STORYMIRROR

Bhanuben Prajapati

Inspirational

4  

Bhanuben Prajapati

Inspirational

રંગીન જીવન

રંગીન જીવન

1 min
348

હેમુ ખુબજ રડતી રડતી પોતાના સાસરેથી ઘરે આવી ગઈ અને તેની દાદીમાના ખોળામાં માથું મૂકીને રડવા લાગી.

રેવાબા એ કહ્યું ;"બેટા" આપણું જીવન સપ્તરંગી રંગથી ભરેલું છે. આપણે બધા જ રંગોથી જીવનને સફળતા તરફ લઈ જવાનું છે. એવી શિખામણ રેવાબા તેમની દીકરી હેમુને સમજાવતા હતા.

હેમુએ કહ્યું;" બા" મે તો મારા જીવનમાં દરેક રંગથી ભરવાનો પ્રયત્ન કર્યો. પણ ખબર નહિ મારા જીવનના રંગ ફિક્કા પડી ગયા.

રેવાબાએ કહ્યું; બેટા સ્ત્રી જન્મે એટલે" લક્ષ્મી" તરીકે સન્માન આપી લાલ રંગથી તેનું સ્વાગત થાય છે અને નવોઢા બની સાસરે જાય ત્યારે અન્નપૂર્ણા તરીકે લાલ રંગથી સ્વાગત થાય છે. સ્ત્રીના જીવનમાં લાલ રંગનું ખૂબ મહત્વ રહેલું છે.

હેમુ કહે ; બા તો જે લાલ કંકુથી મને તેમને વધાવી હતી તે કંકુ મારું આજે જાણે ભૂસાઈ રહ્યું છે.મારા જીવતરમાં કાળો અશુભ રંગ પથરાઈ ગયો છે. મારા સાસુ મારા પતિ માટે બીજી કન્યા લાવી રહ્યા છે. કારણકે હું એમને વારસદાર નથી આપી શકતી.

રેવાબાએ કહ્યું ; જીવનની આ સફર આકાશમાં દેખાતા મેઘધનુષ જેવી છે બેટા કુદરતે રચેલી માયામાં કોઈ રંગ અશુભ નથી અને તું વિશ્વાસ રાખ કે તારા જીવનમાં હંમેશા બધા રંગોનું મિશ્રણ બની એક અદ્ભુત દુનિયાનો જન્મ થશે. તું સમયની રાહ જો. અને સાસરે જા.

હેમુ સાસરે ગઈ પછી એને પોતાના સ્વભાવના રંગથી પોતાના પતિને જીતી લીધો અને એના જીવનમાં સપ્તરંગી મેઘધનુષના રંગો પુરાઈ ગયા આખરે ધીરજના અને વડીલોની સલાહ જીવનમાં એક અલગ રાહના રંગ ભરી દેતી હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational