વિશ્વાસ
વિશ્વાસ
મીનું ઘરકામ કરીને બહાર બેઠી હતી ત્યારે અચાનક જ તેના પતિ બહારથી આવીને તેને ખૂબ જ ધમકાવવા લાગ્યો ખબર નહિ, પરંતુ અચાનક જ એને કોઈ પણ કારણ વિના હાથ પણ ઉપાડ્યો.
મીનું એ તરત જ કહ્યું કે; તમે અચાનક આમ કેમ કરો છો ?
ત્યારે તેના પતિ ધર્મેશેએ કહ્યું હું ઘણા દિવસથી તારું વર્તન બદલાઈ રહ્યું છે પણ આ તો હવે સહન કરી શકું તેમ નથી. હું દરરોજ જ્યારે ફોન કરું ત્યારે તારો ફોન વેટિંગ જ બતાવે છે જ્યારે હોય ત્યારે બીજાને ફોન પર વાત કરતી હોય છે જે મને સમજાતું નથી.
મીનું કહે ; પણ તમે સાંભળો તો ખરા હું કોઈની સાથે વાત કરતી નથી તમને અચાનક કેમ એવું લાગ્યું.
તેના પતિએ કહ્યું કે તારો ફોન બંધ આવે છે આવે કે કોલ વેટીંગ માટે બતાવે છે.
મીનું કહે અરે હું લખી તમારો ફોન નંબર બ્લોક નંખાઈ ગયો છે.
ધર્મેશને થયું ખરેખર મારી ભૂલ થઈ, મને એમ કે તારો ફોન વેટિંગમાં આવે છે એટલે તો કોઈની સાથે વાતો કરતી હોય.
મીનું એ કહ્યું ;ખરેખર તમારે મારી પર વિશ્વાસ રાખવો જોઈએ, પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસ પર ટકે છે, હમેશાં જાણ્યા પછી કહેવું, ક્યારેક નજરે જોયેલું પણ ખોટું હોય છે.
ધર્મેશ એ તેની માફી માંગી અને કહ્યું કે; ખરેખર તારી વાત સાચી છે. મારાથી ભૂલ થઈ.
મીનું એ કહ્યું ; તમે શંકા કરી અને તમે મારી સાથે જે વર્તન કર્યું તેનાથી મારૂં દિલ તૂટી ગયું એનું શું !
ધર્મેશ કહે; હવે મને માફ કરજે મારી ભૂલ થઈ.
મીનું કહે; પતિ અને પત્ની જીવનની નૈયાના બે પૈડાં છે. એક સિક્કની બે બાજુ છે. હંમેશા જીવનની ડોર વિશ્વાસ પર ટકેલી છે..
ધર્મેશ કહ્યું એજ પછી ક્યારેય ભૂલ થશે નહિ.
જાગ્યા ત્યારથી સવાર.
