STORYMIRROR

Bhanuben Prajapati

Inspirational

2  

Bhanuben Prajapati

Inspirational

વૃદ્ધાશ્રમ

વૃદ્ધાશ્રમ

5 mins
155

આજના યુગમાં વૃદ્ધાશ્રમ ભરાઈ રહ્યા છે કારણ કે, લોકોને વડીલો પ્રત્યેની લાગણી મરી પરવારી રહી હોય તેવું લાગે છે. વડીલોની છત્ર છાયામાં હવે કોઈને રહેવું ગમતું નથી ,કારણ કે એમની રહેણીકરણી સાથે તેઓ સેટ થઈ શકતા નથી. કારણ કે પહેલાના જમાનાના લોકો દરેક વસ્તુ વિચારીને કરતા હતા અને અત્યારના માણસો કઈ પણ વિચાર્યા વિના ડિસિઝન લેતા હોય છે અને તેમાં વડીલો તેમને સલાહ આપતા હોય છે ,જે તેમને પસંદ હોતી નથી .

બીજું કારણ એ હોય છે કે વડીલો એમને બહુ જ બોજ બનતા લાગે છે એમનો ખર્ચ વધી જતો હોય એમ ધૃણા કરે છે. કારણ કે નોકરિયાત વર્ગ હોય કે ધંધો કરનાર વર્ગ હોય તેમને જાણે કે એક માતા- પિતાની સેવા કરવી એટલે કે એક વધારાનું કામ હોય એવું લાગે છે એટલા માટે તેઓ તેમના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. ઘણા લોકોને તેમના માતા-પિતાની બીમારીને કારણે પણ વધારે પડતો શ્રમ પડતો હોય તેમને કામનું ભારણ વધી જતું હોય એમ પૈસા આપે છે પરંતુ તેમની સેવા કરવા માટેનો ટાઈમ તેમની પાસે હોતો નથી. ખબર નહિ ! કેમ ? તે પણ આજે એ માતા- પિતાના સંતાન છે કાલે એમને પણ વૃદ્ધ થવાનું છે. તો શા માટે ,તેમના માતા-પિતાને અત્યારે ઘરડા ઘરના બારણા બતાવે છે. ઘણા લોકો માતા-પિતાને વહેંચી પણ દે છે બંને ભાઈ હોય તો એક ના ઘરે" માં" હોય અને બીજાના ઘરે " પિતા" હોય. જે વડીલો એકબીજાના સહારે રહેવાનો સમય આવે છે ત્યારે એમને અલગ કરવામાં આવે છે ,

એ એવું કેમ સમજતા નથી કે, આખી જિંદગી કામ કરવામાં અને બાળકો મોટા કરવામાં જ જીવન પસાર કર્યું અને જ્યારે બંને ને એકબીજા સાથે રહેવાનો સમય આવે ત્યારે અલગ કરવા, ખરેખર યોગ્ય થોડું છે !ખરેખર કેમ લોકો સમજતા નહિ હોય કે એમને પણ દિલમાં લાગણી ભરેલી છે એને પણ એકબીજાને હુંફની જરૂર હોય છે પરંતુ જમાના પ્રમાણે લોકો બદલાઈ રહ્યા છે લોકોની વિચારસરણી બદલાઇ ગઇ છે. જો માતા કે પિતામાંથી કોઈને પેન્શન આવતું હોય તો ક્યારેક તો રાખી પણ લે છે પરંતુ કોઈ પણ કમાણી આવતી બંધ થઈ જાય તો તેમને લાગે છે કે જાણે કે એમને કોઈ ફરજ નથી લાગતું વળગતું નથી એવા વર્તન કરે છે. જ્યાં સુધી બાપદાદાની મિલકત હોય છે ત્યાં સુધી વાંધો નથી આવતો, પરંતુ કોઈ પણ માણસને જ્યારે એની પાસે કોઇ પણ મિલકત નથી હોતી ત્યારે સંતાનોને સેવા કરવા માટે ખર્ચ અને બોજ બહુ જ લાગે છે.

 ઘણી વખતે છોકરો ભણી-ગણીને ડોક્ટર કે વકીલ બની ગયો હોય અને માતા-પિતા એકદમ સાદા રહેતા હોય ત્યારે બીજાના નજરમાં તેમના માતા-પિતાને બતાવવા માટે પણ શરમ અનુભવે છે .ઘણી વખત તો માતા-પિતાને નોકર તરીકે પણ ઓળખાવે છે.અને એવું બન્યું પણ છે. તેમાં સારા ઘરના પણ માતા-પિતાની હાલત બનેલી છે. 

ઘરડા માતાપિતા બાળકોને ઉછેર કરીને તેમને સારી પોસ્ટ અપાવી અને એના બદલામાં તેમને વૃદ્ધાશ્રમનો આશરો મળી રહ્યો છે. ખરેખર સત્ય હકીકત છે કે વૃદ્ધાશ્રમની મુલાકાત લઈએ તો ખબર પડે કે એમના અંદરની વેદના , લાગણી એટલી બધી મરી પરવારી છે તેમના જ સંતાનોને તેમના લાગણીઓનો ખૂન કર્યું છે. એમને જીવતે જીવ મારી નાખ્યા છે. ખરેખર એવા સંતાનોને ધિક્કાર છે કે ,જે મા-બાપની સેવા ન કરે એમને આ ધરતી પર જીવવાનો કોઈ અધિકાર નથી ,પરંતુ એમને સમજાવે કોણ!! કારણકે અત્યારના સંતાનોને માતા-પિતા , જુનવાણી, સાદા પડે છે. ઘણી વખત તો તેમના સંતાનો તેમને ઘરની બહાર પણ કાઢી મૂકે છે અને એ જ માતા-પિતા ઘરથી નીકળી જાય છે ,થાય ત્યાં સુધી મજૂરી કરે છે પરંતુ પછી તે ગમે ત્યારે રોડ ઉપર ભીખ માંગતા પણ જોવા મળે છે. શું આ સંતાનો માટે યોગ્ય છે ! ખરેખર એમના આત્મામાંથી ક્યારેક તો અવાજ આવતો જ હશે કે મેં ખોટું કાર્ય કર્યું છે છતાં પણ તેને સુધારવાનો પ્રયત્ન કરતા નથી.

