અમે એકબીજાને પ્રેમ કરતા થઈ ગયા અને મનીષ મારા હૃદયમાંથી ક્યારે ભૂલાઈ ગયો એની પણ મને ખબર પડી નહીં. મને થયું કે ખરેખર કુદરત જે કરતી હોય તે સારું જ કરતી હોય છે. જેના માટે મેં મારું બધુ સમર્પિત કર્યું, એ માણસને મારી સાથે દગો કર્યો પરંતુ જે વ્યક્તિ આટલું બધું જાણવા છતાં પણ મને પોતાના દિલથી પણ વધારે પ્રેમ કરે છે અને મને અપનાવવા તૈયાર છે અને મારી સાથે લગ્ન કરવા તૈયાર થયો છે.

પ્રીતિએ કહ્યું; સુધા ખૂબ જ નસીબદાર છે કે તને એ સમયે પ્રતિક મળી ગયો અને તારું જીવન સુધરી ગયું અને આજે તું વસંત બનીને ખીલી રહી છે એનો મને ખૂબ જ આનંદ છે.

સુધાએ કહ્યું; પ્રીતિ ખરેખર નસીબદાર છું કે; એમાં એ ખૂબ જ પ્રેમ કરે છે અને હવે અમારા લગ્ન થવાની તૈયારી છે. એ પ્રતીક આજે મારો ખરા અર્થમાં વાલમ બનીને રહી ગયો અને હું ખરેખર આજે પ્રતિકને ખૂબ જ પ્રેમ કરું છું અને મારા ચહેરા પર ખુશીઓ દેખાય છે એ પ્રતીકના પ્રેમની છે એટલે પ્રીતિ હવે જીવનમાં મને લાગે છે કે મારે હવે કુદરતને કોઈ ફરિયાદ નથી. જિંદગીને હું ખુબ જ ખુશીથી જીવીશ. હવે હું મારા વાલમજી સાથે આવતા વિકમાં લગ્ન કરી રહી છું. અને તું મારા લગ્નમાં ચોક્કસથી આવજે. મારી ખુશીમાં તું સામેલ થઈશ તો મને ખૂબ જ આનંદ થશે.

પ્રીતિએ કહ્યું; તારી વાત સાચી છે. હું તારી ખુશીમાં ચોક્કસ જ આવીશ. તારા લગ્નમાં હાજરી આપીશ. એમ કહેતા બંને જણા છુટા પડ્યા.

લગ્નના દિવસે પ્રીતિ ત્યાં આવી જ્યારે સુધાના જીવનસાથી પ્રતિકને જોયો ત્યારે ખબર પડી કે; ખરેખર સુધાને લાયક જ એનો જીવનસાથી મળ્યો છે. એને જોઈને પ્રીતિને ખૂબ જ આનંદ થયો.

પ્રીતિએ, સુધા અને પ્રતીક ને કહ્યું કે; તમારા જીવનમાં હંમેશા પ્રેમનું વહાલભર્યું રહે અને હંમેશા આવા ખુશ રહો. એમ કહીને ત્રણે જણા હસી પડ્યા.

સુધા અને પ્રતીકના સુખમય લગ્ન પૂરા થયા અને સુધાને એના વાલમની સાથે હેતે વળાવી દીધી.

સુધા એના વાલમની સાથે સુખમય દિવસ પસાર કરવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Romance