  વૃદ્ધો માટે નીઆ સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક જ આધાર છે કે દરેક સંતાન તેના માતા-પિતાની સેવા કરે અને જો ના કરે તો 'તેના માટે ગુનો દાખલ કરવા માટેના નિયમ હોવા જોઈએ. અને વડીલોએ પણ જાગૃત થવાની જરૂર છે કે જ્યાં સુધી એમની સાથે પ્રોપર્ટી છે ત્યાં સુધી તેમના સંતાનો તેમને હાથ નીચે રહેવાના છે .ક્યારે પણ પોતાની સંપત્તિ ના ભાગલા પાડવા જોઈએ નહીં. જ્યાં સુધી એમની પાસે જે કંઈ પણ છે એના નામે જ રાખવું જોઈએ એમનું મકાન હોય જમીન હોય કે, કોઈપણ મિલકત હોય, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી કોઈના નામે મિલકતને કરવી જોઈએ નહીં. તો જ એમને કોઈપણ દિવસ ખરાબ દિવસો જોવા નહીં પડે.કદાચ કોઈની પાસે સ્થાવર મિલકત ન પણ હોય તો તેના માટે પણ સરકારી કચેરીમાં જઇને તેની સામે ગુનો દાખલ કરવા માટેની તૈયારી પણ રાખવી જોઈએ ,કારણ કે પોતાનો હક માટે તેમને લડવું પડશે જ ત્યારે સંતાનોની આંખો ખુલશે.વડીલોને તેમના હક,નિયમો, ફરજો દરેક વસ્તુથી તેમને વાકેફ કરવા જોઈએ. બીજું કે તેમની પાસે જે મિલકત છે તે જે કોઈ સેવા કરે એના નામે તમામ મિલકત કરી દેવી જોઈએ તો આપોઆપ સેવા કરવા માટે બધા ભાઈઓ અંદરોઅંદર ચર્ચા કરીને સારો પ્રતિભાવ જોવા મળશે .સંતાનોને નાનપણથી જ એવા સંસ્કાર આપવા જોઈએ કે વડીલો એ ઈશ્વરનું સ્વરૂપ છે તેમની સેવા કરવી જોઈએ .શિક્ષણમાં વારંવાર વડીલો પ્રત્યેની હક અને ફરજો ભણાવવું જોઈએ, જેથી નાનપણથી સંતાનોને સમજાય કે વડીલો પ્રત્યે આદર રાખવો જોઈએ, તેમની સેવા કરવી જોઈએ. માતા -પિતાથી મોટું કોઈ દેવ નથી અને તેમના ચરણમાં જ આપણું સ્વર્ગ છે.

વૃદ્ધોની સમસ્યા ઓ ગ ણવા જઈએ તો ઘણી છે પરંતુ તેની માટે આ સમસ્યાઓ દૂર કરવા માટેના ઘણા બધા ઉપાયો છે પણ કોઈપણ ઉપાયો હજુ સુધી સફળ થયા નથી પરંતુ જ્યાં સુધી માતા-પિતા જાગૃત નહિ થાય ત્યાં સુધી તેમને કોઈ પણ ઉપાય સફળ થવાનો નથી. માતા-પિતા સંતાનને જન્મ આપીને તેની તમામ ફરજો પૂરી કરે છે પરંતુ સંતાનોની માતા-પિતા પ્રત્યેની તમામ ફરજો પૂરી કરી શકતા નથી. ઘણા સંતાનો સેવા કરે પણ છે અને ઘણા બધા સંતાનો અધવચ્ચે માતા-પિતાને છોડી દે છે પરંતુ એમને એ ખબર નથી એ પણ વૃદ્ધ થવાના છે એમને પણ માતા-પિતા પ્રત્યેની ફરજો પૂર્ણ કરવી જોઈએ સમસ્યાઓ અપાર છે, પરંતુ સમસ્યા કેવી રીતે પૂરી કરવી એના માટેના ઘણા બધા ઉપાય છે પરંતુ એક પણ ઉપાય માતા-પિતા કરી શકતા નથી કારણ કે એ સંતાન જેવા બની શકતા નથી અને સંતાનો પ્રત્યે લાગણી છે એમના દિલમાં ભરપૂર છે કહેવાય છે "માં" તે "માં" બીજા બધા વગડાના" વા"

 "પિતાએ તો સ્વર્ગનું વહેતું ઝરણું છે" જે ઝરણામાંથી અતિશય પ્રેમ વહેતો રહે છે.જીવન આખું સંતાનો માટે ખર્ચી નાખે છે. પરંતુ વૃદ્ધ થયા પછી એમના હાથ ક્યારે ચાલી શકતા નથી એ જાતે પાણી પી શકતા નથી તો સંતાનો કેમ ભૂલી જાય છે એમની ફરજ, એમને પોતાનું બાળપણ યાદ કરીને પોતાના વડીલોની સેવા કરવી જોઈએ.

માતા -પિતાના ચરણમાં સ્વર્ગ સમાયેલું છે.તેમનો આદર અને સેવા કરવી દરેક સંતાનની ફરજ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational